ક્યાં ચમત્કારથી અમિતાએ ઘટાડ્યું 214 કિલો વજન, જાણો

આજના સમયમાં લોકો સૌથી વધુ દુ:ખી પોતાના મોટાપા અને વધતા વજનને લઈને રહે છે. મોટાપો ઓછો કરવા માટે ક્યારે ક્યારે લોકો જીમનો આશરો પણ લે છે, તો ક્યારેક કલાકો યોગા કરતા રહે છે, પરંતુ હાલમાં જ એશિયાની સૌથી જાડી મહિલાએ માત્ર ચાર વર્ષમાં પોતાનું ૨૧૪ કિલો વજન ઓછું કરીને સૌને ચક્તિ કરી દીધા છે. આવો જાણીએ ખરેખર કેવી રીતે.

મોટાપો ઘણી ગંભીર બીમારીઓના સંકેત છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે અમિતા રાજાની. એવું નથી કે અમિતા જન્મથી જ જાડી હતી. તેનું વજન જન્મ વખતે બીજા બાળકોની જેમ માત્ર ૩ કિલો હતું. પરંતુ સમય સાથે સાથે તેનું વજન સતત વધવા લાગ્યું.

અમિતાનું વજન ૧૬ વર્ષની ઉંમરે ૧૨૬ કિલો જેટલું ગયું. ૪ વર્ષ પહેલા સુધી અમિતા લગભગ ૩૦૦ કિલોની હતી. અમિતાના વધી રહેલા વજનનું કારણ ભારત જ નહિ ઇંગ્લેન્ડના મુખ્ય ઈંડોક્રોનોલોજીસ્ટ પણ ન શોધી શક્યા.

અમિતા પોતાના વધી રહેલા વજનને કારણે ઘરની બહાર પણ નીકળી શકતી ન હતી. તેમણે પોતાના રોજીંદા કામ કરવા માટે પણ બીજાની મદદ લેવી પડતી હતી. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. જેને કારણે તેને ઓક્સીજન લગાવવાની જરૂર પડવા લાગી હતી.

અમિતા છેલ્લા ૮ વર્ષથી આ તકલીફ માંથી પસાર થઇ રહી હતી. અમિતાને માત્ર મોટપાની જ તકલીફ ન હતી પરંતુ કોલેસ્ટ્રોલ, ટાઈપ ટુ ડાયાબીટીસ અને શ્વાસની તકલીફ સાથે પણ ઝઝૂમી રહી હતી.

વધતા જતા વજન છતાં પણ અમિતાએ હિંમત અને મહેનતને જાળવી રાખી. તેને કારણે તેને એક દિવસ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આશાનું કિરણ જોવા મળ્યું. આ હોસ્પિટલમાં ડોક્ટર શશાંક શાહએ અમિતાની સર્જરી કરી તેને આ તકલીફમાંથી બહાર કાઢી.

મોટાપાથી અમિતને છુટકારો અપાવવા ડોકટરોએ અમિતાની બે તબક્કામાં સર્જરી કરી. આ સર્જરીને ડોકટરોએ બે તબક્કામાં કરી. મોટાપાથી મુક્તિ મેળવવા માટે પહેલા તેને મેટાબાલીક સર્જરી માંથી પસાર થવું પડ્યું. જયારે બીજી વખત અમિતાની ગેસ્ટીક બાઈપાસ સર્જરી થઇ. આ સર્જરી દરમિયાન અમિતાનું વજન ૧૪૦ કિલો હતું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.