જાણો કિડનીની પથરીના કારણ, લક્ષણ અને ઘરગથ્થું ઉપચાર એકદમ સરળ છે આ ઉપચાર

 

કિડનીમાં પથરી એવી સ્થિતિ છે જેમાં આ અંગમાં નાના-નાના કણ બનવા લાગે છે જે એક-બીજા સાથે જોડાઈને પથરીનું રૂપ લઇ લે છે. પથરી કિડનીમાં એક અથવા તેનાથી વધારે સંખ્યામાં હોઈ શકે છે. સામાન્ય પથરી ખુબ જ નાના આકારની હોય છે જે યુરિનના રસ્તે સ્વત: નીકળી જાય છે પરંતુ જો આ સામાન્ય આકારથી મોટી થઇ જાય તો મૂત્રમાર્ગમાં રોકાણ આવે છે. જેનાથી વધુ બળતરા, દુખાવો અને રક્તસ્ત્રાવ થઇ શકે છે.

કિડની ની પથારી ના કારણ

કિડનીની પથરીના ઘણા બધા કારણ હોઈ શકે છે જેવા કે :- ખરાબ જીવનશૈલી, ઘણી બધી વાર સુધી તડકામાં રહેવાથી શરીરમાં પાણીની ઉણપ, શારીરિક ગતિવિધિઓનો અભાવ, વધારે ચા-કોફી પીવું, વધારે તળેલી/ગરિ/મીઠી વસ્તુઓ ખાવી, ઓછુ પાણી પીવું અને મળ-મૂત્ર વગેરે વેગોને રોકવા.

કિડની ની પથરી ના લક્ષણ

ચક્કર આવવા, ઉલટી, મૂત્રમાર્ગની આસપાસ વધારે અસહનીય દુખાવો, ધ્રુજવાની સાથે તાવ, સતત યુરીન આવવું અથવા તેની ઈચ્છા અનુભવવી, યુરીનની સાથે રક્તસ્ત્રાવ અથવા વધારે બળતરા.

કિડની સ્ટોન નો ખોરાક દ્વારા ઉપચાર

જાંબુ ડાયાબીટીસ જેવી કેટલીક બિમારીઓમાં રામબાણનું કામ કરે છે. પથરીના ઉપચારમાં પણ આ ઘણું અસરકારક છે.

આમળા માત્ર કેશકાંતિ વધારવામાં જ નહી પરંતુ આના કેટલાક ઔષધિય ગુણ પણ છે. કિડનીની પથરીને પીગળવામાં આ ઘણો કારગર છે. આમળાનું ચૂર્ણ મૂળા ની સાથે ખાવાથી પથરી પીગળી જાય છે.

પથરીને પીગળવામાં કળથી દાળ ખુબ જ અસરકારક છે. કળથી દાળને પકાવીને પણ ખાઈ શકો છો, પરંતુ કળથી દાળનું પાણી પીવું સૌથી કારગર હોય છે.

કિડનીના સ્વાસ્થ્ય માટે નારિયેળ ઘણું ફાયદાકારક છે. નારિયેળનું પાણી પથરીને પીગાળે છે. પથરી થાય ત્યારે નારિયેળનું પાણી સવારે પીવું જોઈએ.

કીડની ની પથરી નાં આયુર્વેદિક ઉપચાર

સાકર ,વરીયાળી , ધાણાજીરું ને રાત્રે પાણીમાં પલાળવા માટે મૂકી દો. સવારે પાણીને ગાળી ને વરીયાળી અને ધાણાજીરુને બરાબર વાટીને ઘોળ બનાવી લો અને પછી આ પી જાયો પથરી પીગળી જશે.

• તુલસીના બીજ ને ખાંડ અને દુધની સાથે લેવાથી પથરી પીગળી જાય છે.

• જીરાને સાકર અથવા મધ સાથે લેવાથી પથરી પીગળીને પેશાબની સાથે નીકળી જાય છે.

• બેલનું શરબત અથવા બેલ ખાવાથી પણ કિડનીની પથરી પીગળે છે.