આ જ્યુસ જેવી દવા ખાંસી ને કરી દેશે મૂળમાંથી દુર જરૂર જાણો ખાંસી નો ઈલાજ તમારા નાના બાળકો પણ હોંશે હોંશે પીસે.

જ્યારે પણ આપણને ફ્લુ કે ખાંસી થાય છે તો આપણે તરત જ કોઈ દવાઓ અને સીરપ શોધવા લાગીએ છીએ. પણ આજે અમે તમારા માટે એવી ઔષધી લઈને આવ્યા છીએ જે ખાંસીની સીરપ કરતા 5 ગણી વધુ અસરકારક છે.
શોધથી ખબર પડી કે અનાનસનો રસ, anti-inflammatory ગુણો સાથે ભરપુર છે અને તેમાં એંજાઈમ bromelain પણ મળી આવે છે જે સંક્રમણના ઉપચારમાં મદદ કરે છે અને જીવાણુંઓનો નાશ કરે છે.

અનાનસના રસમાં મેંગનિજ નું પ્રમાણ વધુ પ્રમાણમાં મળી આવે છે ઉતકો અને હાડકાની મજબુતાઈ માટે ખુબ મહત્વનું કામ કરે છે તે ઉપરાંત મેંગનિજ ચરબી અને કાર્બોહાઈડ્રેટ ને પચાવવામાં મહત્વપૂર્ણ છે.

Bromelain માં સોજો ઓછો કરવાની શક્તિ છે, તે ગઠીયા જેવી સ્થિતિઓમાં પણ ઉપયોગી છે. આ સિદ્ધાંતને સોજો અને નાકની સર્જરી કે ઘા ને લીધે સાયનસ ના સોજાના ઉપચાર દરમિયાન એક જર્મન ડોક્ટર દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે.

બજારમાં અનાનસનું જ્યુસ સરળતાથી મળી જાય છે તમે તેને ઘેર બનાવશો તો વધુ ફાયદાકારક રહેશે.

ખાંસી માટે અનાનસનું જ્યુસ તૈયાર કરવાની સામગ્રી :

* 1 કપ તાજા અનાનસનું જ્યુસ

* 1 મોટી ચમચી કુદરતી મધ

* 1 ટુકડો આદુ 3 ઇંચ

* 1/2 નાની ચમચી લાલ મરચું

* 1 ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત :

બધી વસ્તુને મીક્ષરમાં નાખીને સારી રીતે જ્યુસ બનાવી લો તમે ઈચ્છો તો સ્વાદ માટે 2-4 ફુદીનાના પાંદડા પણ નાખી શકો છો. તમારી ઔષધી તૈયાર છે તેને દિવસમાં ૩-4 વાર 1/4 કપ ઉપયોગ કરો ફાયદો થશે. (બને તેટલું તાજું જ પીવું)

ખાસ ધ્યાન રાખો ખાંસી વધુ ટાઈમ રહે મટતી નાં હોય તો તાત્કાલિક સરકારી દવાખાને થુંક(ગળફા) નો રીપોર્ટ કરાવો જે ફ્રી માં કે ઘણા સસ્તા દરે થાય છે અને રીપોર્ટ પરથી સાચું કારણ જાણી શકશો એટલે ક્યારેય લાંબા સમય સુધી રહેતી ખાંસી ને ઇગ્નોર નાં કરો.