શું તમે જાણો છો કે કોઈ માણસને કાનખજૂરો કરડી લે છે તો શું થાય છે? જો નહિ તો એક વખત જરૂર જાણી લો

 

ગુજરાતીમાં જાણીતું નામ છે કાનખજૂરો. તેને જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે જેમ કે રાજસ્થાનમાં ‘કાંસલા’ પંજાબમાં ‘કાંકોલ’ અને મહારાષ્ટ્રમાં કંસુઈ’ ના નામથી ઓળખવામાં આવે છે. જ્યાં માટી અને તેમાં ઝાડ છોડ ના ભાગ સડી ગળી ગયા હોય તે સ્થળે રહેતા હોય છે. જો આપણે જૂની પડેલ ઇંટો અને પથ્થરો દુર કરીએ છીએ તો ત્યાં કાનખજૂરા જરૂર જોવા મળે છે.

તે રાત્રે સક્રિય રહે છે અને દિવસમાં ક્યાંક ભેજવાળી જગ્યામાં દબાઈને રહે છે જયારે તમે તે જગ્યાને ખસેડશો તો કાનખજૂરા તરત ભાગીને પોતાને સુરક્ષિત જગ્યામાં સંતાડી લે છે કાનખજૂરા માં સંયુક્ત આંખો હોય છે, પણ આંખોની દ્રષ્ટિ એટલી નબળી હોય છે કે તે પ્રકાશ અને અંધારાનો ફરક સરખો સમજતા નથી. કાનખજૂરાની જાતિમાં થોડા કાનખજૂરા એવા પણ છે જેને આંખો હોતી જ નથી. આંખો વગર ની જાતો જમીનની અંદર રહે છે. મનપસંદ વાત એ છે કે જમીનમાં કે અંધારામાં રહેવાવાળી જાતનો રંગ ખુબ ઘાટો હોય છે.

આ ધરતી ઉપર જાત જાતના જીવ જંતુ જોવા મળે છે, તે જીવ જંતુ માં ઘણા એવા છે જો કે માણસને કોઈ નુકશાન નથી પહોચાડતા તે થોડા એવા જાનવર કે કીડા મકોડા છે જો કે માણસને કરડે તો તેમનું જીવવું મુશ્કેલ થઇ જાય છે, ક્યારે ક્યારે તો જંગલમાં રહેવાને લીધે ખતરનાક જાનવર પોતાની ભૂખ મટાડવા માટે લોકો ઉપર હુમલો પણ કરી દે છે તે થોડા જાનવર ત્યારે કરડે છે જયારે તેને કોઈ છંછેડે છે, હાલ તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક કાનખજૂરા વિષે જેને ઘણા બધા પગ હોય છે, કહેવામાં આવે છે તેના કરડવાથી માણસનું મૃત્યુ સુધી થઇ શકે છે. પણ એવું કહેવું બિલકુલ ખોટું છે

કાનખજૂરા વિષે હમેશા એવું કહેવામાં આવે છે કે કાનના રસ્તેથી મગજમાં ઘુસી જાય છે. તે પણ કદાચ એટલા માટે થાય છે કેમ કે તેને છુપાવા માટે કોઈ અંધારી જગ્યા જોઈએ. હમેશા વરસાદની ઋતુમાં જ્યાં બાળકો જમીન ઉપર સુવે બેસે છે તેના કાનમાં બીટલ્સ વગેરે ઘુસી જાય છે જે ખુબ પીડાદાયક છે. પણ કાનખજૂરાનું કાનમાં ઘુસી જવાની ઘટના મારા જોવામાં ક્યારેય નથી આવી.

કાનખજૂરા કે કર્ણકીટ પણ કહેવામાં આવે છે તે માણસના શરીર સાથે ખુબ ખરાબ રીતે ચોટી જાય છે કે જે લોકો નીચે સુવે છે તો તેના કાનમાં પણ ઘુસી જાય છે તમને જણાવી દઈએ જો કોઈ કાનખજૂરો કરડી લે છે તો તેનું ઝેર શરીરમાં પહોચી જાય છે જેથી માણસને થાક લાગવા લાગે છે અને લોહીમાં ઓક્સીજનની પ્રક્રિયાને ધીમી કરી દે છે જેને લીધે માણસના આખા શરીરમાં એઠન થવા લાગે છે.

જીવવિજ્ઞાન ની શોધ મુજબ કાનખજૂરો જો ઉંદરને કરડી લે તો ૩૦ સેકન્ડમાં તેનું મૃત્યુ થઇ જાય છે અને કહેવામાં આવે છે તેના કરડવાથી આમ તો કોઈ માણસનું મૃત્યુ તો નથી થયું, પણ તેના કરડયા પછી ઉપચાર ન કરવામાં આવે તો માણસ માટે જીવલેણ બની શકે છે.

કાનખજૂરો કરડવાના ઘરગથ્થું ઉપાય

જો કોઈને કાનમાં કાનખજૂરો ઘુસી જાય તો ત્યારે ને ત્યારે પાણીમાં સિંધા મીઠું ભેળવીને કાનમાં નાખવું જોઈએ જેથી તે મરી જાય. જો કોઈ માણસના અંગ સાથે કાનખજૂરો ચોટી જાય તો તરત ખાંડ અને બુરું લઈને તેના મોઢા ઉપર નાખી દેવું જોઈએ આમ કરવાથી તે તરત ભાગી જશે.

જો કોઈને કાનખજૂરો કરડી લે છે તો હળદર, દારુ હળદર અને સિંધા મીઠું ને સરખે ભાગે ભેળવીને વાટીને કપડામાં ગાળીને લઇ લો. પછી ગાયના ઘી માં શેકીને લગાવી લો તેનું ઝેર તરત ખલાશ થઇ જશે.