ભાઈ ના લગ્ન માટે એયરપોર્ટ પર તૈયાર થઇ કરીના કપૂર, વિડીયો થયો વાયરલ

બોલીવુડ સ્ટાર્સ પોતાની ફિલ્મોના શૂટિંગ દરમિયાન આમ તો અલગ અલગ લોકેશન પર તૈયાર થતા હોય છે, પણ મોટે ભાગે એવું થાય છે કે એમને વેનિટી વેન ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં મેકઅપ આર્ટિસ્ટ એમને તૈયાર કરે છે. પણ જો તેઓ કોઈ શૂટિંગ સિવાય કોઈ પબ્લિક પ્લેસ પર તૈયાર થવા લાગે તો? હાલમાં જ કરીના કપૂર ખાન એક એયરપોર્ટ પર લગ્નના ફંક્શન માટે તૈયાર થઈ.

બેબોના તૈયાર થવાનો આ વિડીયો ઇંસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે યોગ્ય બેલેન્સ રાખવાના પ્રયત્નમાં લાગેલી કરીના હાલમાં જ પોતાના પિતરાઈ ભાઈ અરમાન જૈનના રોકાના પ્રસંગ (સગાઈ) માં ભાગ લેવા પહોંચી. સમયની કમી કહો અથવા કરીનાનું શાર્પ પ્લાનિંગ, તે એયરપોર્ટ પર તૈયાર થતી જોવા મળી. એમના મેકઅપ આર્ટિસ્ટ એમને તૈયાર થવામાં મદદ કરતા જોવા મળ્યા.

भाई की शादी के लिए एयरपोर्ट पर तैयार हुईं करीना कपूर, वीडियो वायरल

Posted by Bollywood Ka Khabari on Sunday, December 15, 2019

વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે, કરીના બેંગલુરુ એયરપોર્ટ પર તૈયાર થઈ રહી છે. એક મેકઅપ આર્ટિસ્ટ એમના વાળ સરખા કરી રહ્યો છે, જયારે બીજી આર્ટિસ્ટ એમની સ્કિનટોન મેન્ટેઇન કરી રહી છે. વિડીયોને એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેયર કર્યો છે. કરીના કપૂર ખાને લહેંગો પહેર્યો છે અને તે ઘણી સુંદર દેખાઈ રહી છે. એમના તૈયાર થયા પછીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ગુડ ન્યુઝમાં જોવા મળશે :

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના જલ્દી જ ફિલ્મ ગુડ ન્યુઝમાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના અક્ષય કુમાર સાથે જોવા મળશે. એના સિવાય કિયારા આડવાણી અને દિલજીત દોસાંઝ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મની સ્ટોરી IVF ટેક્નિક અપનાવી રહેલા બે કપલના સ્પર્મ્સમાં થયેલા મિક્સઅપ પછી થયેલા ડ્રામા પર બેઝડ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.