કયા કયા દેશોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી થાય છે?

ભારતના EVM સાથે જોડાયેલી ટેકનીક સહાયતા જોર્ડન, માલદીવ, નામીબીયા, મિસ્ર, ભૂતાન અને નેપાળને આપી છે. આ દેશોમાં ભૂતાન, નેપાળ અને નામિબિયા, ભારતમાં બનેલી ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ કરી રહ્યા છે. આમ તો ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, નેધરલેંડ અને સંયુક્ત રાજ્ય અમેરિકા સહીત દુનિયાના ઘણા દેશોએ ઈવીએમના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તી વાળો દેશ છે પરંતુ ત્યાં લોકશાહી નથી તેને કારણે ભારતને સૌથી મોટો લોકશાહી દેશ માનવામાં આવે છે. ભારતમાં સામાન્ય ચૂંટણી ૫ વર્ષના સમયગાળા પછી કરાવવામાં આવે છે, પરંતુ જો સરકાર પાંચ વર્ષ પહેલા પડી જાય છે. તો પહેલા પણ ચૂંટણી કરવામાં આવી શકે છે.

ભારતમાં ઘણા વર્ષો સુધી ચૂંટણી મતદાન પત્રની મદદથી કરાવવામાં આવતી હતી, પરંતુ આ પ્રક્રિયા ઘણી મોંઘી, ધીમી, અપારદર્શી અને પર્યાવરણ વિરુધ્ધ હતી. તે કારણે દેશમાં પ્રયોગ તરીકે પહેલી વખત ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો ઉપયોગ ૧૯૮૨ માં કેરલ ‘પાકુર વિધાનસભા’ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.

ત્યાર પછી ૧૯૯૯ ની લોકસભા ચૂંટણીમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM) નો ઉપયોગ તમામ નીર્વાચીન ક્ષેત્રોમાં કરવામાં આવ્યો હતો. જો કે ૨૦૦૪ ની લોકસભા ચૂંટણી પછીથી ભારતમાં દરેક લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન દ્વારા જ પૂરી કરાવવામાં આવી રહી છે.

ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM) વિષે :

ભારતમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલા EVM માં મોટાભાગે ૨૦૦૦ વોટ રેકોર્ડ કરવામાં આવી શકે છે. આ EVM ને સાર્વજનિક ક્ષેત્રના બે ઉપક્રમો, ભારત ઇલેક્ટ્રોનિક લીમીટેડ બેંગ્લોર અને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ, હૈદરાબાદના સહયોગથી ચૂંટણી આયોગના ટેકનીક નિષ્ણાંત સમિતિ (ટીઈસી) દ્વારા તૈયાર અને ડીઝાઈન કરવામાં આવે છે.

ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM) વિષે :

આ EVM ને ચલાવવા માટે વીજળીની જરૂર પણ નથી પડતી કેમ કે તેમાં પહેલાથી જ બેટરી બેંક ઉપરની વ્યવસ્થા હોય છે. એટલા માટે આ મશીનની મદદથી તેવા વિસ્તારોમાં પણ ચૂંટણી કરાવી શકાય છે જ્યાં વીજળી નથી હોતી.

એક EVM માં નોટા સહીત વધુમાં વધુ ૮૪ ઉમેદવારો માટે વોટ નાખી શકાય છે. આમ તો સામાન્ય રીતે તેમાં ૧૬ ઉમેદવારોના ચૂંટણી ચિન્હની જ વ્યવસ્થા હોય છે પરંતુ જરૂર મુજબ મતપત્ર યુનિટ જોડી શકાય છે.

M૩ ઈવીએમની કિંમત લગભગ પ્રતિ યુનિટ લગભગ ૧૭,૦૦૦ રૂપિયા છે.

આવો હવે જાણીએ કે ક્યા ક્યા દેશોમાં EVM થી ચૂંટણી થાય છે.

એ ધ્યાન રાખવું ઘણું જરૂરી છે કે EVM ના ઉપયોગ વિષે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા અનુભવ જોવા મળે છે. જ્યાં યુરોપ અને ઉત્તરી અમેરિકાના દેશ EVM પ્રણાલીથી દુર થઇ ગયા છે, તે દક્ષીણ અમેરિકા અને એશિયાના દેશ EVMમાં રસ દાખવી રહ્યા છે.

કુલ મળીને ૩૧ દેશો માં EVM નો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી માત્ર ૪ દેશોમાં તેને આખા દેશમાં ઉપયોગ કરવામાં આવે છે. 11 દેશોમાં તેને દેશના અમુક વિસ્તારો કે ઓછા મહત્વની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે છે, ૩ દેશો જર્મની, નેધરલેંડ અને પોર્ટુગલએ EVM નો ઉપયોગ બંધ કરી દીધો છે, જો કે 11 દેશોએ તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવે છે અને બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે.

ભારતમાં EVM સાથે જોડાયેલી ટેકનીકલી સહાયતા જોર્ડન, માલદીવ, નામિબિયા, મિસ્ર, ભૂતાન અને નેપાળને આપી છે. આ દેશોમાં ભૂતાન, નેપાળ અને નામિબિયા ભારતમાં બનેલા ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ કરી રહ્યા છે.

ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીનોનો ઉપયોગ દુનિયાના થોડા સૌથી મોટા લોકતંત્રોમાં કરવામાં આવે છે. જેમાં બ્રાજીલ, ભારત અને ફિલીપીંસ રહેલા છે. થોડા બીજા દેશોના નામ છે.

૧. બેલ્ઝીયમ

૨. એસ્ટોનયા

૩. વેનેજુએલા

૪. સંયુક્ત અરબ અમીરાત

૫. જોર્ડન

૬. માલદીવ

૭. નામિબિયા

૮. મિસ્ર

૯. ભૂતાન

૧૦. નેપાળ

ક્યા મોટા દેશોમાં EVM થી ચૂંટણી થતી નથી

ઘણું આશ્ચર્યની વાત છે કે આખી દુનિયામાં પોતાની ટેકનીકનો જાદુ પાથરવા વાળા વિકસિત દેશોમાં પણ બેલેટ પેપરની મદદથી ચૂંટણી કરાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક મશીનોના માધ્યમથી ચૂંટણીની સુરક્ષા, પારદર્શકતા, વિશ્વનીયતા અને સત્યાપન વિષે ગંભીર શંકા આખા વિશ્વમાં ઉઠાવવામાં આવે છે.

ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, નેધરલેંડ અને સંયુક્ત રાજ્ય અમેરિકા સહીત દુનિયાના ઘણા દેશો એ ઈવીએમના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

અમેરિકામાં ઈ-વોટીંગનો એકમાત્ર રીતે ઈમેલ કે ફેક્સના મધ્ય જ છે. ટેકનીકલી રીતે મતદાતાને એક મતપત્ર ફોર્મ મોકલવામાં આવે છે. તે તેને ભરે છે, તેને ઈમેલ દ્વારા પાછું કરે છે, કે પોતાની પસંદના વ્યક્તિ ઉપર નિશાન લગાવીને એટલે કે ડીઝીટલ ફોટાને નિશાન કરીને પાછું ફેક્સ કરે છે.

ઓક્ટોબર ૨૦૦૬ માં નેધરલેંડ એ ઈવીએમના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ ૨૦૦૯ માં. આયરલેન્ડ ગણરાજ્યએ તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો અને ઇટલીએ પણ એવું જ કર્યું હતું.

માર્ચ ૨૦૦૯ માં જર્મનીની સુપ્રીમ કોર્ટે એ નિર્ણય સંભળાવ્યો કે એવીએમના મધ્મથી મતદાન અસંવેધાનીક હતું. કોર્ટે એ માન્યું કે ચૂંટણીમાં પારદર્શીતા લોકોની સંવેધાનિક અધિકાર છે પરંતુ ‘દક્ષતા’ સંવેધાનિક રીતે સંરક્ષિત મુલ્ય નથી.

એવું પહેલી વખત નથી જયારે દેશમાં ઈવીએમને લઇને ચર્ચા થઇ છે. વર્ષ ૨૦૦૯ માં સુબ્રમાનીયમ સ્વામીએ આ મુદ્દા ઉપર ધમાલ મચાવી હતી. આમ તો તે એ સમયે ભાજપ સાથે ન હતા. અને કોંગ્રેસ પક્ષ કેન્દ્રમાં સત્તામાં હતી. આમ તો હવે આ મુદ્દા ઉપર સ્વામી પણ શાંત છે, પરંતુ બીજા રાજકીય પાર્ટીઓ EVM ને દુર કરવાની માગ કરી રહી છે.

સારાંશ તરીકે એ કહેવું ઠીક રહેશે કે ચૂંટણી ભલે મશીનથી થાય કે બેલેટ પેપરથી, તે વાતથી કોઈ ફરક નથી પડતો પરંતુ લોકો દ્વારા ચૂંટેલા પ્રતિનિધિ શુદ્ધ રીતે ચૂંટાવો જોઈએ. એવું નથી કે બેલેટ પેપરથી ચૂંટણી થાય છે, તો સંપૂર્ણ રીતે કોઈ ગોટાળા વગર પૂરી થઇ જાય છે અને એ વાત EVM થી ચૂંટણી કરાવવાની બાબતમાં પણ લાગુ પડે છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.