કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

ગરમીથી છુટકારો મેળવવા માટે, આ 10 ઉપાય અપનાવીને તમે પણ એસી કે કુલર વિના પોતાના ઘરને ઠંડુ રાખી શકો છો

ઉનાળામાં, કુલર્સ, પંખા, એર કંડિશનર જેવા ઉપકરણો તમારા ઘરોને ઠંડુ રાખવામાં મદદ કરે છે, પરંતુ વધુ પડતા વપરાશને કારણે, તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. જો તમે એરકંડિશનરમાં ઘણા કલાકો ગાળ્યા પછી સૂર્યના સંપર્કમાં આવશો તો તમે બીમાર પડી શકો છો.

ઘરને કુદરતી રીતે ઠંડક આપવાના ઉપાય

ઉનાળામાં, કુલર્સ, પંખા, એર કંડિશનર જેવા ઉપકરણો તમારા ઘરોને ઠંડુ રાખવામાં મદદ કરે છે પરંતુ વધુ પડતા વપરાશને કારણે, તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. જો તમે એરકંડિશનરમાં ઘણા કલાકો ગાળ્યા પછી સૂર્યના સંપર્કમાં આવશો, તો તમે બીમાર પડી શકો છો. તેમજ વધુ એસીના ઉપયોગથી આળસ તો આવે જ છે, સાથે સાથે હાડકાં પણ નબળા પડે છે. જો તમે કુદરતી વસ્તુઓની મદદથી ઘરને ઠંડુ રાખવા માંગો છો, તો આ 10 પદ્ધતિઓ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

સીલીંગને ઠંડુ રાખો

દિવસ દરમિયાન સીલીંગ દ્વારા સોલાર રેડિયેશન પોતાનામાં શોષી લેવામાં આવે છે. તેમ જ ઘાટા રંગની સીલીંગ વધુ ગરમ થઇ જાય છે. સીલીંગ ઉપર ‘વ્હાઇટ પેઇન્ટ’ અથવા પીઓપી કરાવવાથી તેની અસરથી 70 થી 80 ટકા સુધી ગરમીમાં ઘટાડો લાવી શકાય છે. સફેદ રંગ એક પરાવર્તક તરીકે કાર્ય કરે છે.

પડદાથી ઠંડક

અતિશય સૂર્યપ્રકાશ તમારા રૂમને ગરમ વાતાવરણથી ભરી દે છે. તેનાથી બચવા માટે, પડદા વાપરો. તે ગરમીને શોષીને ઘરને ઠંડુ રાખે છે. ઘાટા રંગના પડદા સુર્યપ્રકાશને તેની તરફ ખેંચે છે. તે આછા, પેસ્ટલ અને સફેદ જેવા રંગો સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે. એટલે કે પડદાનો રંગ જેટલો આછો, તમારું ઘર એટલું જ ઠંડું.

કાર્પેટ ન પાથરો

રૂમમાં પાથરેલા કાર્પેટથી પણ ઘર ગરમ રહે છે. તેથી, ઘરમાં ઠંડક જાળવી રાખવા માટે, ઓરડામાં પાથરેલી કાર્પેટને દૂર કરી દેવી જોઈએ. ખાલી ફ્લોર ઠંડું રહે છે અને ઉનાળા દરમિયાન ઠંડા ફ્લોર ઉપર ઉઘાડાપગે ચાલવું સારું લાગે છે.

બારીઓથી ઠંડક

બારીઓથી પણ તમારું ઘર કુદરતી રીતે ઠંડું રહે છે. તેના માટે, જરૂરી છે કે ઓફિસ જતા પહેલા તમારા ઘરની બધી બારીઓ બંધ કરીને જવું અને રાત્રે ઘરને ઠંડુ બનાવવા માટે બધી બારીઓ ખોલી દો.

આછા રંગના બેડકવર

ગરમીમાં ઘાટા રંગથી ગરમીનો અહેસાસ વધુ થાય છે. તેથી, ઘરમાં ઠંડક જાળવવા માટે, જરૂરી છે કે બેડરૂમમાં બેડકવરનો રંગ આછો હોય. આછા ગુલાબી, સફેદ અને આછો પીળો રંગ સારો લાગે છે, જ્યારે વાદળી અને લાલ રંગ ગરમી વધારે છે.

પાણીથી ઠંડક

ઘરને ઠંડું કરવા માટે, જરૂરી છે કે તેની દીવાલ ઠંડી રાખો. તેના માટે સવારે અથવા સાંજે ઘરની દીવાલ ઉપર પાણીનો છંટકાવ કરો, અથવા દીવાલ ઉપર ટાટ રાખો. તેનાથી ઘરની દિવાલોનું તાપમાન ઓછું થાય છે. સાથે જ ઠંડક માટે ખસની ટાટના ટુકડાને પાણીમાં પલાળીને લટકાવવાથી ઘરમાં ઠંડક જળવાઈ રહે છે. આ સિવાય ટપ અથવા ડોલમાં પાણી ભરીને રાખવાથી પાણી સાથે પંખાની હવા અથડાઈને ઘરને ઠંડક આપે છે.

ઉપકરણનો ઓછો ઉપયોગ

ઇલેક્ટ્રિક સાથે જોડાયેલા ઉપકરણો દિવસ દરમિયાન તમને ખૂબ મદદ કરે છે, પરંતુ આને કારણે ઘર વધુ ગરમ રહે છે. કારણ કે ઇલેક્ટ્રિકથી ચાલતા ઉપકરણો ખૂબ વધુ ગરમી ઉત્પન્ન કરે છે. તેથી,તમારે જરૂર ન હોય ત્યારે ટેલિવિઝન, ડેસ્કટોપ, વોશિંગ મશીન અને ઓવન જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઈએ.

લાઈટનો ઓછો ઉપયોગ

લાઈટ ઘરનું તાપમાન વધારવામાં અને ઓછું કરવામાં અગત્યની ભૂમિકા નિભાવે છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. ઘણાં વધુ ચમકતા બલ્બ ન લગાવશો. જ્યાં બેસવાની જગ્યા છે, તે જ જગ્યાએ એકદમ માથા ઉપર લાઈટ ન હોવી જોઈએ. સીલીંગ લાઇટ ગરમી ઉત્પન્ન કરે છે.

છોડથી ઠંડક

ઘરના પ્રવેશદ્વાર અને વરંડાની આસપાસ છોડ મુકવાથી ગરમીની અસર મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. છોડને લીધે તમારા ઘરનું તાપમાન 6 થી 7 ડિગ્રી સુધી ઓછું રહે છે. છોડ તમે ઘરની અંદર પણ રોપી શકો છો, તે ઘરમાં હવા અને ઠંડકનો અહેસાસ કરાવે છે. તેના દ્વારા છોડવામાં આવેલ ઓક્સિજનથી આખું ઘર ઠંડુ રહે છે.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.