રસોડા મા આ મશીન તમારા માટે બનશે કામના જુઓ કયા સાધન કયા કામ મા લાગી શકે એવા છે

ગ્રેવીથી લઈને સેન્ડવીચ બનાવવા સુધી આ કિચન ગેજેટ્સ કરશે તમારા કામને સરળ, જાણો તેની ખાસિયત.

જો તમે ખાવાનો અને રાંધવાનો શોખ રાખો છો, તો કિચન ગેજેટ્સ તમારા ઘણા કામ સરળ કરવામાં મદદ કરી શકે છે. તેની મદદથી તમે ઓછા સમયમાં એકથી એક ચડિયાતી ડીશ તૈયાર કરી શકો છો. આ ગેજેટ્સ તમે એકવાર અજમાવી શકો છો, તે તમારું કામ ઘણું સરળ કરી શકે છે.

1. ઓટોમેટિક પેન સ્ટરર વિથ ટાઇમર : કોઈ રેસિપીમાં ગ્રેવી અથવા ખીરાને સતત હલાવવાની જરૂર પડે છે, તો આ ઓટોમેટિક મિક્સિંગ ટૂલ તમારો ઘણો બધો સમય અને મહેનત બચાવશે. તેને પેન (તવા) ની અંદર સેટ કરીને તમે પોતાના બીજા કામ પુરા કરી શકો છો.

Automatic pan stirrer with timer and Corn stripper

2. કોર્ન સ્ટ્રિપર : આ કોર્ન સ્ટ્રિપર ઘણી સરળતાથી મકાઈના દરેક દાણાને કાઢી શકે છે. તેમાં ન તો વધારે સમય વેડફાઈ છે અને ન તો કોઈ પ્રકારનો બગાડ થાય છે.

3. એવોકાડો હગર્સ : એવોકાડો (રુચિરા) ને તમે સ્લાઈસ કરીને ખાવ છો કે પછી સ્મૂદીમાં મિક્સ કરીને, જો તેને લાંબા સમય સુધી તાજા રાખવા ઈચ્છો છો, તો તેને સિલિકોન કપ્સમાં રાખી શકો છો. એવોકાડોના અડધા ભાગ પર આ કપ સરળતાથી ફિટ થઈ જાય છે.

4. પાસ્તા ટાઇમર : આ વોટરપ્રુફ ટાઇમર છે. તેને પોતાના પાસ્તા સાથે ઉકળતા પાણીમાં નાખો. જેવા જ પાસ્તા બફાઈ જશે તો આ ગેજેટ એલાર્મ વગાડશે. તેના ઉપયોગથી પાસ્તા અથવા નુડલ્સ ક્યારેય ઓવરકુક નહિ થાય.

5. ડબલ બ્રેકફાસ્ટ સેન્ડવીચ મેકર : આ ગેજેટથી બે લોકો માટે નાસ્તો બનાવવો ઘણો સરળ થઈ શકે છે. આ સેન્ડવીચ મેકરમાં સેન્ડવીચના દરેક ઘટક સારી રીતે રંધાઈ પણ છે. અને આ ગેજેટ ડીશવોશર સેફ પણ છે.

Sandwich Maker and Butter Churner
Sandwich Maker and Butter Churner

6. બટર ચર્નર : તાજું, હાથથી બનાવેલું માખણ ઈચ્છો છો, તો બટર ચર્નરથી તમને એકદમ એવો જ સ્વાદ મળશે. આ ગેજેટની મદદથી ઘણી સરળતાથી માખણ તૈયાર થઈ જાય છે. બાળકોની એનર્જી યોગ્ય જગ્યાએ લગાવવા માટે તેને પણ આ કામ સોંપી શકો છો.

7. ઓઇલાદીન ઓઇલ સ્ટોપર : આ રબરનું ઓઇલ સ્ટોપર છે જે કોઈ પણ બૉટલ પર ફિટ કરવામાં આવી શકે છે. કંપનીનો દાવો છે કે, આ ગેજેટ તેલને લાંબા સમય સુધી તાજું રાખે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.