સહેલાઈથી બનાવો દુધના માવા વગરની દિવાળી ની સ્પેશ્યલ મીઠાઈ “કોપરાપાક”

ખુબ સહેલાઇ થી દિવાળી માં ખાસ ખાવામાં આવતી મીઠાઈ કોપરાપાક બનાવતા શીખો. ઠાકોરજી ના પ્રસાદ માં બનવા માટે પણ કોપરાપાક ખુબજ ઉપયુક્ત વાનગી છે.

?????????????????????

આજે અમે તમારી માટે લઈને આવીઆ છીએ લીલા કે સૂકાં નારિયેળમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીની રેસિપી. નારિયેળ સ્વાદમાં જેટલું ટેસ્ટી હોય છે એટલું જ પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. આથી જો સ્વાદની સાથે-સાથે તમે તમારા સ્વાસ્થ્યને પણ ટકાટક રાખવા માંગો છો, આજે જ ટ્રાય કરો નારિયેળમાંથી બનતી બનતો કોપરાપાક. આમ તો ગુજરાતીઓના ઘરમાં કોપરાપાક સારો બનતો હોય છે, અને આપણે એવું માનતા હોઈએ છીએ કે, દક્ષિણ ભારતીયો નારિયેળનો ખાવામાં ઉપયોગ વધારે કરે છે. પણ જો તમે પણ કંઈક નવું ટ્રાય કરવાના મૂડમાં હોવ તો, ચોક્કસથી એક નજર તો કરવી.

વપરાતી સામગ્રી

૧) ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ

૨) ૧૦૦ ગ્રામ ખાંડ

૩) ૧૦૦ ગ્રામ દૂધ

૪) ૧ મોટી ચમચી ધી

૪) અડધી ચમચી ખાવાનો પીળો પાઉડર

૪) અડધી ચમચી ઈલાઈચી

૫) ડેકોરેશન માટે જરૂરી કેસર અને પીસ્તા

બનવાની રીત

દરેક સામગ્રી ખાસ માપીને લેવી જરૂરી છે,જેથી સ્વાદ ખુબજ સરસ આવશે.

૧) દૂધ અને ખાંડ ને સાથે માધ્યમ તાપ પર ગેસ પર ગરમ કરીશું. ચાસણી બનવાની જરૂર નથી.

૩ થી ૪ મિનીટ પછી ઉભરો આવવા લાગશે. ૧ ટીપું અલગ રકાબીના કાઢી ચેક કરવું. કે એ પ્રસરી જતુતો નથીને.

2) ગેસ ધીમો કરીને તેમાં ખાવાનો પીળો પાઉડર અને ઈલાઈચી નાખીશું.

ત્યાર બાદ ગેસ બંધ કરીને તેને નીચે ઉતરીશું.

૩) હવે તેમાં કોપરાનું છીણ નાખીશું અડધો મિક્સ કર્યા પછી ધી નાખીશું. અને મિક્સ કરીશું.

૪) થાળીમાં  તેને લઇ તેને પાથરીશું. અને તેના પર કેસર પીસ્તા ડેકોરેશન કરવા ભભરવીશું.

આ રીતે ખુબજ સહેલાઈથી માવા વગરનો અને ચાસણી વગરનો ખુબજ સ્વાદીષ્ટ કોપરાપાક તૈયાર છે.

આને પહેલા ભગવાને ધરાવીને સહકુટુંબ સ્વાદનો આસ્વાદ કરો.

વિડીઓ