”મારી લાડકી” ગીત પર લગન માં પર્ફોમન્સ

જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે,

માં નહિ પણ પિતા ની લાડકી હોય છે,

પિતા નું તો એ સ્વાભિમાન હોય છે,

માં હમેશા ટોકતી હોય છે,

અને પિતા જીદ પૂરી કરતા હોય છે,

નાની હોય ત્યાર થી પિતા ની એકજ ઈચ્છા હોય છે,

કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ છે,

પિતા ની આંખો મા દીકરી ના લગ્ન ના સપના હોય છે,

દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે,

દીકરી નું કન્યાદાન તો સહુ થી મોટું પુણ્ય હોય છે,

આના થી મોટું દાન આ દુનિયા મા ક્યાય ના હોય છે,

દિલ ના ટુકડા ને પોતાના થી દુર કરવાનું જે દુખ હોય છે,

એ દુખ તો ફક્ત દીકરી ના પિતા જ સમજતા હોય છે,

દુખ ભલે થાય તોય પરણાવી તો પડે છે,

પ્રેમ તો ઘણો હોય પણ દુનિયા ની રીત નડે છે,

દીકરી ની વિદાય એ સહુ થી કપરો સમય બને છે,

જેમાં દીકરી નો બાપ કિંકીર્ત્વ્ય્મુઢ બને છે,

ખુશ રેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,

ખુશ હસે કે નહિ એની ચિંતા આજીવન રે છે,

એટલે કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,

ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો…

આ ગીત મા એક પિતા એની દીકરી ને એક દિવસ રોકાઇ જવાનુ વિનવે છે દીકરી જયા રમી ને મોટી થઇ હોય તે આબલી ને પીપડી ના દિવસો યાદ કરાવે છે

પારકા ઘરે ગયેલી દીકરી ના પિતા ને પોતાના ઘરે રોકવા કેટકેટલા મનામણા કરવા પડે છે એક દિવસ પણ એક પિતા માટે ખૂબ જ થઇ પડે છે

દીકરી એના માળા મા બંધાઈ ગઇ હોય છે પણ એના પિતા કાગ ડોળે રાહ જોતા હોય છે દિકરી વગર નુ ઘર ઘર નથી રેહતુ .બાપ દીકરી નો સબંધ જ આવો છે

આ ગીત ના શબ્દો થી પિતા ને પોતા ની દૂર રેહતી દીકરી યાદ આવી જાય છે

વિડીયો