કરીના કપૂર ખાને ‘નેપોટિસ્ટિક સ્ટાર’ આપ્યો આવો જવાબ, કહ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

કરિના કપૂર ખાને છેવટે નેપોટિઝમ ડિબેટ પર પહેલી વખત પોતાની વાત રાખીને જણાવ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇનસાઇડર વર્સિસ આઉટસાઇડરના વિવાદે એક મોટું રૂપ લઈ લીધું છે. આ દરમિયાન ફિલ્મી ઘરોના સ્ટારો પર લોકો સતત પ્રહાર કરી રહ્યા છે. આ નેપોટિઝ્મની ડિબેટમાં હવે કરીના કપૂર ખાનનું પણ નિવેદન સામે આવી ગયું છે. પોતાને નેપોટિસ્ટિક સ્ટારની મહોર મળ્યા પછી બોલીવુડની ગ્લેમરસ કવીન માનવામાં આવતી એક્ટ્રેસ કરીના કપૂર ખાને પહેલીવાર આ વિષયમાં વાત કરી છે.

હાલમાં જ કરીના કપૂર ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવો અને ફિલ્મી સફર વિષે વાત કરી, અને એ પણ જણાવ્યું કે ફિલ્મી પરિવાર સાથે સંબંધ રાખવો તમારી મુશ્કેલીને કેટલી ઓછી કરી દે છે.

કરીના કપૂર ખાને આ વાતચીતમાં જણાવ્યું કે, ફિલ્મ જગતમાં તમે ફક્ત નેપોટિઝ્મના ભરોસે નથી ટકી શકતા. તેમણે કહ્યું કે, આ બાબતના મોટા કારણને જાણ્યા વગર દરેક વ્યક્તિ નેપોટિઝ્મ પર નિશાનો સાધી રહ્યા છે. પત્રકાર બરખા દત્ત સાથે વાત કરતા કરીના કપૂર ખાને કહ્યું, 21 વર્ષ સુધી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું ફક્ત નેપોટિઝ્મને કારણે ટકી શકતે નહિ. તે શક્ય નથી. હું તે સુપરસ્ટારના બાળકોની લાંબી લિસ્ટ બનાવી શકું છું, જે આ નથી કરી શક્યા. કરીનાએ સ્પષ્ટ કહ્યું કે, સ્વાભાવિક છે કે, એક ડોક્ટરનું બાળક પોતાના માતા-પિતાની જેમ જ બનવા ઇચ્છશે.

એટલું જ નહિ કરીના કપૂર ખાને ફિલ્મી દુનિયામાં પોતાના સ્ટ્રગલ પર પણ ખુલીને વાત કરી છે. તેમણે માન્યું કે, કપૂર ખાનદાનમાંથી આવવા પર તેમને પ્રાથમિકતા મળી છે. છતાં પણ પોતાને સાબિત કરવા માટે તેમણે સખત મહેનત પણ કરી છે. કરીનાએ કહ્યું કે, તેમને નથી લાગતું કે તેમણે જે કાંઈ પણ મેળવ્યું છે, તે ફક્ત કપૂર પરિવારનો ટેગ હોવાને કારણે મળ્યું છે.

બેબોએ જણાવ્યું, આ વિચિત્ર લાગી શકે છે પણ કદાચ મારો સંઘર્ષ આ જ છે. મારો સંઘર્ષ તમને એટલો રસપ્રદ નહિ લાગે, જેટલો કોઈ બીજા સ્ટ્રગલરનો લાગશે, જે ખીસામાં 10 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હોય. હા મેં તે સંઘર્ષ નથી કર્યો, પણ તેના માટે દુઃખી નથી થઈ શકતી.

જણાવી દઈએ કે, નેપોટિઝ્મની આ ડિબેટમાં કરીના કપૂર ખાન પહેલા સોનમ કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને રણબીર કપૂરના નામ ખુબ ઉછળ્યા હતા. આ ફિલ્મી કલાકારો પર લોકોએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી નિશાનો સાધ્યો, એ પછી ઘણા સ્ટારે પોતાના ઇંસ્ટાગ્રામના કમેન્ટ સેક્શનના સેટિંગમાં પણ ફેરફાર કરી દીધા હતા.

આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.