કેટલું ભણેલા છે સોનુ સૂદ? શું કરતી હતી તેમની માં? જાણો સોનુ સૂદના જીવનની અજાણી વાતો વિષે.

સોનુ સૂદની માતા શું કામ કરતી હતી? સોનુ સૂદ ક્યાં સુધી ભણેલા છે? જાણો સોનુ સૂદના જીવનની ના સાંભળેલી વાતો.

પરપ્રાંતિય મજૂરોના તારણહાર બનેલા સોનુ સૂદ આ દિવસોમાં ઇન્ટરનેટ ઉપર ખૂબ જ લોકપ્રિય છે. ટ્વિટર ઉપર મદદ માંગતા દરેક વ્યક્તિને મદદ કરી રહ્યા છે. લોકડાઉન શરૂ થતાની સાથે જ ઘણા કામદારો પગપાળા તેમના ઘરે જઈ રહ્યા હતા. સોનુએ તેમના માટે બસ શરૂ કરી. તેમને સલામત અને નિરાંતે ઘરે પહોચાડ્યા. આવી સ્થિતિમાં, આજે અમે તમને તેના અંગત જીવનથી માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

પંજાબકા મુંડા

સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગામાં થયો હતો. તેની માતા કોલેજમાં પ્રોફેસર હતી. સોનુએ 1996 માં સોનાલી સૂદ સાથે લગ્ન કર્યા હતા. તેનાથી તેમને બે બાળકો ઇશાંત અને અયાન થયા. તે પહેલાં એક મોડેલ હતા પરંતુ હવે તે નિર્માતા પણ છે.

અહિયાથી કર્યું એન્જીનીયરીંગ

સોનુ એક એન્જિનિયર છે. તેમણે પોતાની એન્જીનીયરીંગનો અભ્યાસ નાગપુરના યશવંતરાવ ચૌહાણ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (YCCE)) થી કર્યું છે. સોનુ ભલે અભિનેતા બની ગયો હોય પણ તેને આજે પોતાના એન્જિનિયર હોવા ઉપર ગર્વ છે. તેથી તેણે તેના ટ્વિટરના અબાઉટ પણ સેક્શનમાં લખ્યું છે – “Engineer/actor/producer from Moga”

માતાની નજીક હતા

સોનુ તેની માતા સરોજ સૂદની ખૂબ નજીક હતો. દુર્ભાગ્યવશ તેની માતા હવે આ દુનિયામાં રહ્યા નથી. એકવાર ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે મારી માતા કોલેજમાં પ્રોફેસર હતી. મારી શાળાના ઘણા શિક્ષકોને મારી માતાએ જ ભણાવ્યા હતા. તેઓ તેમને સારી રીતે ઓળખતા હતા. તેથી જ્યારે પણ હું તોફાન કરતો હતો, ત્યારે તે કહેતા હતા કે તમારી માતા પ્રોફેસર છે અને તમે ખૂબ તોફાન કરો છો.

સ્કુલમાં હતો માતાનો ડર

જ્યારે પણ સોનુ તેની સ્કૂલની જિંદગીમાં મસ્તી અને તોફાન કરતો હતો, ત્યારે તેને એક જ ડર રહેતો હતો કે કદાચ મારી માતાને આ વાતની ખબર ન પડી જાય. સોનુ કહે છે કે મારી માતા ઘણા કડક સ્વભાવના હતા. જો કે, શિક્ષકો સોનુને પસંદ કરતા હતા, તેથી તેઓ તેની માતાને ફરિયાદ કરતા ન હતા.

કોલેજમાં બની ગયા હતા શરીફ

ડી.એમ.કોલેજમાં પ્રવેશ મેળવનાર સોનુ તેની માતા તે કોલેજના અંગ્રેજીના પ્રોફેસર હતા. તેથી સોનુ ધારે તો પણ કોઈ મસ્તી કરી શકતો નથી. તે કોલેજમાં માત્ર શરીફ બનીને જ રહેતો હતો. અહીંયાથી ભણતર પૂરું કર્યા પછી સોનુ ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા નાગપુર ગયો હતો.

જ્યારે પ્રથમ વખત ગયો ઘરેથી દૂર

એન્જિનિયરિંગ દરમિયાન સોનુ પ્રથમ વખત ઘરેથી દુર ગયો હતો. તે દરમિયાન માતાએ કહ્યું હતું કે 4 વર્ષનો અભ્યાસક્રમ છે, અમે રાહ જોઈશું કે તે ઝડપથી પસાર થઇ જાય. તે દરમિયાન સોનુએ એન્જિનિયરિંગ સાથે મોડેલિંગ પણ શરૂ કરી દીધું હતું. જ્યારે પહેલી વખત તેણે ઘરવાળાને કહ્યું કે તે અભિનેતા બનવા માંગે છે, ત્યારે તેને પરિવારના સભ્યોનો સંપૂર્ણ ટેકો મળ્યો. જ્યારે સોનુ એક્ટર બનવા માટે મુંબઇ ગયો હતો, ત્યારે તેની માતાએ કહ્યું હતું કે જઇ રહ્યો છો, તો એક્ટર બનીને જ પાછો ફરજે.

માતાના પત્રોથી મળતી હતી પ્રેરણા

સોનુ જ્યારે મુંબઇ આવ્યો ત્યારે તેને કોઈ ઓળખતું ન હતું. કામ પણ સરળતાથી મળતું ન હતું. આનાથી સોનુનો આત્મવિશ્વાસ ઓછો થતો જતો હતો. આવી સ્થિતિમાં તે તેની માતાના પત્રોમાં કવિતા વાંચી પ્રેરણા મેળવતો હતો. સોનુએ એક વાર તેની માતાને કહ્યું હતું કે હવે તો પત્ર લખવાની ફેશન નથી, તો પછી તમે કેમ લખો છો? આપણે રોજ ફોન ઉપર વાત તો કરીએ છીએ. પછી માતાએ જવાબ આપતા કહ્યું કે આ પત્રો તને હંમેશાં મારી યાદ અપાવશે. જ્યારે પણ તું ડીમોટીવેટ હોય ત્યારે તે તને પ્રેરણા આપશે. સોનુએ આજે પણ આ પત્રો સંભાળીને રાખ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.