માળી મારી મોજ માં બોલે રે .. ”માં ખોડલ નો ટહુકાર” ભાગ- ૧ નોનસ્ટોપ કીર્તીદાન ગઢવી

ગુજરાતનો લોકસાહિત્યનો માણીગર અને લોકગાયક શ્રી કીર્તીદાન ગઢવી ની લોકસાહિત્ય તરફની કારકીર્દી ભુજથી જ શરૂ કરીને અત્યારસુધી કચ્છમાં ૧૦૦૦થી વધુ લોકડાયરાના કાર્યક્રમો કરનાર ગુજરાતના જાણીતા અને લોકોના માનીતા કલાકારકીર્તિદાન

અત્યાર સુધી નવરાત્રિમાં ફીલ્મી ગીતો વગાડવાનો ટ્રેન્ડ ચાલ્યો અાવ્યો છે જ્યારે કીર્તીદાન જેવા લોકગીતો નાં કલાકારો એ ગુજરાતી ગીતો,સુફી ગીતોને પ્રાધાન્ય આપ્યું છે

કીર્તીદાન નાં અવાજ માં

સાંઇબો ગોવાળીયો,

મોગલ છેડતા કાળોનાગ,

સુફી ગીત- સૈયા તેરી દિવાની, તેરી સખી મંગલ ગાઓ,

દેવી શ્રી અંબિકા….

જેવા ગીતો ખુબ ફેમશ થયા છે.

જેના પર લોકો મનમુકીને થીરકે છે કલાકારોની ટીમ સાથે જમાવટ કરતા કીર્તિદાન સંગીતમાં માસ્ટરડિગ્રી મેળવી છે.

મુળ આણંદના તેઓએ શાસ્ત્રીય સંગીતની તાલીમ સાથે લોકસાહિત્યમાં પણ ખેડાણ કરીને આ મુકામ હાંસિલ કર્યો છે.

નુસરત ફતેહઅલી ખાન,નારાયણ સ્વામી,હેમુ ગઢવી, લક્ષ્મણબારોટ,દેવરાજ ગઢવી તેના પ્રિય કલાકારો ગણાવ્યા હતા.

લોકડાયરાના જાણીતા કલાકાર તરીકે ગુજરાતમાં અત્યારસુધી વિવિધ જગ્યાએ કાર્યક્રમો આપીને ગઢવીએ એક અલગ જ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગાયોના લાભાર્થે પ્રોગામો કરીને તેઓએ અત્યારસુધી ગાયો માટે ગોરમાં ૫૦ કરોડ જેટલી રકમ આયોજકોન એકત્ર કરી આપી છે. તેમાં પણ ઉત્તરગુજરાતના ડિસા નજીક આવેલાભાભર ગામાના ડાયરામાં એક જ રાતમાં ગાયોના લાભાર્થેરેકોર્ડ બ્રેક ૯ કરોડ જેટલી રકમ ભેગી થઇ હતી.

માં ખોડલ નો ટહુકાર કીર્તીદાન નાં ફેમશ આલ્બમ માંથી એક છે જેનો આ ભાગ – ૧ છે એના બીજા ભાગ પણ મૂકશું

વિડીયો