મૃત્યુ સિવાયની ઘણી મોટી બીમારીઓથી બચાવી શકે છે કલૌંજી (શાહજીરું) જાણો તેના તેલના ફાયદા

કલૌંજી જેને ગુજરાતીમાં શાહજીરું કહેવાય છે તે લગભગ દરેક રોગની દવા છે. કળિયુગમાં કલૌંજી ધરતી ઉપર સંજીવની ગણાય છે. કલૌંજી અગણિત રોગોને ચપટીમાં દુર કરી શકે છે. આવો જાણીએ તેના ફાયદા કયા-કયા છે, અને કયા-કયા રોગમાં તે મદદગાર સાબિત થાય છે, અને તેનું કેવી રીતે સેવન કરવું જોઈએ.

કલૌંજી (શાહજીરું) ના તેલના ફાયદા :

(1.) ડાયાબીટીશને કંટ્રોલ કરે.

(2.) બ્લડ પ્રેશર નિયંત્રિત કરે.

(3.) ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે.

(4.) સ્ટ્રોકથી બચાવો.

(5.) કેંસરથી બચાવે.

(6.) માનસિક શક્તિ વધારે.

(7.) વીર્યની ગુણવત્તા સુધારે.

(8.) સ્ત્રીઓના છાતીનાં દુઃખાવાને ઓછો કરે.

(9.) માસિક ધર્મના દુઃખાવાને ઓછો કરે.

(10.) વજન ઓછું કરવામાં મદદ કરે.

(11.) એક્ઝિમાની સારવારમાં મદદ કરે.

(12.) લકવાની સારવારમાં મદદ કરે.

(13.) પેટના અલ્સરને દૂર કરે.

(14.) નશાની આદત ઓછી કરે.

(15.) ઘૂંટણ અને સાંધાના દુઃખાવાને ઓછો કરે.

(16.) શ્વાસના રોગીઓ માટે અમૃત.

(17.) સાઈનસ વગેરે રોગોમાં સહાયક.

જાણો કલૌંજીના તેલના અન્ય ફાયદા વિસ્તાર પૂર્વક.

લોહીનું દબાણ :

લોહીના દબાણમાં એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં બે વખત પીવાથી લોહીનું દબાણ સામાન્ય બની જાય છે. અને ૨૮ મી.લિ. જેતુનનું તેલ (ઓલીવ ઓઈલ) અને એક ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને આખા શરીર ઉપર માલીશ અડધા કલાક સુધી તડકામાં રહેવાથી લોહીના દબાણમાં રાહત મળે છે. આ ક્રિયા દર ત્રીજા દિવસે એક મહિના સુધી કરવું જોઈએ.

લકવા :

શાહજીરુંનું તેલ પા ચમચીના પ્રમાણમાં એક કપ દૂધ સાથે થોડા મહિના સુધી રોજ પીવું, અને રોગગ્રસ્ત અંગો ઉપર શાહજીરુંના તેલનું માલીશ કરવાથી લકવાનો રોગ સારો થાય છે.

કાનમાં સોજો, બહેરાશ :

શાહજીરુંનું તેલ કાનમાં નાખવાથી કાનમાં સોજો દુર થાય છે. તેનાથી બહેરાશમાં પણ લાભ થાય છે.

શરદી – જુકામ :

શાહજીરુંના બીજને શેકીને કપડામાં લપેટીને સુંઘવાથી અને શાહજીરુંનું તેલ અને જેતુનના તેલને સરખા પ્રમાણમાં નાકમાં નાખવાથી શરદી જુકામ દુર થાય છે. અડધો કપ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ અને પા ચમચી જેતુનનું તેલ ભેળવીને એટલું ઉકાળો કે પાણી ખલાશ થઇ જાય અને માત્ર તેલ જ રહી જાય. ત્યાર પછી તેને ગાળીને બે ટીપા નાકમાં નાખો. તેનાથી શરદી જુકામ ઠીક થાય છે. આ જુના જુકામમાં પણ લાભદાયક રહે છે.

પોલીયોનો રોગ :

અડધા કપ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે લો. તેનાથી પોલીયોનો રોગ સારો થાય છે.

સ્ફૂર્તિ :

સ્ફૂર્તિ માટે નારંગીના રસમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સેવન કરવાથી આળસ અને થાક દુર થઇ જાય છે.

સાંધાનો દુ:ખાવો :

એક ચમચી સિરકા, અડધી ચમચી શાહજીરુંનું તેલ અને બે ચમચી મધ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે પીવાથી સાંધાના દુ:ખાવા સારા થાય છે.

આંખના તમામ રોગ :

આંખોનું લાલી, મોતિયાબિંદ, આંખોમાંથી પાણી નીકળવું, આંખોની દ્રષ્ટિ ઓછી થવી વગેરે. આવી જાતના આંખોના રોગમાં એક કપ ગાજરનો રસ, અડધી ચમચી શાહજીરુંનું તેલ અને બે ચમચી મધ ભેળવીને દિવસમાં બે વખત સેવન કરો. તેનાથી આંખના તમામ રોગ સારા થાય છે. આંખોની ચારે બાજુ અને પાપણ ઉપર શાહજીરુંનું તેલ રાત્રે સુતા સમયે લગાવો. તેનાથી આંખોના રોગ દુર થાય છે. રોગીએ અથાણું, રીંગણ, ઈંડા અને મચ્છી ન ખાવું જોઈએ.

સ્નાયુવિક અને માનસિક તણાવ :

એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ નાખીને રાત્રે સુતા વખતે પીવાથી સ્નાયુવિક અને માનસિક તણાવ દુર થાય છે.

ગાંઠ :

શાહજીરુંના તેલને ગાંઠ ઉપર લગાવો અને એક ચમચી શાહજીરુંનું તેલ ગરમ દુધમાં નાખીને પીવાથી ગાંઠ દુર થઇ જાય છે.

સ્વપ્નદોષ :

જો રાત્રે ઊંઘમાં વીર્ય પોતાની જાતે નીકળી જાય છે, તો એક કપ સફરજનના રસમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને બે વખત સેવન કરો. તેનાથી સ્વપ્નદોષ દુર થાય છે. રોજ શાહજીરુંના તેલના ચાર ટીપા એક ચમચી નારીયેલ તેલમાં ભેળવીને સુતા સમયે માથામાં લગાવવાથી સ્વપ્નદોષનો રોગ ઠીક થાય છે. ઉપચાર કરતી વખતે લીંબુનો ઉપયોગ ન કરવો.

કબજિયાત :

ખાંડ પાંચ ગ્રામ, સોનામુખી ૪ ગ્રામ, એક ગ્લાસ હળવું ગરમ દૂધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ. આ બધાને એક સાથે ભેળવીને રાત્રે સુતા સમયે પીવાથી કબજિયાત દુર થાય છે.

લોહીની ઉણપ :

એક કપ પાણીમાં ૫૦ ગ્રામ લીલો ફુદીનો ઉકાળી લો અને આ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે સેવન કરો. તેનાથી ૨૧ દિવસમાં લોહીની ઉણપ દુર થાય છે. રોગીને ખાવામાં ખાટી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

પેટનો દુ:ખાવો :

કોઈ પણ કારણથી પેટમાં દુ:ખાવો હોય, તો એક ગ્લાસ લીંબુ પાણીમાં બે ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં બે વખત પીવો. ઉપચાર કરતી વખતે રોગીએ બેસનની વસ્તુ ન ખાવી જોઈએ. કે ચપટી ભર મીઠું અને અડધી ચમચી શાહજીરુંનું તેલને અડધા ગ્લાસ હળવું ગરમ પાણી ભેળવીને પીવાથી પેટનો દુ:ખાવો સારો થાય છે. કે પછી એક ગ્લાસ મોસંબીનો રસ બે ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં બે વખત પીવાથી પેટનો દુ:ખાવો દુર થઇ જાય છે.

માથાનો દુ:ખાવો :

શાહજીરુંના તેલને કપાળથી કાન સુધી સારી રીતે ઘસવું, અને અડધી ચમચી શાહજીરુંના તેલને એક ચમચી મધમાં ભેળવી સવાર સાંજ સેવન કરવાથી માથાનો દુ:ખાવો ઠીક થાય છે. શાહજીરું ખાવાની સાથે માથા ઉપર શાહજીરુંનું તેલ અને જેતુનનું તેલ ભેળવીને માલીશ કરો. તેનાથી માથાના દુ:ખાવામાં આરામ મળે છે, અને માથાને લગતા બીજા રોગો પણ દુર થાય છે.

ઉલટી :

અડધી ચમચી શાહજીરુંનું તેલ અને અડધી ચમચી આદુનો રસ ભેળવીને સવાર સાંજ પીવાથી ઉલટી બંધ થાય છે.

હાર્નિયા :

ત્રણ ચમચી કારેલાનો રસ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતી વખતે પીવાથી હાર્નિયા રોગ ઠીક થાય છે.

મીર્ગી (ખેંચ)નો હુમલો :

એક કપ ગરમ પાણીમાં બે ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી મીર્ગીના હુમલામાં સારું થાય છે. મીર્ગીના રોગીને ઠંડી વસ્તુ જેવી કે અમરુદ, કેળા, સીતાફળ વગેરે ન આપવા જોઈએ.

કમળો :

એક કપ દુધમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને રોજ બે વખત સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે એક અઠવાડિયા સુધી લેવાથી કમળાનો રોગ દુર થાય છે. કમળાથી પીડિત રોગીને ખાવામાં મસાલાદાર અને ખાટી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

કેન્સરનો રોગ :

એક ગ્લાસ દ્રાક્ષના રસમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં ૩ વખત પીવાથી કેન્સરનો રોગ ઠીક થાય છે. તેનાથી આંતરડાનું કેન્સર અને ગળાનું કેન્સર વગેરેમાં લાભ મળે છે. આ રોગમાં રોગીને ઔષધી આપવાની સાથે જ એક કિલો જવના લોટમાં બે કિલો ઘઉંનો લોટ ભેળવીને તેની રોટલી, દલીયા બનાવીને દર્દીને આપવા જોઈએ. આ રોગમાં બટેટા, અરબી અને રીંગણનું સેવન ન કરવું જોઈએ. કેન્સરના રોગીઓ શાહજીરું નાખીને હલવો બનાવીને ખાવો જોઈએ.

દાંત :

શાહજીરુંનું તેલ અને લવિંગનું તેલ ૧-૧ ટીપું ભેળવીને દાંત અને પેઢા ઉપર લગાવવાથી દુ:ખાવો ઠીક થઇ જાય છે. આગમાં સિંધા મીઠું બાળીને ઝીણું વાટી લો અને તેમાં ૨-૪ ટીપા શાહજીરુંનું તેલ નાખીને દાંત સાફ કરો. તેનાથી દાંત સાફ અને સ્વસ્થ રહે છે.

દાંતમાં જીવાત પડવી અને પોલાણ :

રાત્રે સુતા સમયે શાહજીરુંના તેલમાં રૂ પલાળીને પોલાણવાળા દાંતમાં રાખવાથી જીવાતનો નાશ થાય છે.

ઊંઘ :

રાત્રે સુતા પહેલા અડધી ચમચી શાહજીરુંનું તેલ અને એક ચમચી મધ ભેળવીને પીવાથી ઊંઘ સારી આવી જાય છે.

નપુંસકતા :

શાહજીરુંનું તેલ અને જેતુનનું તેલ ભેળવીને પીવાથી નપુંસકતા દુર થાય છે.

પેશાબની બળતરા :

૨૫૦ મી.લિ. દુધમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ અને એક ચમચી મધ ભેળવીને પીવાથી પેશાબની બળતરા દુર થાય છે.

દમ રોગ :

એક ચપટી મીઠું, અડધી ચમચી શાહજીરુંનું તેલ અને એક ચમચી ઘી ભેળવીને છાતી ઉપર અને ગળા ઉપર માલીશ કરો, અને સાથે જ અડધી ચમચી શાહજીરુંનું તેલ ૨ ચમચી મધ સાથે ભેળવીને સેવન કરો. તેનાથી દમ રોગમાં આરામ મળે છે.

વાત રોગ :

વાત રોગમાં શાહજીરુંના તેલથી રોગ વાળા અંગો ઉપર માલીશ કરવાથી વાતની બીમારી દુર થાય છે. ધ્યાન રાખશો આ દવાનો ઉપયોગ ગર્ભવસ્થામાં ન કરવો જોઈએ તેનાથી ગર્ભનો નાશ થઇ શકે છે.