ઔષધી – કુબા જેના અન્ય નામ દ્રોણપુષ્પી Leuncas aspera સાંપના ઝેરને પણ સારી રીતે કરે છે દુર

 

દ્રોણપુષ્પી (ગુમ્મા) Leuncas aspera સાંપના કરડવાથી ઝેરને દુર કરવાની એક અસરકારક ઔષધી છે.

દ્રોણપુષ્પી (Leuncas aspera) જેને આપણે ગુમ્મા ના કે કુબા નાં નામથી ઓળખીએ છીએ. તે આપણા ભારતમાં મળી આવે છે. તે આખા ભારતમાં મળી આવે છે. તે ખાસ કરીને ઈખ ના ખેતરમાં મળી આવે છે. હિમાલયના પહાડો ઉપર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેને ગુજરાતીમાં કુબા નાં નામ થી અને ર્હિન્દીમાં ગુમ્મા, દણહલી. મરાઠીમાં તુંબા. સંસ્કૃતમાં દ્રોણપુષ્પી. તામિલમાં તુમ્બરી. તેલુગુમાં મયપાતોસી. બંગાળીમાં હલકસ, પલધયા. વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

દ્રોણપુષ્પી(કુબા) નો છોડ બે થી ચાર ફૂટ લાંબો અને ચાર પાંચ ડાળીઓ વાળો ઘૂંઘટ આકારનો હોય છે. દ્રોણપુષ્પી (Leuncas aspera) (ગુમ્મા) ના છોડ ઉપર સફેદ રંગના નાના નાના દાણા હોય છે. તેના પાંદડા 2-3 ઇંચ લાંબા અને અણીદાર છેડા વાળા હોય છે. તેના ફૂલ કપ જેવા આકારના સફેદ અને ઘટાદાર હોય છે. ફૂલના દરેક ગુછા ઉપર બે પાંદડા જોડાયેલા હોય છે. તેની ડાળીઓ પાતળી અને 5 થી 6 ઇંચ લાંબી હોય છે. જેની ગંધ તીવ્ર હોય છે. તેના ઉપયોગથી ઘણા રોગો દુર થઇ શકે છે. તે ઉદર રોગ, વિશ દોષ, યકૃત વિકાર, પક્ષઘાત વગેરે માં ખુબ ફાયદાકારક ઔષધી છે.

મુખ્ય ફાયદા :

(1) ઝેર, જ્વર માટે કુબા કે દ્રોણપુષ્પી (Leuncas aspera) ની ડાળીઓ કે પાંદડાને વાટીને પોટલી બનાવી લો અને તેને જમણા હાથની નાડી ઉપર કપડાની મદદથી બાંધી દો. તેનાથી રોગીનું જ્વર ખુબ જ વહેલા ઠીક થઇ જાય છે.

(2) સુકા રોગમાં – સુકા રોગ ખાસ કરીને નાના બાળકોને થાય છે. ગુમ્મા ની ડાળીઓ કે પાંદડાને વાટીને સુદ્ધ ઘી માં તાપ ઉપર પકાવી લો અને ઠંડુ થાય એટલે આ ઘી થી બાળકોના શરીર ઉપર માલીશ કરો. આ સુકો રોગ ખુબ જ જલ્દી દુર થઇ જાય છે.

(3) સાંપ કરડવા ઉપર : કોઈપણ વ્યક્તિને કેટલો પણ ઝેરીલો સાંપ કરડ્યો હોય તેને દ્રોણપુષ્પી (Leuncas aspera) ના પાંદડા કે ડાળીઓ ખવરાવવા જોઈએ કે તેના 10 થી 15 ટીપા રસ પીવરાવવો જોઈએ. જો વ્યક્તિ બેહોશ થઇ ગઈ હોય તો ગુમ્મા દ્રોણપુષ્પી (Leuncas aspera) નો રસ કાઢીને તેના કાન, મોઢા અને નાક દ્વારા ટીપા નાખી દો. તેનાથી મૃત્યુ ન પામેલ હોય તો ચોક્કસ રીતે ઠીક થઇ જશે. ઠીક થયા પછી થોડા સમય માટે ઊંઘવા ન દો.