જયારે કંગના રનૌતે માર્યો હતો અધ્યયન સુમનના મોં પર જોરદાર લાફો, આંખમાંથી આંસુ નીકળ્યા હતા

બોલીવુડમાં દરેક લોકો માટે રસ્તો સરળ હોતો નથી, પરંતુ જો તમે સ્ટાર કિડ છો તો તમારા માટે મુશ્કેલી ઘણી હદ સુધી સરળ થઇ જાય છે. અમે જે સ્ટાર કિડની વાત કરી રહ્યા છીએ તેને ફિલ્મો તો સરળતાથી મળી ગઈ, પરંતુ સફળતાથી હંમેશા દૂર રહ્યા છે. અમે વાત કરી રહ્યા છે શેખર સુમનના દીકરા અધ્યયન સુમનની.

અધ્યયન સુમને વર્ષ 2008 માં ફિલ્મ ‘હાલ-એ-દિલ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસમાં ફ્લોપ થઇ ગઈ, પરંતુ અધ્યયનના ભાગમાં બીજી ફિલ્મ ‘રાઝ : ધ મિસ્ટ્રી કંટીન્યુસ’ આવી ગઈ. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ઠીકઠાક ચાલી, અને ફિલ્મની સાથે શરુ થયો અધ્યયન સુમનના જીવનનો કંટ્રોવર્સી સમય. ફિલ્મમાં પોતાની કો-સ્ટાર કંગના રનૌત સાથેના તેમના અફેયરની બધાને ખબર હતી, પણ એ પછી થયેલી કંટ્રોવર્સી આજુસુધી લોકોને યાદ છે.

એક વર્ષ સુધી ડેટ કાર્ય પછી વર્ષ 2010 માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું. બ્રેકઅપ પછી અધ્યયને કંગના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. અધ્યનને જણાવ્યું હતું કે, કંગના તેની સાથે મારપીટ કરતી હતી. તેના સિવાય તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મફેયર નાઈટ પહેલા કંગનાએ તેમનું મુંડન પણ કરી દીધું હતું. જેના કારણે તે એવોર્ડ ફંક્શનનો ભાગ પણ બની શક્યા નહિ.

કંગનાએ કરાવ્યો હતો અધ્યયન પર કાળો જાદુ?

અધ્યયને જણાવ્યું કે ‘ઋતિક રોશનની બર્થડે પાર્ટીમાંથી આવતા સમયે કંગનાએ મારા મોં પર જોરદાર લાફો પણ માર્યો હતો, તેનો લાફો એટલો જોરદાર હતો કે મારા આંખમાં આંસુ પણ આવી ગયા હતા. કારમાં બેસ્યા પછી તેણે મને હજુ ઘણો માર્યો. એટલું જ નહિ તેણે મારા ઘરે પહોંચ્યા પછી સેન્ડલ પણ ફેંકીને માર્યું હતું.’

વાત અહી અટકી ન હતી. અધ્યયને કંગના પર કાળો જાદુ કરાવવા સુધીના આરોપ લગાવ્યા હતા. અધ્યયને જણાવ્યું હતું કે, ‘કંગના મને જ્યોતિષ પાસે લઇ ગઈ હતી. ત્યાં મને મંત્ર વાંચવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી. પછી મને ટૈરો રીડરે જણાવ્યું કે, હું કોઈ પહાડી છોકરીના જાદુની અસરમાં છું.’

હવે અધ્યયન લાંબા સમયથી વિવાદો અને ફિલ્મોથી દૂર છે. ‘રાઝ’ પછી પણ તેને ઘણી ફિલ્મોમાં જોવામાં આવ્યો, પરંતુ તે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.