કોઈ વિદેશી ભાષા શીખવા માંગો છો તમે? તો આ છે એની ખુબ જ સરળ ટીપ્સ.

નવી ભાષા શીખવું એક બિહામણો વિચાર લાગે છે.

હજાર અજાણ્યા શબ્દ, સંપૂર્ણ રીતે અલગ વ્યાકરણ સંરચના અને શરમ અનુભવવાનો ભય, આ બધું આપણા માંથી ઘણા લોકો માટે ડરાવવા માટે પૂરતું છે. વ્યસ્ત કામકાજના જીવનમાં એક નવી ભાષા શીખવાનો સમય કાઢવો પણ પોતાના માટે એક પડકાર છે.

પરંતુ નિષ્ણાતોને લાગે છે કે દિવસમાં માત્ર કલાકનો સમય આપીને નવી ભાષા શીખી શકાય છે.
એટલું જ નહીં, કોઈ નવી ભાષાનો અભ્યાસ કરવાથી મળેલ કુશળતા કાર્યક્ષેત્રમાં અને તેનાથી આગળ પણ સુપર પાવર બનવાનો અહેસાસ અપાવી શકે છે.

તમને પણ આ રસપ્રદ લાગશે :-

‘સુઅર વાલે ન્યુ યર’ થી આહત થશે મુસલમાન?

વિજ્ઞાન કોંગ્રેસ : છેવટે વિજ્ઞાન જ બાઝી મારશે.

અમેરિકન યુનિવર્સિટીમાં ચીની ભાષા બોલવા ઉપર વિવાદ

વાંદરાથી મનુષ્યની સફર માટે દર્શાવવા વાળો મુસ્લિમ

દ્વિભાષી હોવું, બુદ્ધિમાન, યાદશક્તિ અને ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ વચ્ચે સીધો સંબંધ છે.

મગજ જ્યારે વધુ કુશળતાપૂર્વક સૂચનાઓને સંસાધિત કરે છે, તો તે ઉંમર સાથે આવનારા ઘટાડાને અટકાવવામાં પણ સક્ષમ છે.

તમે તમારી મૂળ ભાષા અને નવી ભાષાના આધાર ઉપર ટૂંકા ગાળા અને કાયમી સંજ્ઞાનાત્મક લાભ માટે ઘણા ટુલકીટ વિકસાવી શકો છો.

સમલિંગીકોના પ્રેમની શું છે સીક્રેટ ભાષા

યુરોપિયન અવકાશયાત્રી શા માટે શીખી રહ્યા છે? ચીની ભાષા

વર્ગમાં બાળકોનું મન ન લાગે તો શિક્ષક શું કરે?

અલબત્ત, દૂરની ભાષાની સાથે પડકાર વધુ હોય છે (જેમ કે ડચ અથવા વિએટનામી), પરંતુ એક વિશિષ્ટ યોજના બનાવીને અભ્યાસ કરવાથી શીખવાની અવધિ ઓછી થઈ શકે છે.

ભલે નવી નોકરી માટે હોય અથવા સાહિત્યિક સંવર્ધન માટે અથવા તો અનૌપચારિક વાતચીત માટે, તમે તમારા ભાષા કૌશલ્યને શુદ્ધ કરી શકો છો. આ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમારી ઉંમર શું છે? અથવા તમારા પાછલા કાર્યક્ષેત્રમાં શું રહ્યું છે?

સૌથી મુશ્કેલ ભાષાઓ :-

અમેરિકી વિદેશ સેવા સંસ્થા (એફએસઆઈ) દ્વારા અંગ્રેજી ભાષીઓને શીખવા માટે બીજી ભાષાઓમાં મુશ્કેલીઓના ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે.

પહેલા સમૂહમાં સૌથી સરળ ભાષાઓ છે, જેમાં ફ્રેન્ચ, જર્મન, ઇન્ડોનેશિયન, ઇતાવલી, પોર્ટુગીઝ, રોમાનિયન, સ્પેનિશ અને સ્વાહિલી છે.

એફએસઆઈ સંશોધન અનુસાર, આ સમૂહની બધી ભાષાઓમાં સહેલાઈથી લગભગ 480 કલાકનો અભ્યાસ કરવો જોઈએ.

ભાષાઓના બીજા, ત્રીજા અને ચોથા જૂથો તરફ આગળ વધવાથી મુશ્કેલીઓ વધતી જાય છે.

બીજા સમૂહની ભાષાઓમાં બુલ્ગારિયાઈ, બર્મી, ગ્રીક, હિન્દી, ફારસી અને ઉર્દુ શામેલ છે. તેમાં મૂળભૂત સરળતા મેળવવા માટે 720 કલાક લાગે છે.

અમ્હારીક, કંબોડીયાઈ, ચેક, ફિનિશ અને હિબ્રુ વધુ મુશ્કેલ ભાષાઓ છે, જેના ત્રીજા સમૂહમાં મુકવામાં આવે છે.

ભાષાઓનો ચોથો સમૂહ ઇંગલિશ ભાષીઓ માટે સૌથી વધુ પડકાર દાયક છે. તેમાં સમાવેશ છે – અરબી, ચિની, જાપાની અને કોરિયાઈ.

મગજનો ફાયદો :-

સમય લાગવા છતાં, નિષ્ણાતોનું કહેવું છે કે મગજના ફાયદા માટે પણ બીજી ભાષા શીખવી જોઈએ. આથી મગજની કાર્યક્ષમતાનો વિકાસ થાય છે.

પીટસબર્ગ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સના પ્રોફેસર જુલી ફીઝ કહે છે કે બીજી ભાષા શીખને અપને માહિતીનો ઉપયોગ, મગજમાં માહિતીનો સંગ્રહ અને અસંગત માહિતીઓને જુદી પાડવાની ઉચ્ચ-સ્તરની ક્ષમતા પ્રાપ્ત કરીએ છીએ.

તે મગજનું સંચાલન કાર્ય કહેવામાં આવે છે. આ કોઈ સીઇઓની જેમ કામ કરવા જેવું છે- ઘણા બધા લોકોનું સંચાલન, ઘણું બધું જાણવું, એક સાથે અનેક પ્રકારનાં કામ કરવા અને પ્રાથમિકતાઓ નક્કી કરવી.

ઉત્તર પશ્ચિમી યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, દ્વિભાષી મગજ બે ભાષાઓ વચ્ચે સંતુલન જાળવવા માટે વ્યવસ્થાપન કાર્યો પર આધાર રાખે છે.

બંને ભાષા પદ્ધતિઓ સતત સક્રિય રહે છે અને સ્પર્ધામાં રહે છે. આથી મગજની કંટ્રોલ સિસ્ટમ સતત મજબૂત થતી રહે છે.

સદીઓ જૂની આ ભાષાને બચાવનો અભિયાન

વિદેશમાં નોકરી માટે ભાષા કરતાં વધુ શું જરૂરી છે?

ઇટલીના ટ્રેવીસોની ડેટા વિશ્લેષક લીસા મેનેગેટી છ ભાષાઓ જાણે છે. તે ઇંગલિશ, ફ્રેન્ચ, સ્વીડિશ, સ્પેનિશ, રૂસી અને ઇટાલવી માં ધારાપ્રવાહ છે. મેનેગેટિ કહે છે કે જ્યારે તે કોઈ નવી ભાષા શીખવા માટે પસંદ કરે છે, ખાસ કરીને જેને શીખવું સરળ હોય, તો શબ્દોના મિશ્રણથી દુર રહેવું સૌથી મોટો પડકાર છે.

મગજ માટે શોર્ટકટ બદલવો અને તેનો ઉપયોગ કરવો અસામાન્ય છે. એક જ પરિવારની ભાષાઓ સાથે તે ઝડપથી અને સરળતાથી થાય છે.”

તેનાથી બચવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એક સમયે એક જ ભાષા શીખવમ આવે અને ભાષાકીય પરિવારોમાં અંતર દૂર કરવામાં આવે.

એક કલાકનું અંતર :-

કોઈ ભાષાની મૂળભૂત બાબતો શીખવી સરળ કામ છે. ડિઓલિંગો અથવા રોસેટા સ્ટોન જેમ કે પ્રોગ્રામ અભિવાદન અને કેટલાક સરળ શબ્દસમૂહોને તરત શીખવી દે છે.

બહુભાષાવિદ્ તીમોથી ડોનર વધુ વ્યક્તિગત અનુભવ માટે તે સામગ્રીઓ વાંચવા અને જોવાની સલાહ આપે છે. જેમાં તમાને પહેલાથી જ રસ હોય છે. ડોનર કહે છે, “જો તમને ખાવાનું બનાવવાનું ગમતું હોય તો વિદેશી ભાષામાં રસોઈની કળાનું એક પુસ્તક ખરીદો. જો ફૂટબોલ પસંદ કરે તો તેને (તે ભાષાની કમેન્ટ્રી સાથે) જોવાનો પ્રયત્ન કરો.

“જો તમે ગણતરીના થોડા શબ્દ જ સમજી રહ્યા છો અને બીજા શબ્દ સમજાતા નથી તો પણ પછીથી તે યાદ રાખવા સરળ થશે”

વધુ આગળ નીકળતા પહેલાં એ વિચાર કરવો મહત્વપૂર્ણ છે કે ભવિષ્યમાં તમે તે ભાષાનો ક્યાં ઉપયોગ કરવા માંગો છો.

ઑટાવા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અને ભાષા મૂલ્યાંકન ડિરેક્ટર બેવર્લી બેકરનું કહેવું છે કે તમે જે ભાષા શીખો છો, તે તમારી અંગત પ્રેરણાઓ પર આધાર રાખે છે.

“સંભવિત છે કે કોઈ વ્યસ્ત પ્રોફેશનલ મંડારિન શીખવાને મહત્વ આપો કારણ કે તેનાથી પાસે (ચીનના) વ્યવસાયિક સંપર્ક છે.”

“બની શકે છે કે તમારૂ કુટુંબ પહેલા કોઈ ભાષા બોલતુ રહ્યું હોય અને તમે તેને ભૂલી ગયા હો અથવા તમે કોઈ એવા વ્યક્તિ ને પ્રેમ કરતા હો જે તે ભાષા બોલતા હોય.”

બેકર કહે છે, “કદાચ તમે તમારા સંબંધીઓ સાથે કંઇક વાતો કહેવામાં રસ ધરાવો છો.”

વાતચીત કરો :-

એકવાર જ્યારે નવી ભાષા માટે તમારો ઇરાદો સ્પષ્ટ થઇ જાય છે, તો તમે તેના માટે રોજનો એક કલાકનો અભ્યાસનું આયોજન કરી શકો છો અને તેમાં શીખવાની અનેક પદ્ધતિઓનો સમાવેશ કરી શકો છો.

આ એક કલાકનો સૌથી સારો ઉપયોગની સલાહ એ વાત પર આધાર રાખે છે કે તમે કઈ ભાષાવિદ્થી વાત કરી રહ્યા છો.

બધા ભાષાવિદ્ એક સલાહ ચોક્કસ આપે છે – ઓછાથી અડધો સમય પુસ્તકો અને વિડિઓ સિવાય કોઈ એવા વ્યક્તિ સાથે વાતચીતમાં પસાર કરો. જે તે ભાષા બોલતા હોય.

કોઈ વ્યક્તિ પસંદ કરો જે બાળપણથી તે જ ભાષા બોલતા હોય કે પછી તે ભાષામાં સળંગ બોલી શકતા હોય.

બેકર કહે છે, “સવાલ-જવાબ કરો, તે ભાષામાં વાતચીત કરો અને સંસ્કૃતિ ઉપર ચર્ચા કરો.”

“હું તે ભાગને નહિ છોડુ કારણ કે લોકો અને સંસ્કૃતિ વિશે જાણવાથી આગળ શીખવાની પ્રેરણા મળે છે.”

ફીઝ કહેતી છે, “કેટલાક વયસ્ક ભાષા શીખવા માટે કેટલાક શબ્દોને યાદ રાખવા અને તેના ઉચ્ચારણનો અભ્યાસ કરે છે, તે પણ શાંત અને સ્વયં જ. તેઓ ખરેખર આગળ વધીને તે ભાષામાં લોકો સાથે વાતચિત નથી કરતા.”

શું ગોંડી ભાષા ઉકેલશે માઓવાદની સમસ્યા?

વીદેશી ભાષા બોલનારા ત્રણ અંતિમ માણસ

“આમાં તમે બીજી ભાષા નથી શીખી રહ્યા, તમે બસ ચિહ્નો અને અવાજોનું સંયોજન શીખી રહ્યા છો.”

કસરત અથવા વાદ્યયંત્રો ઉપર અભ્યાસની જેમ નિષ્ણાત લાંબા સમય સુધી નાની મોટી પ્રેક્ટિસ કરવા ને બદલે ઓછા સમય માટે નિયમિત અભ્યાસ કરવાની સલાહ આપે છે.

બેકરનું કહેવું છે કે નિયમિત શેડ્યૂલ વગર મગજ ભૂતકાળનું જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે સંબંધ જાળવવા જેવી કોઈ ગંભીર સંજ્ઞાત્મક પ્રક્રિયામાં સમાવેશ નથી થઇ શકતો.

તેથી અઠવાડિયાના પાંચ દિવસો એક-એક કલાકનો અભ્યાસ કોઈ એક દિવસ પાંચ કલાકના અભ્યાસની સરખામણીમાં વધુ લાભદાયી છે.

એફએસઆઈ ઇન્ડેક્સ અનુસાર, પહેલા સમૂહની ભાષાઓમાં મૂળભૂત સહજતા મેળવવા માટે આવી રીતે 96 અઠવાડિયા અથવા લગભગ 2 વર્ષનો સમય લાગે છે.

નિષ્ણાતોની સલાહનું પાલન કરવાથી અને સામાન્ય સહજતાની જગ્યાએ વિશિષ્ટ પાઠોનો અભ્યાસ કરવાથી આ સમયને ઘણે અંશે ઓછો કરી શકાય છે.

આઇક્યુ અને ઈક્યુ :-

મેનેગેટી કહે છે, “બીજી ભાષા શીખવાની તમારી તાત્કાલિક જરૂરિયાત પૂરી કરી શકે છે. આ તમને નવી પદ્ધતિથી વિચારવા અને અનુભવ કરવાની ક્ષમતા પૂરી પાડીને તમને પહેલાથી વધુ સમજદાર બનાવે છે.”

“આ સંયુક્ત રીતે આઇક્યુ અને ઇક્યુ વિશે છે.”

ભાષા અવરોધો વચ્ચે સંચાર અને સમાન અનુભૂતિ થવો એક ઉચ્ચ માંગ કરતા કૌશલ્ય ને જન્મ આપી શકે છે, જેને “આંતર-સાંસ્કૃતિક કૌશલ્ય” કહેવાય છે.

બેકર અનુસાર, આંતર-સાંસ્કૃતિક કૌશલ્ય અન્ય સંસ્કૃતિઓને વિવિધ લોકો સાથે સફળ સંબંધ બનાવવાની ક્ષમતા છે.

નવી ભાષા શીખવા માટે દિવસનો એક કલાક સમર્પિત કરવું લોકોની વચ્ચેની ખાઈને ભરવાના અભ્યાસ તરીકે સમજવામાં આવી શકે છે.

તેનાથી તમે એક સરળ સંચાર કૌશલ્ય શીખો છો જે ઓફિસમાં, ઘરમાં અથવા વિદેશમાં તમને લોકો ની નજીક લાવે છે.

બેકર કહે છે, “કોઈ અલગ સંપ્રદાયની વ્યક્તિને મળવા થી તમને એક બીજી વિશ્વદૃષ્ટિ મળે છે. તમે નિર્ણય લેવાની ઉતાવળમાં નથી રહેતા અને દુનિયામાં આવનારા ઝઘડાઓને ઉકેલવામાં વધુ પ્રભાવી બનો છો.”

“કોઈ પણ એક ભાષા, કોઈ પણ સંસ્કૃતિની એક ભાષા શીખવાથી તમને બીજી સંસ્કૃતિઓ સમજવા અને તેના પ્રત્યે સરળતા વિકસિત કરવામાં મદદ મળે છે. (આ બીબીસી કેપિટલની સ્ટોરીનો શબ્દશઃ: અનુવાદ નથી. ભારતીય વાંચકો માટે તેમાં કેટલાક સંદર્ભો અને સંજોગો ઉમેરવામાં આવ્યા છે. મૂળ વાર્તા વાંચવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો. બીબીસી ફ્યુચરની બાકીની વાતો તમે ક્લિક કરી ને વાંચી શકો છો.)