કેન્સરથી લડી રહેલા પિતાના સપનાને દીકરીએ કર્યું પૂરું, પાસ કરી IASની પરીક્ષા.

મનુષ્યની જિંદગી કયારે ક્યાં વળાંક લે છે તે કહી શકાય નહિ. બધાનો એક સમય આવે છે અને સાચા મનથી કરેલી મહેનત બેકાર જતી નથી. હાલમાં UPSE 2019 નું પરિણામ બહાર પડેલું છે. જેમાં દેશના કેટલાક છોકરાઓએ પરીક્ષામાં બાજી મારીને IAS ની પરીક્ષા ક્લિયર કરી છે. એમના આ રિજલ્ટથી પરિવાર, પાડોશી અને સગાવહાલા બધાં ખુશ છે, પણ તેની પાછળ તેમની સખત મહેનત વધારે વખાણવા લાયક છે. આજ વિજેતાઓ માંથી એક આવી છોકરી પણ રહી છે. જેની વાર્તા હૃદય સ્પર્શી જાય તેવી છે. કેન્સરથી લડી રહેલા પિતાની ઈચ્છા અને આ છોકરી
તેના પિતાની મહેનતને બેકાર નથી જવા દીઘી.

કેન્સરથી લડી રહેલા પિતાની ઈચ્છા દીકરીએ પૂરી કરી.

પંજાબના મોગા ગામની રહેવાસી રિતિકાએ IAS ની પરીક્ષા પાસ કરીને દેશભરમાં 88 મોં રેન્કની પ્રાપ્ત કરેલ છે. એમણે આ ઉપલબ્ધી ત્યારે હાંસલ કરી જયારે તેમના પિતા લુધિયાણાની એક હોસ્પિટલમાં કેન્સરની બીમારીથી લડી રહેલા છે. ખરેખરમાં જયારે રિતિકા IAS ની પરીક્ષા પાસ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી હતી, ત્યારે તેમને ખબર મળી કે તેમના પિતાને ફરી એક વાર કેન્સર થયું છે અને તોપણ રિતિકાએ તેના મનોબળને તૂટવા દીધું નહિ અને તૈયારીમાં પહેલાથી વધારે લાગી ગઈ. જેનું ફળ અવે એની પરીક્ષામાં સારો રેન્ક પ્રાપ્ત કરીને મળ્યો છે.

પરિક્ષાની તૈયારીમાં મદદ કરવાવાળા ખાનગી શૈક્ષણિક સંસ્થાના એ.કે.યાદયએ બતાવ્યુંકે રિતિકાને હંમેશા સફળતા હાંસલ કરવાની એક અલગ ચાહત હતી અને આ બાબત તેની મહેનતમાં પણ દેખાતું હતું. તે દિવસ-રાત પણ જોતી ન હતી. બસ ભણવાનું જ તેનું કામ હતું અને દુનિયાની બધી વસ્તુથી પોતાને દૂર કરતી હતી.

રિતિકાએ 12 માં ધોરણમાં CBSE પરીક્ષામાં ટોપ કરેલું હતું અને સ્નાતકનું ભણતર દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજથી કોમર્સ વિષયની સાથે કર્યુ હતું. અહીં પણ રિતિકા ટોપર જ રહી અને અમને કોલેજના સારા પ્લેસમેન્ટને પણ હરાવી દીધી કારણ કે તેનો નિર્ણય હતો કે તે UPSE ક્લિયર કરશે. રિતિકાના પિતાએ પણ એવું સ્વપન જોયું હતું અને તેને કોઈ પણ સંજોગોમાં પૂરું કરવા માંગતી હતી. ગ્રેજ્યુએશનની તૈયારી પછી શરૂઆત કરી અને સફળતા હાંસલ કરી. પરંતુ પહેલી વાર અસફળ રહી પણ બીજી વારમાં 88મોં રેન્ક લાવીને પોતાના કલાસીસનું પણ માન-સમ્માન વધારી દીધું.

પિતાની સૌથી નજીક રહેલી છે રિતિકા :-

જયારે રિતિકાને તેમની સફળતાનો યશ કોને આપશો ત્યારે અમને અચકાયા વગર તેમના પિતાનું નામ કહ્યું. રિતિકા તેમના પિતાન ખુબ નજીક રહેલી છે અને તે એક માધ્યમ વર્ગમાં રહે છે. તેમ છતાં તેના લક્ષ્ય પર પહોંચી ગઈ છે. રિતિકના કહેવા મુજબ તેમના પિતાએ આ વાતનો અહેસાસ થવા દીધો નહીં કે તેમની પાસે વધારે પૈસા નથી તેમના પિતાએ તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું અને હવે તે પોતાના પિતાનો સારામાં સારો ઈલાજ કરાવશે. જય હિન્દ…

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.