કેદાર રુદ્રનાથ મંદિર : ભગવાન શિવના મુખની પૂજા અહીં અને બાકીના ભાગની પૂજા નેપાળમાં.

ભારતનું એક એવું મંદિર જ્યાં ફક્ત ભગવાન શિવના મુખની પૂજા થાય છે, બાકીના ભાગની પૂજા થાય છે નેપાળમાં

ભારત દેશના દરેક ખૂણામાં ભગવાન શિવજીના મંદિરો આવેલા છે, જ્યાં શ્રદ્ધાળુઓ દરરોજ મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરવા આવે છે, સનાતન ધર્મમાં ભગવાન શિવજીને એક મુખ્ય દેવતા માનવામાં આવે છે, ભગવાન શિવજી દેવોના દેવ છે. અને તેને વિનાશના દેવતા કહેવામાં આવે છે, દેશભરમાં ઘણા ધાર્મિક સ્થળો એવા છે, જ્યાં ભગવાન શિવજીના સાક્ષાત દર્શન થાય તેવું લાગે છે.

આજે અમે તમને ભગવાન શિવજીના એક એવા પ્રાચીન મંદિર વિશે જણાવીશું. જે મંદિરની અંદર ભગવાન શિવજીના માત્ર મુખની પૂજા કરવામાં આવે છે અને તેના બાકીના શરીરનો ભાગ નેપાળમાં છે, જ્યાં તેમના બાકીના શરીરના ભાગની પૂજા કરવામાં આવે છે.

અમે તમને ભગવાન શિવજીના મંદિર વિશે જણાવીશું, આ મંદિર ઉત્તરાખંડની પહાડીઓમાં આવેલું છે, જે ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે, ઉત્તરાખંડ રાજ્ય આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. તે આખી દુનિયામાં દેવ ભૂમિના નામથી પણ તે જાણીતું છે, અહિયાં ભગવાન ભોલેનાથનું એક પ્રાચીન મંદિર છે, જેને “કેદાર રૂદ્રનાથ મંદિર” તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે, રુદ્રનાથ મંદિર સમુદ્ર કાંઠાથી આશરે 36૦૦ મીટરની ઊંચાઈ ઉપર બનેલુ છે, આ મંદિરની અંદર ભગવાન શિવજીના આખા શરીરની નહિ પરંતુ માત્ર તેના મુખની પૂજા કરવામાં આવે છે અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ભગવાન ભોલેનાથના મુખ સિવાય શરીરના બાકીના ભાગ નેપાળના કાઠમાંડુમાં છે, જ્યાં તેની લોકો પૂજા કરે છે.

ભગવાન શિવજીનું રૂદ્રનાથ મંદિર અન્ય શિવજીના મંદિરોથી સંપૂર્ણપણે અલગ હોવાનું કહેવામાં આવે છે, કારણ કે શિવજીના બાકીના મંદિરોમાં શિવલિંગની પૂજા થાય છે, પરંતુ આ મંદિરની અંદર લોકો ફક્ત તેમના મુખની પૂજા કરે છે, ભગવાન શિવજીના મુખને લોકો “નીલકંઠ મહાદેવ” ના નામથી પણ ઓળખે છે.

આ મંદિરની પાસે વિશાળ કુદરતી ગુફાની અંદર બનેલા મંદિરમાં ભગવાન શિવજીની દુર્લભ પથ્થરની મૂર્તિના દર્શન કરી શકાય છે, અહીંયા ભગવાન શિવજીના મુખની આ મૂર્તિ આવેલી છે તેની ગરદન વાંકી છે, એવું કહેવામાં આવે છે કે ભોલેનાથની આ મૂર્તિ સ્વયંભુ છે. આજ સુધી આટલી ઊંડાણપૂર્વક કોઈને ખબર નથી મળી શકી, તેની નજીકમાં વૈતરણી કુંડમાં વિષ્ણુજીના દર્શન કરી શકાય છે.

ભગવાન શિવજીના આ પ્રાચીન મંદિરની યાત્રા ઐતિહાસિક સ્થળ ગોપેશ્વરથી શરૂ થાય છે, તમે અહીંયા પ્રાચીન ગોપીનાથ મંદિરના દર્શન પણ કરી શકો છો, જો શ્રદ્ધાળુઓ અહિયાં આવે છે તે અહીંયા પવિત્ર લોહ ત્રિશુલના દર્શન જરૂર કરે છે, ત્યાર પછી ભક્તો પગપાળા પ્રવાસ કરે છે, સગર ગામથી લગભગ 4 કિ.મી.ના ચડાણ કર્યા પછી મુખ્ય યાત્રા શરૂ થઇ જાય છે.

ત્યાર પછી પુંગ બુગ્યાલ અને ચડાણો પાર કરવાના હોય છે, ત્યારે પિત્રધાર નામનું સ્થાન આવે છે, જ્યાં ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીજી સાથે નારાયણ મંદિર આવેલું છે, પિત્રધાર ભક્તો પહોંચે છે ત્યારે તેના ચડાણનો અંત આવી જાય છે, ત્યાર પછી 10 થી 11 કિલોમીટર ચાલ્યા પછી, રૂદ્રનાથ મંદિરના દર્શન ભક્તો કરે છે.

જો તમે ભગવાન શિવજીના રૂદ્રનાથ મંદિર જવા માગો છો, તો તેના માટે તમારે સૌથી પહેલા ઋષિકેશ જવું પડશે, ઋષિકેશથી આશરે 212 કિ.મી.ના અંતરે રુદ્રનાથ મંદિર આવેલું છે, તમે અહીંયા પહોંચવા માટે રેલ, બસ અને હવાઈ સેવાનો ઉપયોગ કરી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.