ખાંસી, કફને દુર કરવાનો રામબાણ ઘરેલું ઉપચાર.

ખાસી માટે ઘરેલું નુસખા , ખાંસીની દવા અને ઉપચાર જે ખુબ ઉપયોગી થશે, પરિણામ પણ ઝડપી મળશે અને એલોપેથીક દવા જેવી આડઅસર થી બચી જશો.

ખાંસી આમ તો કોઈ એવી ગંભીર સમસ્યા નથી જેનાથી ગભરાઈ જવાય. છતાં પણ તેને ધ્યાન બહાર કરવી યોગ્ય નથી. આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ વગેરેમાં આવી તમામ રીતો અને દવાઓ છે, જેનાથી ખાંસી પર નિયંત્રણ કરી શકાય છે.

શું છે ખાંસી :-

આ એક એવી સમસ્યા છે કે જે ફેફસા, શ્વાસની નળી અથવા ગળામાં ઇન્ફેક્શનને કારણે થાય છે. જેને મોટી ખાંસી આવે છે અને અટકવાનું નામ નથી લેતી. આવા લોકોને શ્વાસ અથવા દમ જેવી તકલીફ થઇ શકે છે, લિવર, પેક્રીયાઝ, સ્પ્લેન અને સિગ્માયડ કોલનની ઇન્ફ્લેમેટરી કંડિશનના કારણે પણ ખાંસી જેવી તકલીફ થાય છે.

કેટલાક લોકો માને છે કે ખાંસી મોઢું અથવા નાકની બિમારીને કારણે જ થાય છે, એવી વિચારસરણી સંપૂર્ણ રીતે ખોટી છે.

વિશેષ હોવાના કારણો :-

આમ તો ખાંસી થવાના અનેક કારણો હોઈ શકે, પરંતુ નિચે આપવામાં આવેલા કેટલાક મુખ્ય કારણો છે. જેનાથી આ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે :-

1) હવામાનમાં અચાનક ફેરફાર થવાને કારણે

2) અચાનક ગરમ અને ઠંડા ખોરાક ખાવાથી

3) ઠંડીની ઋતુમાં કેળા અથવા દહીં ખાવાને કારણે

4) વાયરલ ચેપને કારણે

5) એલર્જી થવાને કારણે પણ ખાંસી થાય છે.

6) દમના દર્દીઓને પણ ખાંસીની ફરિયાદ થઇ શકે છે.

7) ગળામાં ઇન્ફેક્શન, ટોન્સિલાઇટિસ, ફેરેનજાઇટિસ, બ્રૉન્કાઇટિસ, ફેફસાનું ઇન્ફેક્શન, નિમોનિયા, હૃદયરોગ

બીજા કારણોથી પણ ખાંસી થઇ શકે છે.

8) ઘણીવાર એસીડીટીને કારણે પણ ખાંસી થાય છે, કારણ કે પેટમાં બનેલા એસીડ ઉપર ચડીને શ્વાસ નળીમાં જતો રહે છે. આ કેસમાં એસીડની સારવાર જરૂરી છે, નહી કે ખાંસીની.

9) હ્રદયનો ડાબો ભાગ મોટો થઇ જાય કે ફેફસાની નસોનું દબાણ વધી જાય તો પણ ખાંસી આવે છે. તે હ્રદયનો અસ્થમા કહેવામાં આવે છે.

ખાંસીના પ્રકાર અને ઉપચાર :-

સામાન્ય ખાંસી, સૂકી ખાંસી (સુકો કફ), ગળફા વાળી ખાંસી, કાળી ખાંસી અને દમથી ઉભી થતી ખાંસી.

ખાંસીની દવા અને તેની સારવાર :-

ગળાની ખરાસ અથવા થવાથી તેની તુરંત સારવાર કરવામાં આવે તો થોડા જ દિવસોમાં ઠીક થઇ શકે છે. નીચે આપવામાં આવેલા ખાંસીના ઘરેલું નુસખાનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મળી શકે છે.

1) દૂધ અને હળદર :- રાત્રે સૂવાના સમય પહેલા થોડા ગરમ દૂધમાં 1/2 ચમચી ઘી અને 1/3 ચમચી હળદર સાથે ભેળવીને પીવાથી ઘણા લાભ મળે છે.

2) આદુ અને ગોળ :– આદુને નીચોવીને 1/2 ચમચી તેનો રસ કાઢી લો અને તેને ગોળ સાથે ભેળવીને દિવસમાં 2 વખત લો. ગોળ જામેલી ખાંસીને બહાર નીકળવામાં મદદ કરે છે.

3) લવિંગ :- જો રાતના સૂવાના સમયે ખાંસીની વધારે પડતી તકલીફ થાય, તો લવિંગને લઈને મોઢામાં રાખો, ધીમે ધીમે ચાવો, આમ કરવાથી ખાંસી બંધ થઇ જાય છે.

4) હળદર, ઘી, આદુ અને ખાંડ :- તેનું મિશ્રણ બનાવીને ગરમ થવા માટે ગેસ ઉપર ધીમાં તાપે ચડવા દો. હવે તેમાં 1 ચમચી ઘી નાખો અને આદુનો એક નાનો ટુકડો, 1/2 ચમચી હળદરનું ચૂર્ણ અને 1/2 ચમચી ચમચી ખાંડ નાખીને 3 મિનિટ સુધી તેને પકાવો. હવે તેને ઉતારીને થોડું ઠંડું થવા દો અને પછી તેને બધું ખાઈ જવું. આ પ્રક્રિયાને અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત પુનરાવર્તિત કરો.

5) તુલસીની ચા :- થોડા તુલસીના પાંદડાઓ તોડીને તેને ઉકળતા દૂધ માંથી બનાવેલી ચા માં નાખીને, 2 મિનિટ સુધી બોઇલ કરો અને ગરમા ગરમ પીવો. દિવસમાં 2-3 વાર પીવથી ઘણો લાભ મળે છે.

6) તજ અને મધ :– ¼ ચમચી તજ પાવડરને 1/2 ચમચી શુદ્ધ મધમાં પલાળીને દિવસમાં એક વખત પીવો. તેનાથી પણ સુકી ખાંસીમાં લાભ મળે છે.

7) તુલસીના પાંદડા અને મધ :- આ એક આયુર્વેદિક સારવાર છે. જેનાથી ખાંસી દુર થઇ જાય છે. તેના માટે તમે થોડા તુલસીના પાંદડાઓ સાફ કરી લો અને 1 ચમચી મધમાં ભેળવીને બધું ખાઈ જાવ. તેને નિયમિત રીતે ઓછામાં ઓછા 5 દિવસ સુધી ખાધા પછી ઘણે અંશે રાહત અનુભવશો.

8) દૂધ અને મધ – રાતના સો સુતા પહેલા હળવા ગરમ દૂધમાં 2 ચમચી મધ ભેળવીને પીવો. કરો તેને સતત 5 થી 7 દિવસ સુધી પીવો અને ફરક જુઓ.

10) ગ્રિલિન્ક્ટસ દવા – તે ઉપરાંત ગ્રિલિન્ટુસ દવા પણ ઉપયોગ કરી શકો છો

સુકી ખાંસી માટે ઘરેલું નુસખા. :-

1) સિંધા મીઠુંના નાના એવા ગાંગડાને આગ ઉપર મૂકીને ગરમ કરો અનમે એક વાટકી પાણીમાં નાખીને ઓલવી લો. એવું પાંચ વખત કરીને એ પાણી પી લો. દિવસમાં બે વાર કરો.

2) તુલસી, કાળા મરી અને આદુ માંથી બનાવેલી રાબ પીવો.

3) દેશી ઘી માંથી બનેલા બેસનને પાતળો પાતળો ગરમ હલવો ખાવ.

4) અડધી ચમચી આદુના રસમાં મધને ભેળવી લો. મધ જરૂરિયાત મુજબ લઇ શકો છો.

5) જેઠીમધના નાના એવા ટુકડા લઇને ધીમે ધીમે ચૂસો. દિવસમાં જ્યારે ખાંસી આવે ત્યારે કરો.

6) મીઠાના પાણીના કોગળા કરવા અને તે ગરમ ગ્લાસથી ગળાને શેક કરવાથી લાભ થાય છે.

7) દિવસમાં બે વાર હુફાળા દૂધના કોગળા કરો. કોગળા કરીને પછી દૂધ ફેંકી દેવું.

8) રાત્રે ગરમ ચા અથવા દૂધ સાથે અડધી ચમચી હરડે ફાંકી લો.

ગળફા વાળી ખાંસીની દવા :-

1) ચાર દાણા કાળા મરી ઘી માં શેકીને સવારે, બપોરે અને સાંજે લો.

2) દિવસમાં ભોજન કર્યા પછી એક કપ ગરમ પાણી પી લો. તો ગળામાં ચિકાસ નહિ જામે .

3) ચાર દાણા કાળા મરી, એક ચમચી ખસખસના દાણાં અને ચાર દાણાં લવિંગને ગોળમાં ભેળવી ને ગરમ કરો. તેના ત્રણ ભાગ કરો. દિવસમાં ત્રણ વાર લો.

4) સવારે ઉઠીને ખાલી પેટ ગરમ પાણીમાં ફટકડી પાવડર નાખીને કોગળા કરો.

5) રાત્રે સૂતા પહેલા એક પતાશામાં કાળા મરીનો એક દાણો નાખીને ખાઈ લો.

6) તુલસીના પાંચ પાંદડા, લવિંગના ત્રણ નંગ, આદુ અને થોડી ગળો અને ચાર દાણા કાળા મરીને અડધી વાટકી પાણીમાં ઉકાળી લો. હુવાળું થયા પછી બે ચમચી મધ ભળવીને પી લો.

7) સાતથી દસ તુલસીનાં પાંદડાઓનો રસ લો અને તેમાં મધ ભેળવીને ચાટો. તુલસીના પાંદડાની ચા બનાવી લો.

8) શું નાની પીપરી, કાળા મરી, સુંઠ અને જેઠીમધને સરખા પ્રમાણમાં લઇને ચૂર્ણ બનાવીને મૂકી દો. પા ચમચી મધ સાથે દિવસમાં બે વખત ચાટો.

9) સાંજના સમયે પા ચમચી હળદરને ગરમ કરીને તેમાં મધ નાખી લો. તેના પછી એક કલાક સુધી પાણી ન પીવો. આવું ત્રણ-ચાર દિવસ સુધી કરી શકો છો.

10) બાળકોને ખાંસી હોય, તો પા વાટકા પાણીમાં પાનના 5 પાંદડા અને થોડો અજમો નાખીને ઉકાળવું. પાણી અડધુ રહે ત્યારે પાંદડા ફેંકી દો. પાણીમાં ચપટી ભરી કાળા મરી અને મધ ભેળવીને રાખી દો. તેમાંથી દિવસમાં બે-ત્રણ વાર પિવરાવો.

11) વેક્સ, નીલગીરીનું તેલ, યુકેલીપ્ટીસનું તેલ કે મેથોલ ઓઈલને ગરમ પાણીમાં નાખીને તેની વરાળ દિવસમાં બે-ત્રણ વખત લો.

જુકામ, તાવ સાથે ખાંસી :-

1) તુલસીનાં પાંદડાની ચા પીવો.

2) એક તોલુ કલોંજી(શાહજીરું) શેકીને ગોળમાં ભેળવી લો.

3) નાગવલ્લભ રસની એક ગોળી પાનના પાંદડામાં લપેટી લો. દિવસમાં ત્રણ વાર લો.

4) કફકેતુ રસની એક ગોળીને અડધી ચમચી આદુના રસ સાથે દિવસમાં બે વાર લો.

5) એક તોલા લીમડાની છાલ, બે નાના ટુકડા ગળો, ચાર દાણા કાળા મરી, બે નંગ નાની પીપરી અને બીજ વગરના મુનક્કાને વાટીને ઝીણું કરી લો. ગુલાબ જળ સાથે ઘૂંટીને ગોળી બનાવી લો. એક ગોળી દિવસમાં બે-ત્રણ વખત ગરમ પાણી સાથે ફાંકો.

ગભરામણ વાળી ખાંસી :-

1) મીઠાના પાણીના કોગળા કરી અને તે જ ગરમ ગ્લાસથી ગળાને શેકવાથી લાભ થાય છે.

2) તુલસી, કાળા મરી અને આદુથી બનાવેલી રાબ પીવો.

3) સરસીયાના તેલને ગરમ કરીને રાત્રે છાતી ઉપર ઘસો. ત્યાર પછી રૂ અથવા ગરમ કાપડ છાતી ઉપર રાખી દો.

ખાંસીના ઘેરલુ ઉપાય અને દવા સાથે – સાથે અપણે યોગના અમુક આસનો કરીને ખાંસીની સમસ્યા માંથી છૂટકારો મેળવી શકીએ છીએ.

યોગ

1) કુંજલ ક્રિયા, તડાસન, મહાવીરાસન, પવનમુકતાસન, ભૂજંગાસન અને મંડુકાસન કરો.

૨) અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ કરો. પ્રાણાયામ ધીમે ધીમે કરવા. લાંબા અને ઊંડા શ્વાસ લેવા.

૩) ખાંસી જો જુકામ અને તાવની સાથે હોય તો બીજા યોગીક અભ્યાસ ન કરો. માત્ર ઊંડા શ્વાસ લો. ઉજ્જયી પ્રાણાયામ કરો.

સૂચના :-

ખાંસીના ઘેરલુ ઉપાય અને દવા સાથે સાથે આપણે કંઈક પરેજી પાળવી પણ જરૂરી છે.

આ ન ખાવય (પરેજી) :-

1) કોલ્ડ ડ્રિંક, ઠંડુ પાણી અને દહીંના ઉપયોગથી દુર રહો.

૨) ફ્રિજમાં રાખેલી વસ્તુઓ અને ચૉકલેટ ન ખાઓ.

૩) અચાનક ગરમ વસ્તુ ખાઈને ઠંડુ પાણી ન પીવો.

૪) તળેલી-શેકેલી અને ખાટી વસ્તુ, સોસ, સીરકા, અથાણું, અરેબી, ભીંડી, રાજમા, અડદ કી દાળ, ખાટા ફળ અને કેળાં ન લો.

આ ખાવય :-

1) હુંફાળું પાણી પીવો.

૨) તુલસી અને આદુની ચા લઇ શકો છો.

૩) દૂધમાં સુંઠ કે હળદર નાખીને પીવો.

૪) મધ, સુકી દ્રાક્ષ, સુકી નાની દ્રાક્ષ લો. શુગર વાળા એક-બે અંજીર વાળીને લઇ લો.