ખાવાનું પચાવે છે આ ૭ વસ્તુ, પણ આ ૪ વસ્તુનું રાખો ધ્યાન અને એસીડીટી, ગેસ, કબજિયાત થી બચો

અનિયમિત જીવનધોરણ અને ખાવા પીવાની ખોટી ટેવોને કારણે ડાઈજેશન ને લગતી તકલીફો હમેશા રહે છે. તેનાથી બચવા માટે પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રાજસ્થાન આયુર્વેદિક યુનીવર્સીટી, જોધપુર ના ડોક્ટર જણાવી રહ્યા છે એવી જ ૭ વસ્તુ વિષે. તેનાથી કબજિયાત, એસીડીટી, ગેસ જેવી તકલીફો દુર થાય છે. સાથે જ તે પણ જાણશો કે આ વસ્તુ લેતી વખતે કઈ ૪ વસ્તુનું ધ્યાન રાખીને ફાયદો થશે.

સુકી દ્રાક્ષ  – તેમાં રહેલ ફાઈબર્સનું વધુ પ્રમાણ ખાટા ઓડકાર, ગેસ જેવી તકલીફોથી બચાવે છે.

કાળું મીઠું – તેમાં એન્ટીઓક્સીડેંટ મિનરલ્સ હોય છે જેથી ડાઈજેશન ઈમ્પ્રુવ થાય છે.

હિંગનું પાણી – તેમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટી હોય છે તેનાથી એસીડીટી દુર થાય છે.

અજમો – તેમાં થાયમોલ હોય છે, તેનાથી કબજિયાત દુર થાય છે, અને ડાઈજેશન ઈમ્પ્રુવ થાય છે.

છાશ – તેમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા હોય છે જે અપચાથી બચાવે છે.

આદુ – તેમાં રહેલ જીન્જેરોલ થી ડાઈજેશન ઠીક રહે છે.

પપૈયું – તેમાં પાઈપીન હોય છે જેથી ડાઈજેશન ઠીક થાય છે. તેનાથી ગેસ એસીડીટીની ની તકલીફ ઘટે છે.

આ ચાર વસ્તુનું પણ દયાન રાખવું :

કોબી, ફુલાવર અને બટેટા ખાવાથી દુર રહો.

હિંગ અને અજમા જેવી વસ્તુ ને લીમીટમાં જ ખાવા. વધુ ખાવાથી એલર્જી થઇ શકે છે.

ડાઈજેશન સારું રાખનાર વસ્તુ જેવી કે જીરું કે હિંગનું પાણી દિવસમાં બે વખત થી વધુ ન પીવું. તેનાથી છાતીમાં બળતરા થઇ શકે છે.

પ્રેગ્નેટ મહિલા કે બ્રેસ્ટફીડીંગ મધર કોઈ પણ વસ્તુ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લે. આ વસ્તુને વધુ કે વારંવાર લેવાથી આડ અસર થઇ શકે છે.