નબળાઈ ના સરળ આયુર્વેદિક ઉપાય, પુરુષો જરૂર અજમાવો આ ખાવું ગમે એવા છે ઉપાય

 

ઉનાળા માં થાક, નબળાઈ જેવી તકલીફ હવે વધતી જાય છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરદ્વાર ના સ્વસ્થવૃત્ત વિભાગના એચઓડી ડો.અવધેશ મિશ્રાના જણાવ્યા મુજબ આયુર્વેદ માં આ સીઝન માં નબળાઈ દુર કરવા માટે ઘણા ઘરેલું નુસ્ખા બતાવવામાં આવ્યા છે. ડો. મિશ્રા નું કહેવું છે કે નિયમિત આ નુસખાના ઉપયોગ થી ફક્ત શરીરમાં જ ઠંડક નથી મળતી પરંતુ નબળાઈ અને થાક દુર કરશે અને શક્તિ પણ મળશે.

આગળ ૧૦ મુદ્દા માં જાણો ક્યાં આયુર્વેદિક નુસ્ખા થી દૂર થશે શરીરની નબળાઈ…

૧. ગુલકંદ : રોજ સવાર સાંજ ઠંડા દુધમાં ૨ ચમચી ગુલકંદ ભેળવીને પીઓ, નબળાઈ દુર થશે.

૨. કેળા,દૂધ અને મધ : રોજ સવારે અને સાંજે એક ગ્લાસ દુધમાં ૧ કેળું અને એક ચમચી મધ ભેળવીને પીઓ.

૩.દાડમ નું જ્યુસ : દાડમનું જ્યુસ દરેક પ્રકારની નબળાઈ દુર કરે છે. સવાર સાંજ એક ગ્લાસ તાજું જ્યુસ પીઓ.

૪. દ્રાક્ષનું જ્યુસ : તેમાં રહેલા એન્ટીબાયોટિકસ નબળાઈ દુર કરીને શક્તિ આપે છે. સવાર સાંજ પીવાથી ફાયદો થાય છે.

૫. સૂકી દ્રાક્ષ નું પાણી : રાત્રે ચોખ્ખા પાણીમાં ૫ સૂકી દ્રાક્ષ પલાળો સવારે આ પાણી પીઓ અને દ્રાક્ષ ને ચાવીને ખાઈ લો.

૬. દહીં ને મધ : દિવસમાં બે અથવા એક કટોરી દહીં માં એક ચમચી મધ ભેળવીને ખાવ, નબળાઈ દુર થશે અને શક્તિ મળશે.

૭. બદામ અને અંજીર : રાત્રે બે બે બદામ અને અંજીર પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને પીઓ અને બદામ અને અંજીર ચાવીને ખાઈ લો.

૮. કાળા ચણા : રાત્રે ચોખ્ખા પાણીમાં એક મુઠી કાળા ચણા પલાળી દો. સવારે ઉઠીને આ પાણી પીઓ અને ચણા ચાવીને ખાઈ લો.

૯. આમળા નું જ્યુસ : એક કપ પાણીમાં બે ચમચી આમળા નું જ્યુસ ભેળવીને સવારે ખાલી પેટ પીઓ. નબળાઈ દુર થશે.

૧૦. જેઠીમધ : સુતા પહેલા એક ગ્લાસ હુફાળા દુધમાં એક ચમચી જેઠીમધ અને બે ચમચી મધ ભેળવી ને પીઓ.