આ વ્યક્તિ છે કેબીસીનો અસલી માસ્ટર માઈન્ડ, અમિતાભ બચ્ચન પણ આમના ઈશારા પર કરે છે કામ

કોન બનેગા કરોડપતિ ટીવીના પોપ્યુલર શોમાંથી એક છે. અને હાલમાં એની 11 મી સીઝન ચાલી રહી છે. આ શો ની દરેક સીઝન ટીઆરપીની ટોપ લિસ્ટમાં રહે છે. અમિતાભ બચ્ચનનો આ શો ને રજુ કરવાનો અંદાજ દરેક સીઝનમાં દર્શકોને બાંધી રાખવામાં સફળ રહે છે.

આ શો એ અત્યાર સુધીમાં ઘણા કન્ટેસ્ટન્ટને રાતોરાત કરોડપતિ બનાવી લીધા છે. અને બિહારના રહેવાવાળા ગૌતમ કુમાર કેબીસીની 11 મી સીઝનના ત્રીજા કરોડપતિ બની ગયા છે. એમના પહેલા આ સીઝનમાં સનોજ રાજ અને બબીતા તાડે એક કરોડ રૂપિયા જીતી ચુક્યા છે. એવામાં આવો તમને એ જણાવીએ કે, આ લોકપ્રિય ગેમ શો કોની દેખરેખમાં થાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ બધાની પાછળ કોન બનેગા કરોડપતિ શો ના નિર્દેશક અરુણ શેષકુમારનું મગજ છે. અરુણે પોતાના કરિયરમાં ઘણા હિટ શો આપ્યા છે. અરુણ રિયાલિટી શો ને હિટ કરાવવામાં કુશળ છે. અરુણે ટીવીની ઓડિયન્સને બીજા બધા શો થી અલગ કન્ટેન્ટ આપ્યા અને તે હિટ પણ રહ્યા.

અરુણના કરિયરમાં ‘સત્યમેવ જયતે’, ‘સચ કા સામના’, ‘ઈંડિયાસ ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા’ જેવા શો શામેલ છે. અને કેબીસી પાછળ પણ એમનું જ મગજ છે.

કોન બનેગા કરોડપતિ અમિતાભના દિલની ઘણું નજીક છે, અને તે શો ના મેકિંગ પર પણ નજર રાખે છે. શો વિષે વાત કરતા અરુણ શેષકુમારે જણાયું કે, અમિતાભ ન ફક્ત આ શો ના હોસ્ટ છે, પણ એના મેકિંગમાં પણ તે સંપૂર્ણ રીતે શામેલ છે. કેબીસીની ટીમ સાથે તે મુલાકાત કરે છે અને દરેક વસ્તુની પહેલા પ્રેક્ટિસ કરે છે.

અરુણે જણાવ્યું કે, હું ઈન્ડસ્ટ્રીમાં 19 વર્ષથી કામ કરી રહ્યો છું, અને આ દરમ્યાન મેં ઘણા શો માં કામ કર્યું છે. પણ જયારે પણ હું કેબીસીના સેટ પર આવું છું તો 15 મિનિટની અંદર નર્વસ થવા લાગુ છું. આટલા અનુભવ પછી આવું નહિ થવું જોઈએ પણ આ અનુભવ શાનદાર છે. અરુણ શેષકુમારના મગજની કરામત આ શો ને પોપ્યુલર બનાવી રાખે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.