કુટુંબની લગ્નમાં એક નવી પહેલ, વિધવા ભાભી સાથે થાય દિયરના લગ્ન. શું રહ્યું કારણ કે દિયરે કર્યા ભાભી સાથે લગ્ન.

મહારાષ્ટ્રના સાંગલીમાં, લગ્નની પરંપરા તોડતા એક વિધવા ભાભી સાથે તેનો દિયર લગ્નના બંધનમાં બંધાઈ ગયો, આ એક ક્રાંતિકારી ઘટના ઘટી છે. ગામના લોકોએ આ પરિવારની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ લગ્ન સમાજને એક નવી દિશા આપશે.

બે વર્ષ પહેલાં, કોલ્હાપુર જીલ્લાના ઈચલકરનજીના દત્તાત્રે પાટિલની પુત્રી, સોનાલી તેનું લગ્ન સાંગલીના શિરગાંવ ગામના નામદેવ પાટિલના પુત્ર સંતોષ સાથે લગ્ન કાર્ય હતા. સોનાલીના લગ્નને બે વર્ષ થયા હતા. તેની એક છ મહિનાની છોકરી પણ છે. પરંતુ થોડા મહિના પહેલા, તેના પતિ (સંતોષ) અકાળે મૃત્યુ પામ્યા હતા.

સોનાલી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. આવા સંજોગોમાં, સોનાલીનું અને તેની છ મહિનાની દીકરીના આગળના જીવનમાં મુશ્કેલી હતી. દીકરીના ભવિષ્યનું શું થશે? આ ચિંતિત સોનાલીની માતા દુ:ખી હતી. પરંતુ આવા સંજોગોમાં સોનાલીના સાસુ અને સસરાએ તેની મદદ કરવાનો નિર્ણય લીધો . તેઓએ તેના નાના દીકરા એટલે સોનાલીના દિયર દાસી (ઉમેશ પાટિલ) સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ઉચ્ચ શિક્ષણ ધરાવતા પાટીલ પરિવારે મહિલાના ભવિષ્ય વિષે વિચારીને પરંપરાઓ તોડતા આ કર્યું.

સંતોષની માતા અને સોનાલીની સાસુ રાજશ્રી પાટીલ તેમની છ મહિનાની પૌત્રી અને વહુ સોનાલીના ભવિષ્ય વિશે ચિંતિત હતા. રાજશ્રીએ બાકીના જીવન માટે સોનાલીનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું. પણ તેના ઘરમાં તેનો નાનો પુત્ર છે, અને આગળ જઈને તે પણ લગ્ન કરશે તેના લગ્ન થયા પછી આવનારી વહુ મોટા ભાઈની પુત્રી અને તેની પત્નીને પ્રેમ કરશે કે? બંને વહુના સંબંધો કેટલા સમય સુધી સારા રહશે?

આ વિચાર કરીને રાજશ્રી પાટિલ તેમને પોતાના નાના છોકરા સાથે સોનાલીના લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. તેમને પોતાનો આ નિર્ણય નાના છોકરો અને વહુ સોનાલી સામે રજુ કર્યો, આ નિર્ણય સાથે સોનાલી અને તેના પિયર પક્ષ પણ સહમત થયા. તાજેતરમાં, સોનાલી અને ઉમેશના લગ્ન સરળ અને શાંતિ પૂર્વક થઇ ગયા.

ઉમેશ અને સોનાલીએ તેમનું નવું દામ્પત્ય જીવનની શરૂઆત છ મહિનાની ચિમુકલી(સોનાલીની પુત્રીનું નામ) સાથે શરુ કર્યો. આ લગ્નના કારણે સોનાલીએ પોતાના અંધકાર ભરેલ જીવનમાં પ્રકાસ પડતા પાટીલ ઘરની વહુ થવાનો આનંદ છે આવી ભાવના સોનાલીએ વ્યક્ત કરી. ઉમેશ(સંતોષનો નાનો ભાઈ) તેમણે જણાવ્યું કે મારા સમાજને માન્ય હશે અને મારા પરિવારને માન્ય છે એટલે મેં આ નિર્ણય લીધો છે તેમણે આગળ જાણવું કે મોટા ભાઈની નાની છોકરી ફરી આપણા જ ઘરે આવશે અને તેનું ભવિષ્ય સુધરે તેની માટે અમે આ નિર્ણય લીધો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.