કર્ક રાશિમાં આવી રહ્યા છે બુધ, આવનારા 15 દિવસ, આ 5 રાશિઓ માટે છે મુશ્કેલ.

બુધના રાશિ પરિવર્તનના કારણે આ 5 રાશિઓના આવનારા 15 દિવસ છે મુશ્કેલ

બુધ ગ્રહો 2 ઓગસ્ટે મિથુન માંથી કર્ક રાશિમાં પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે. બુધ 17 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેવાનો છે, જેનો અર્થ છે કે આ ભ્રમણની અસર આગામી 15 દિવસ સુધી રહેશે. આમ તો બુધનું આ રાશિ પરિવર્તન ખૂબ જ શુભ મુહૂર્તમાં થવા જઈ રહ્યું છે. પરંતુ જ્યોતિષકાર કરિશ્મા કૌશિક કહે છે કે કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિ વાળા લોકોએ થોડી કાળજી લેવાની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે બુધના આ ભ્રમણથી તમામ 12 રાશિઓ ઉપર કેવી અસર પડશે.

મેષ – મેષ રાશિના ચોથા ગૃહમાં બુધ પરિભ્રમણ કરવા જઈ રહ્યો છે. આ રાશી પરિવર્તન તમારા માટે ખૂબ સારું રહેશે. પૈસા સંબંધિત જે પણ કામ ખરાબ થઈ રહ્યા હતા, તેમાં સુધારો થશે. જમીન, વાહન સંબંધિત જે પણ સમસ્યાઓ અથવા અડચણો આવી રહી હતી, તેમાં પણ સુધારો થશે.

વૃષભ – બુધ વૃષભ રાશિના ત્રીજા ગૃહમાં પરિભ્રમણ કરશે. તમારી શક્તિ વધશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. વેપાર અને નોકરીમાં આવતા અવરોધો દૂર થશે.

મિથુન – મિથુન રાશીમાં અત્યાર સુધી બુધ સાથે રાહુ પરિભ્રમણ કરી રહ્યો હતો. હવે બુધ આ રાશીઓ માંથી બહાર આવીને બીજા ગૃહમાં જઈ રહ્યો છે. આ પરિભ્રમણથી ઘરમાં ચાલતા પરસ્પર તણાવ માંથી છૂટકારો મળશે. વાણી અને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ આ પરિભ્રમણ પછી સુધરી શકે છે.

કર્ક – કર્ક રાશિના લગ્ન ગૃહ એટલે કે પહેલા ગૃહમાં બુધનો પ્રવેશ થવા જઈ રહ્યો છે. કર્ક રાશિવાળાઓને આરોગ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે છે, તેથી આરોગ્યનું ધ્યાન રાખો. ધનલાભના યોગ ઉભા થઇ રહ્યા છે, પરંતુ ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે.

સિંહ – સિંહ રાશિના 12 મા ગૃહમાં પ્રવેશ થશે. આ રાશીમાં પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પણ તમને ઘેરી શકે છે. વિદેશ યાત્રામાં લાભની દ્રષ્ટીએ કરવામાં આવતી યાત્રાઓમાં અડચણ આવી શકે છે.

કન્યા – કન્યા રાશિના 11 માં ગૃહમાં બુધનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ સમય તમારા માટે ખૂબ સારો રહેશે. લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. પૈસા અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ જે ઘણા લાંબા સમયથી તમારા માટે એક મોટી ચિંતા હતી, તે હવે તે દૂર થઈ શકે છે.

તુલા – તુલા રાશિ વાળા લોકોના 10 માં ગૃહમાં બુધ આવી રહ્યો છે. તમારા માટે આ પરિભ્રમણ ખૂબ ફળદાયી છે. નોકરી અને ધંધા સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ રહી છે તે હવે સમાપ્ત થઈ જશે. ઘરના સભ્યો, ખાસ કરીને પિતા સાથે જે અણબનાવ ચાલતો હતો તે દૂર થવાથી ફાયદો થશે.

વૃશ્ચિક – વૃશ્ચિક રાશિમાં 9 મા ગૃહમાં પરિભ્રમણ થવા જઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે સમય સારો રહેશે. થોડી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. દાન કરવાથી સફળતાના પ્રબળ યોગ પણ ઉભા થશે.

ધનું – ધનું રાશિના 8 મા ગૃહમાં બધનું રાશી પરિવર્તન થઇ રહ્યું છે. ધનું રાશિના વ્યક્તિઓ માટે પણ કેટલીક સમસ્યાઓ છે. આરોગ્ય પ્રત્યે બેદરકારી ન રાખશો ઘરના સભ્યોનું આરોગ્ય, ખાસ કરીને વડીલોના આરોગ્ય માટે ગંભીર બનો.

મકર – મકર રાશિવાળા લોકોના 7 મા ગૃહમાં બુધનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. તમારા સંબંધો સારા રહેશે. સબંધીઓ સાથેના સંબંધો સારા રહેશે. વેપારની બાબતોમાં પણ ભાગીદારો સાથેના સંબંધો સુધરશે.

કુંભ – કુંભ રાશિ વાળા લોકોના છઠ્ઠા ગૃહમાં બુધનું પરિભ્રમણ થવા જઈ રહ્યું છે. આગળના 15 દિવસ તમારા માટે થોડો મુશ્કેલ હોઈ શકે છે. આરોગ્ય અંગે સમસ્યાઓ વધી શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. દુશ્મનો ઉપર વર્ચસ્વ રહેશે.

મીન – મીન રાશિના પાંચમા ગૃહમાં બુધ આવી રહ્યો છે. સંતાન તરફથી તમને ઘણા સારા સમાચાર મળી શકે છે. પ્રેમ-સંબંધો વધુ સારા થઈ શકે છે. લાંબા સમયથી કોઈ ખાસ વ્યક્તિની રાહ જોવાનું હવે સમાપ્ત થઈ શકે છે. નવા સગા સબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.