કોઈ ખર્ચ વિના, ગેરેન્ટી સાથે પાંચ મિનિટમાં તમારું મગજ કરો તેજ

સૌ પહેલા તો તમારે એક વાત સમજી લેવી જોઈએ કે તમારા મગજમાં ઘણી શક્તિ રહેલી છે, અને એ વાતને ન માનીએ તો એ તમને એ શક્તિ મેળવવાથી રોકે છે, કુવાનો દેડકો એમ માનવાનું શરુ કરી દે છે કે આ કુવાની આગળ પણ ઘણું બધું છે, ત્યારે તેની એ કુવાથી આગળ જવાની શક્યતા વધે છે.

સોસાયટી એટલે સમાજ એ જણાવે છે કે આ હોંશિયાર છે અને આ મુર્ખ છે, સમાજે માણસના વિભાગ પાડી દીધા છે, એટલે કે માણસને જુદા જુદા વિભાગોમાં વહેચી દીધા છે, પણ સાચું એ છે કે બધામાં હોંશિયાર બનવાની ક્ષમતા હોય છે, બધાની અંદર માણસનું મગજ એક કોમ્પ્યુટરથી ઘણું વધુ શક્તિશાળી છે. તેને કોમ્પ્યુટર નહિ પણ સુપર કોમ્પ્યુટરથી પણ વધુ તેજ છે. તમે જ વિચારો કે માણસે જ સુપર કોમ્પ્યુટરને બનાવ્યું છે, શું સુપર કોમ્પ્યુટરે માણસને બનાવ્યા છે. સ્પષ્ટ વાત છે માણસ એ સુપર કોમ્પ્યુટરને બનાવ્યું છે. એનો અર્થ સુપર કોમ્પ્યુટરનો માત્ર ટ્રેલર છે, માણસની શક્તિ તેનાથી ઘણી વધુ છે. તેની ક્ષમતા આજ સુધી કોઈને ખબર નથી પડી. પણ જયારે પણ તમે તેની ઉપર બોર્ડર બનાવો છો, ત્યારે તમે તેની શક્તિનો પૂરો ઉપયોગ નથી કરી શકતા.

એક કીડીની ફરતી એક બાઉન્ડ્રી બનાવી દો, તો કીડી તેની બહાર નથી નીકળતી હકીકતમાં તે એક પેનથી દોરવામાં આવેલી એક લીટી જ હોય છે. છતાં પણ તે કીડી એવું માની રહી છે કે ત્યાં કાંઈક છે, તે કીડીનું માનવું છે, પરંતુ હકીકતમાં ત્યાં કાંઈ જ નથી.

૧. મગજની બન્ને બાજુનો ઉપયોગ કરો, ડાબું મગજ અને જમણું મગજ એમ મગજના બે ભાગ હોય છે. તમારું ડાબું મગજ છે, તે આ વસ્તુ સાથે જોડાયેલું હોય છે, તે છે તર્ક કરવાની શક્તિ, કોઈ ભાષામાં બોલવું, પ્રશ્નના ઉત્તર શોધવા, અને તમારું જે જમણું મગજ છે, તે આ બાબતો સાથે જોડાયેલું છે તે છે.

ભાવના, રચનાત્મક શક્તિ, કળા, અને તમને જો એવું લાગે છે કે તમારી પ્રશ્નના ઉકેલ કરવાની શક્તિ સારી નથી કે તમને એવું લાગે છે કે તમારી અંદર રચનાત્મક શક્તિની ખામી છે, તો તેનો અર્થ તમારું ડાબું અને જમણું મગજ એક સાથે કામ નથી કરી રહ્યા તો તે સ્પષ્ટ છે કે રચનાત્મક કાર્ય જમણા મગજમાં થાય છે.

તો તે સાંભળીને તમને એવું લાગે છે કે મારે રચનાત્મક કાર્યને તેજ કરવું છે. તો જમણા મગજને તેજ કરવું પડશે, અને બીજું કે તમારે વાતચીત કરવાની કળાને વધારવી છે. તો તમારે ડાબા મગજને તેજ કરવું પડશે, પણ એ એક ખોટી વિચારસરણી છે, બધા જ કામ તમારા ડાબા જમણા મગજની સાથે જ થાય છે, એટલે કે બન્ને સાઈડ સારી રીતે કામ કરશે તો તમે બુદ્ધીશાળી બનશો, બન્ને સાઈડના મગજ સાથે કામ નહિ કરે ત્યારે પ્રશ્ન ઉભા થશે.

જો તમારું જમણું મગજ તેજ હશે તો અને તમે રચનાત્મક પણ બની જશો પણ તમારું ડાબું મગજ ઓછા પ્રમાણમાં કામ કરશે અને તમારામાં બોલવાની કોઈ કળા કામ નથી કરતી તો તે રચનાત્મક શક્તિનો શું ફાયદો? એટલે કે એક સાઈડથી કામ નહિ ચાલી શકે, તમારે બન્ને સાઈડને સરખી કરવી પડશે, બન્ને સાઈડ કામ કરશે ત્યારે તમે તેની સાચી શક્તિનો અનુભવ કરી શકશો.

તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠી રહ્યો હશે કે બન્ને સાઈડને એક સાથે કેવી રીતે ઉપયોગ કરવો? તો તેનો જવાબ છે મગજને શાંત કરીને ફોકસ કરવો, તમારે તમારા મગજની બન્ને સાઈડનો ઉપયોગ કરવો છે, તો શાંત મગજ એક શરત છે, જયારે તમારું મગજ શાંત હોય છે. ત્યારે તમારા મગજના બન્ને સાઈડનું જોડાણ મજબુત બને છે,

એટલા માટે તમે જયારે કોઈ કામ કરવા જઈ રહ્યા છો કે વાચવા જઈ રહ્યા હો, તેના બે મિનીટ પહેલા મગજને શાંત કરી લો અને ચિંતા દુર કરીને તમારું કામ કરો, કેમ કે મગજ શાંત હોવાને કારણે એક મગજ માંથી બીજા મગજમાં જાણકારી ઘણી ઝડપથી પહોચે છે. તમે દર વખતે બોલી નાખતા હશો કે મગજ શાંત કરો પણ મગજ શાંત કેવી રીતે કરવું? મગજને શાંત કરવા માટે તમારે એક વસ્તુ ઉપર ફોકસ કરવાનું રહેશે.

એટલે કે જયારે મગજ હજાર વસ્તુને બદલે એક વસ્તુ ઉપર ફોકસ કરે છે, ત્યારે તમારું મગજ શાંત થવા લાગે છે, તો જયારે પણ તમારે મગજ શાંત કરવું છે, તો શ્વાસ ઉપર ધ્યાન લગાવીને તમે હજાર વસ્તુને બદલે તમારા શ્વાસને જોતા રહો, અને તેના લીધે તમારું મગજ શાંત થવા લાગે છે. અને બન્ને મગજને એક થવાની પ્રક્રિયા મજબુત થવા લાગે છે.

કાંઈક નવું વિચારવું :-

સ્કુલમાં ટીચર ભણાવી રહ્યા છે અને છેલ્લી પાટલી ઉપર બેઠેલો બાળક એવું વિચારી રહ્યો છે કે અમારી સ્કુલની બિલ્ડીંગ પડી ગઈ તો શું થશે? અને માત્ર વિચારતો જ નથી પરંતુ તેમાં ઊંડો ઉતરી ગયો છે, એટલે તે દ્રશ્ય જોઈ રહ્યો છે. જેમાં બિલ્ડીંગ પડી રહી છે, તમે પણ ઘણી વખત આવી રીતે કોઈ ભવિષ્ય વિષે વિચારતા હશો, કે આ થાય તો સારું રહે, એમ થાય તો સારું રહે, આવા સમયે આપણું મગજ તેજ બનવાની પ્રક્રિયા થતી હોય છે.

તમે એવું વિચારો કે તમારા મગજમાં અપાર શક્તિ છે, તમારા શ્વાસ ઉપર ફોકસ કરતા તમારા મગજને શાંત કરો, જેથી બન્ને સાઈડનો ઉપયોગ સારી રીતે થઇ શકે અને ભવિષ્ય વિષે વિચારો જેથી તમારું મગજ વધુ તેજને.

આ લેખ ખુબ જ ઉપયોગી છે આપને પણ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેયર કરજો. જય હિન્દ…