કટી સ્નાન (હીપ બાથ) શું છે? તેનાથી થતા અદ્દભુત ફાયદા જાણી તમે પણ આવીરીતે નાહવા પ્રેરાસો

 

કટી સ્નાન શું છે – કટી નો અર્થ કમર થાય છે. તેથી જયારે કટી સ્નાન કહેવામાં આવે છે તો કમરની નીચેનું સ્નાન ગણી લેવામાં આવે છે. પણ કુદરતી સારવારમાં કટી નો અર્થ કમરની નીચેનો ભાગ ન થઈને નાભીની નીચેનો ભાગ થાય છે. તેથી કટી સ્નાનમાં નાભી થી નીચેથી લઈને જાંઘ સુધીના નીચેના અંગો ધોવામાં આવે છે. આ સ્નાન ને કટી સ્નાન, પેડુ સ્નાન વગેરે નામોથી ઓળખવામાં આવે છે. પેડુ નું આ સ્નાન ઘર્ષણયુક્ત હોવું જરૂરી છે. તેથી આ સ્નાનનું નામ ‘ઘર્ષણ સ્નાન’ છે.

ઘર્ષણ સ્નાન માટે એક લાકડા કે માટીનું વાસણ અથવા કટી સ્નાન માટે એક ટબ ની જરૂરિયાત રહે છે. ટબ ની ઊંડાઈ એટલી હોવી જોઈએ કે તેમાં આરામથી બેસી શકાય અને પાણી નાખીએ તો નભી સુધી પહોચી શકે. આ સ્નાનમાં માત્ર કમરને જ પાણીમાં પલાળીને સ્નાન કરવામાં આવે છે, તેથી તેને કટી સ્નાન કહેવામાં આવે છે. આ ટબની ઊંડાઈ દોઢથી બે ફૂટ હોય છે. આ ટબમાં પીઠના ટેકા માટે સપાટ લંબાઈ હોય છે. આ ટબમાં બેસીને ઘર્ષણ કટી સ્નાન કરવામાં આવે છે.

શું શું જોઈએ : ટબ, નાનું સ્ટુલ, નાનો ટુવાલ, ધાબળો, પાણી.

પાણીનું તાપમાન : કટી સ્નાનમાં ઉપયોગમાં લેવામાં આવતું પાણીનું તાપમાન શરીરના તાપમાન થી ઓછું રહેવું જોઈએ ત્યારે પાણીની અસર શરીર ઉપર પડી શકે. ગરમીના દિવસોમાં પાણી નું તાપમાન 55 ડીગ્રી સેલ્સિયસ અને શિયાળામાં 70 થી 85 ડીગ્રી સેલ્સિયસ રહેવું જોઈએ. ઠંડા પાણીનું તાપમાન વધારવા માટે તેમાં અલગથી ગરમ પાણી ભેળવી દેવું જોઈએ.

કટી સ્નાન કરવાનો સમય : કટી સ્નાનની શરૂઆતમાં પાંચ મીનીટ થી શરુ કરીને રોજ એક એક મિનીટ વધારતા રહીને પંદર મિનીટ સુધી કરી શકાય છે. બાળકો અને નબળા વ્યક્તિઓએ પાંચ મિનિટથી વધુ ન લેવી જોઈએ. સવારે ખાલી પેટ કટી સ્નાન કરવું જોઈએ.

કટી સ્નાન કરવાની રીત : ટબમાં એટલું પાણી ભરો જેમાં કે ટબમાં બેસવાથી પાણી ઉપર નાભી સુધી અને નીચે અડધી જાંઘો સુધી આવી જાય. ટબમાં અડધા સુતેલ અવસ્થા (જેવી રીતે આરામ ખુરશી ઉપર બેસીએ છીએ) માં બેસી જાવ. બન્ને પગ ટબની બહાર ચોકી કે કોઈ ઉંચી વસ્તુ ઉપર મૂકી દો. ધ્યાન રાખશો કે પાણીથી પગ ન પલળે. દાણાવાળા ટુવાલથી પેટ ઉપર જમણી થી ડાબી અર્ધ ગોળાકાર ઘર્ષણ કરો(માલીશ કરો). કટી સ્નાન પછી શરીરમાં ગરમી લાવવા માટે લગભગ 15-20 મિનીટ ચાલવું, કસરત કરો અથવા કમ્બલ ઓઢીને સુઈ જાવ.

કટી સ્નાન ની નીચે વિડીયો જોઈ શકો છો

વિડીયો – 1

વિડીયો – 2