લગભગ દરેક સ્વિમિંગ પુલમાં હોય છે પેશાબ, રિસર્ચરો એ જણાવી સ્વિમિંગ પુલની આવી આવી વાતો

સંશોધન મુજબ ૮ લાખ લીટર પાણીની ક્ષમતા વાળા સ્વીમીંગ પુલમાં ૭૫ લીટર પેશાબનું પ્રમાણ રહેલ હોય છે. આ સ્વીમીંગ પુલ ઓલમ્પિક પુલોના ત્રીજા ભાગની સાઈઝ જેટલા હોય છે.

સ્વીમીંગ પુલમાં ન્હાઈને આવ્યા પછી કેમ લાલ થઇ જાય છે આંખો

સ્વીમીંગ પુલમાં મસ્તી પછી હંમેશા તમારી સ્કીન ઉપર ઇન્ફેકશન થઇ જાય છે. આંખ લાલ થઇ જાય છે, તમે ડોક્ટર પાસે ઈલાજ કરાવી ચુક્યા છો, પણ તમારી તકલીફ દુર થયેલ નથી, તો આ સમાચાર તમારા કામના છે. કેનેડાના વેજ્ઞાનિકોના આ સંશોધન તમારી સમસ્યાનું કારણ પણ જણાવી શકે છે. ખાસ કરીને કેનેડાના અલબર્તા યુનીવર્સીટી ના વેજ્ઞાનિકોએ સ્વીમીંગ પુલમાં પાણી ઉપરાંત તેમાં રહેલ બીજી બધી વસ્તુ ઉપર સંશોધન કરેલ છે, તેનાથી જાણવા મળેલ છે કે સ્વીમીંગ પુલમાં પાણી ઉપરાંત મોટા પ્રમાણમાં પેશાબ પણ રહેલ હોય છે, અને પેશાબ તમારા સ્કીન ઇન્ફેકશનનું કારણ હોઈ શકે છે.

કેનેડાના વેજ્ઞાનિકો એ બે શહેરોમાં ૩૧ સ્વીમીંગ પુલમાંથી પાણીના ૨૫૦ નમુના લીધા, અને તેના જે પરિણામ આવ્યા તે જાણીને તમે આ ગરમીમાં સ્વીમીંગ પુલમાં રીલેક્ષ થવા માટે તમારા વિચાર ઉપર ફરી વખત વિચાર કરવા માટે મજબુર બની શકો છો.

આ સંશોધન મુજબ ૮ લાખ ૩૦ લીટર પાણીની ક્ષમતા વાળા સ્વીમીંગ પુલમાં ૭૫ લીટર પેશાબનું પ્રમાણ રહેલ હોય છે. આ સ્વીમીંગ પુલ ઓલમ્પિક માં રહેલ સ્વીમીંગ પુલ ના ત્રીજા ભાગની સાઈઝના હોય છે. જ્યારે તેનાથી થોડા નાના પુલમાં ૩૦ લીટર સુધી પેશાબનું પ્રમાણ રહેલ હોય છે.

આ સત્ય સામે આવ્યા પછી કેનેડાના વેજ્ઞાનિકો એ જણાવેલ છે કે સ્વીમીંગ પુલમાં પેશાબનું પ્રમાણ પબ્લિક હેલ્થ માટે એક ચિંતાનો વિષય છે, કેમ કે પેશાબ સ્વીમીંગ પુલના પાણીમાં રહેલ બીજા કેમિકલ્સ સાથે પ્રતિક્રિયા કરીને તરવા વાળા ની સ્કીન અને આંખોને નુકશાન પહોચાડી શકે છે.

તેથી હવે પછી જો સ્વીમીંગ પુલથી આવ્યા પછી તમારી આંખો લાલ થઇ જાય, કે પછી સ્કીન ઉપર ઇન્ફેકશન થઇ જાય તો સમજી લો કે જે પુલમાં તમે ન્હાવા જઈ રહેલ છો ત્યાં લોકોએ પેશાબ કર્યો છે. ખાસ કરીને પેશાબમાં રહેલ તત્વ નાઈટ્રોજન ક્લોરીન સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરામાઈન બનાવે છે, અને આ ક્લોરામાઈન તમારી આંખો ને લાલ કરી દે છે.

આ માહિતી જાણ્યા પછી તમે સ્વીમીંગ પુલના પાણીને ન્હાતા સમયે મોઢામાં ક્યારે પણ ન લેશો. આ સમયે જો તમે ગરમીમાં તમારો વિચાર સ્વીમીંગ પુલમાં ડૂબકી મારવાનો છે તો આ વસ્તુની તપાસ પહેલા જરૂર કરી લેવી.