કોફી અને લીબુંને મિક્ષ કરીને પીવો, થોડાક જ દિવસમાં ચરબી થઇ જશે રફુચક્કર.

લેમન કોફીથી ઘરે કરો સરળતાથી વજન ઓછું. લેમન ટી તો તમે ઘણી વખત પીધી હશે. પરંતુ શું તમે લેમન કોફી પીધી છે? તમે આજ સુધી કોફી પીવા અને લીંબુ પાણી પીવાના ઘણા બધા ફાયદા વિષે સાંભળ્યું હશે. પરંતુ ક્યારેય તમે કોફીમાં લીંબુ ભેળવીને પીધું છે. જો નથી પીધું તો તમારે પીવું જોઈએ. ઘણી શોધોમાં એ વાત સામે આવી છે કે કોફી અને લીંબુને એક સાથે ભેળવીને પીવા થી થોડા દિવસોમાં જ વજન ઘટી જાય છે. તે નાનો એવો નુસખો તમારું વજન ઓછું કરવા માટે અસરકારક ઉપાય છે. આવો જાણીએ કેવી રીતે તે તમારા વેટલોસમાં હેલ્પ કરે છે.

કેવી રીતે કામ કરે છે :

કોફી, એર્નેજેટીક ડ્રીંક્સમાં સામેલ હોય છે, તે ઉપરાંત તેમાં કોફીન, થયોબ્રોમાઈન, થયોફાઈલીઇન અને ક્લોરોજેનિક એસીડ જેવા જૈવિક રીતે સક્રિય પદાર્થ સામેલ છે. જે ચરબીને બર્ન કરવા માટે ઓળખવામાં આવે છે. કેફીન તમને સેન્ટ્રલ નર્વસ સીસ્ટમને વધારીને તમારી ચરબી સેલ્સને તુટવા માટે સંકેત મોકલે છે. તમે તમારા કોફીના કપમાં થોડા એવા લીંબુનો પણ ભેળવી શકો છો. તેનાથી ચરબી બર્ન ઝડપથી થાય છે. લીંબુ તમારા શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદરૂપ છે. તે તમારી પાચન ક્રિયાને સારી બનાવવા અને પેટને સાફ કરવામાં મદદરૂપ છે.

આવી રીતે કરો સેવન :

ગરમ પાણીમાં કોફી ભેળવીને એક ચમચી લીંબુનો રસ ભેળવી લો. ત્યાર પછી તેનું સેવન કરો. આમ તો કોફીનો ટેસ્ટ સારો નહિ લાગે, પરંતુ મોટાપો ઓછો કરવા માટે તમે પી શકો છો. તમે તેને પીને વર્કઆઉટ કે પોસ્ટ વર્કઆઉટના સમયે સેવન કરી શકો છો.

કોફીના ફાયદા :

ગ્રીન કોફી બીન્સ એંટીઓક્સીડેંટસથી ભરપુર હોય છે, ગ્રીન કોફી બીન્સમાં ક્રોનોલોજીકલ એસીડ હોય છે. આવા પ્રકારની કોફીનું સેવન કરવાથી તમારું મેટાબોલીજ્મ સારું રહે છે. મેટાબોલીજ્મ રેટ યોગ્ય પ્રમાણમાં હોવાથી તમારામાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેનાથી તમે જે પણ કામ કરો છો, તેમાં તમારું મન સારી રીતે લાગે છે.

લીંબુના રસના ફાયદા :

લીંબુનો રસ, મેટાબોલીજ્મ વધારવાનું કામ કરે છે, એટલા માટે જ કહેવામાં આવે છે કે દિવસની શરુઆત એક ગ્લાસ લીંબુ પાણીથી કરવી જોઈએ. મેટાબોલીજ્મ વધવાથી ચરબી સરળતાથી બર્ન થાય છે. જે વજનને ઝડપથી ઓછું કરે છે. તેની સાથે જ લીંબુનો રસ તમને હાઈડ્રેટ રાખે છે. તેમાં કેલેરી પણ ઓછી હોય છે.

આ વાતનું ધ્યાન રાખો :

કોફીમાં ઘણું જ વધુ કેફીનનું પ્રમાણ હોય છે. એટલા માટે એનીમિયાથી પીડિત લોકોએ આ પીણું પીતા પહેલા સાવચેતી રાખવી જોઈએ. તે ઉપરાંત અલ્સરથી પીડિત લોકોએ ખાલી પેટ લીંબુના રસનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ. કેમ કે તેમાં એસીડનું પ્રમાણ વધુ હોય છે. કોફીને બદલે ગ્રીન કોફીનો ઉપયોગ કરી શકાય છે. તેમાં કોફીન નહિ જેવી હોય છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.