પાકિસ્તાનને કપિલ દેવનો વળતો પ્રહાર, કહ્યું – પૈસાની અછત છે તો બોર્ડર પર આંતકવાદ ખતમ કરો

કપિલ દેવે પાકિસ્તાનને જોરદાર જવાબ આપતા કહ્યું – તમને પૈસાની અછત છે તો બોર્ડર પર આતંકવાદ ખતમ કરો

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કોરોના વાયરસથી પીડિત ગરીબ લોકોની મદદ માટે ભારત-પાકિસ્તાન શ્રેણી યોજવાની માંગ કરી હતી, જેને કપિલદેવે ફરી એકવાર નકારી કાઢી છે.

નવી દિલ્હી. કોરોના વાયરસ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી શોએબ અખ્તર સતત ભારત-પાકિસ્તાનની મેચ યોજવાની વાત કરી રહ્યા છે, જેથી લોકોને આર્થિક મદદ મળી શકે. જોકે ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ તેમના પ્રસ્તાવ સાથે સહમત નથી. હવે ફરી એકવાર કપિલ દેવે આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કપિલદેવે પાકિસ્તાનને એક સલાહ આપતાં કહ્યું છે કે, જો પૈસાની તંગી હોય તો સરહદ ઉપર આતંકવાદનો અંત લાવો.

આતંકવાદના પૈસા સ્કૂલ બનાવવા માટે ખર્ચ કરો :

કપિલ દેવે ‘સ્પોર્ટ્સ તક’ સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું, ‘ભારત-પાકિસ્તાનની મેચ જરૂરી નથી, બાળકો માટે સ્કૂલે જવું જરૂરી છે. પાકિસ્તાનમાં જો પૈસાની તંગી છે, તો તેમણે પહેલા સરહદ ઉપર ચાલી રહેલા ખેલને બંધ કરવા જોઈએ. તે પૈસામાંથી શાળાઓ બનાવો, હોસ્પિટલો બનાવો. કપિલ દેવે કહ્યું કે, ‘ક્રિકેટ, રમતગમત એ તો ઘણી પછીની વાત છે, મને એ બાળકો પ્રત્યે દયા આવી રહી છે કે જેઓ બિચારા શાળાએ નથી જઈ શકતા. પ્રથમ શાળાઓ અને કોલેજો ખોલવા જોઈએ, ત્યાર પછી રમત શરૂ થતી રહેશે.

મદદ કરવા આગળ આવી ધાર્મિક સંસ્થાઓ :

કપિલદેવે ધાર્મિક સંસ્થાઓ, મંદિર-મસ્જિદ, ગુરુદ્વારો બધાને અપીલ કરતા કહ્યું કે આર્થિક મદદ માટે તેમણે આગળ આવવું જોઈએ. કપિલે કહ્યું, ‘પૈસાની જરૂર છે, તો અમારી પાસે એટલા ધાર્મિક સંગઠનો છે, જેની પાસે ઘણા પૈસા છે. ભક્તો એટલા પૈસા ચડાવે છે, તે પૈસા જાય છે ક્યાં? મને લાગે છે કે ધાર્મિક સંસ્થાઓએ આગળ આવીને મદદ કરવી જોઈએ.

ધાર્મિક સંસ્થાઓ મદદ કરવા આગળ આવે છે

કપિલદેવે તમામ ધાર્મિક સંસ્થાઓ, મંદિર-મસ્જિદો, ગુરુદ્વારોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તેઓએ આર્થિક મદદ માટે આગળ આવવું જોઈએ. કપિલે કહ્યું, ‘જો અમને પૈસાની જરૂર હોય, તો અમારી પાસે ઘણા ધાર્મિક સંગઠનો છે, જેમની પાસે ઘણા પૈસા છે. ભક્તો ખૂબ ફાળો કરે છે, તે પૈસા ક્યાં જાય છે? મને લાગે છે કે ધાર્મિક સંસ્થાઓએ આગળ આવીને મદદ કરવી જોઈએ.

લોકડાઉનમાં આવી રીતે સમય વિતાવે છે કપિલ :

કપિલ દેવે જણાવ્યું છે કે, તેમને લોકડાઉનના પ્રારંભિક તબક્કામાં થોડી સમસ્યાઓ હતી, પરંતુ હવે તેમને સારો અનુભવ થવા લાગ્યો છે. કપિલ દેવે તેની દિનચર્યા વિષે જણાવતા કહ્યું, ‘લોકડાઉનમાં શરૂઆતમાં થોડી સમસ્યા હતી પણ હવે તે આદત બની ગઈ. ગોલ્ફ માટે નેટ બનાવી છે, ત્યાં 100 બોલ હીટ કરું છું. બગીચાની સંભાળ રાખું છું. વર્કઆઉટ છું.

બપોરે એક વાગ્યે ભોજન કરું છું. સફાઈ કરું છું ઘરમાં. બધા પગરખાં કાઢીને પોલિશ પણ કરી દીધા. 30 દિવસમાં એકવાર ઘરની બહાર નીકળ્યો હતો કારણ કે મારો કૂતરો બીમાર થઇ ગયો હતો, તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. આપણે સરકારે બનાવેલી નીતિનું પાલન કરવું જોઈએ.

તેના નવા લુક ઉપર કપિલ દેવે કહ્યું, ધોની મારો હીરો રહ્યો છે અને તેણે 2011 ના વર્લ્ડ કપ પછી તેના વાળ કાપી નાખ્યા હતા. મેં વિચાર્યું કેમ હું પણ એવું કરી લઉં. ઘણા સમયથી વિચારતો હતો. મેં મારી દીકરીને કહ્યું મારા વાળ કાપી દે. કપિલ દેવે સચિનને તેના જન્મદિવસ ઉપર અભિનંદન પણ આપતા કહ્યું હતું કે, જ્યારે સચિન પહેલીવાર પ્રેક્ટિસ કરવા માટે આવ્યો હતો, ત્યારે એવું લાગતું ન હતું કે તે આટલો મોટો ખેલાડી બની જશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.