બાઈક ચોરી થઇ ગયું તો યુવાને તેને જાતે જ શોધી લીધું, તમે પણ અજમાવો પદ્ધતિ

એક યુવાનના બાઈકની ચોરી થઇ ગઈ તો તે તેણે જાતે જ શોધી કાઢ્યું અને ચોર પણ પકડાઈ ગયો. તેના માટે તેને જે પદ્ધતિ અજમાવી, જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ.

આ કિસ્સો મોહાલી માં જોવા મળ્યો હતો. સેક્ટર-71 ના રહેવાસી કેશવનું કેટીએમ બાઈક તેના ઘરની બહારથી ચોરી થઇ ગયું હતું. પોલીસમાં ફરિયાદ તો કરી જ હતી, તે પોતે પણ તેની શોધ કરતા રહ્યા હતા. મોડી સાંજે મિત્રો સાથે કેશવ ફેઝ-4 ના બોગનવિલા ગાર્ડનમાં બેઠા હતા તો અચાનક તેના બાઈકના એન્જીનનો અવાજ સાંભળ્યો.

અવાજ સાંભળીને તે રોડ તરફ દોડ્યો અને જોયું કે એક યુવાન બાઈક સ્ટાર્ટ કરી રહ્યો છે. તે પહેલા કે તે ભાગી જાય કેશવે તેને પકડી લીધો અને ચાવી કાઢી લીધી. બાઈક ઉપર નંબર પ્લેટ પણ કોઈ બીજાની હતી. કેશવે યુવાનને બાઈક વિષે પૂછ્યું તો તે અજાણ્યો બની ગયો. પહેલા તો ઝગડવા લાગ્યો, પછી જયારે તેણે પોલીસને બોલાવી લીધી તે ભાગવા લાગ્યો.

કેશવે કેવી રીતે ઓળખ્યો એન્જીનનો અવાજ

કેશવ અને તેના મિત્રોએ યુવાનને પકડી લીધો અને પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું તો બાઈકનો ચેસીસ નંબર કેશવના બાઈક સાથે મળતો આવતો હતો. નંબર પ્લેટ પણ ખોટી નીકળી. પુછપરછ કરવામાં આવી તો યુવાન બોલ્યો તેણે આ બાઈક કોઈની પાસેથી દોઢ લાખમાં ખરીદયું હતું.
કેશવે કેવી રીતે ઓળખ્યો એન્જીનનો અવાજ, પૂછવાથી જણાવ્યું કે તેણે પોતાના બાઈકમાં એક પર્ફોર્મન્સ એગ્જોસ્ટ લગાડ્યું હતું. તેનાથી એન્જીનનો અવાજ અને પર્ફોમન્સ વધી જાય છે. તેના લીધે તેણે પોતાના બાઈકનો અવાજ ઓળખ્યો.

ફરિયાદ કરનાર કેશવ પોતે યુવાનને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યો. બાઈકની ચેસીસ નંબર મળતી આવી છે. ચોરને પકડવાની બાબત નવીન છે, પણ કેશવની જાગૃતતા અને સ્ફૂર્તિ નો કોઈ જવાબ નથી.

બાઈક શોધવા માટે આપણે જાતે જ મહેનત કરવી જોઈએ બને ત્યાં સુધી પોલીસ નાં ભરોસે મુકવા સાથે આપણે પણ જાસુસ બની કામ કરવું જોઈએ