વરરાજાને ‘નાગિન’ ડાન્સ કરવાનું ભારે પડી ગયું, ડાંસ જોઈ કન્યાએ કહ્યું હું લગ્ન નહીં કરું જુયો વિડીયો

 

આ વાંચ્યા પછી વરરાજા ચેતી જજો

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર ગામમાં એક વરવધુ ને વરરાજાનો નાગિન ડાન્સ પસંદ ન આવ્યો અને તેને લગ્ન તોડી નાખ્યા. વરરાજાનો નાગિન ડાન્સ જોઈને ફરી ગઈ કન્યા પણ એના ડીસીજન માં ફક્ત નગીન ડાંસ જ કારણભૂત નથી કારણ વાંચો શું છે. નગીન ડાંસ નિમિત્ત બન્યું છે પણ કારણ જાણી ને તમે પણ કન્યાનાં ડીસીજન ને વખાણસો.

ભારતમાં લગ્નો નાગિન ડાન્સ વગર પુરા થતા નથી. લગ્નમાં કોઈ ને કોઈ એવા જરૂર હોય છે જે નાગિન ડાન્સ કર્યા વગર માનતા નથી અને તેનો વિડીયો જોઈને લોકો ને હસવું પણ બહુ આવે છે.

પરંતુ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ગામમાં એક વરવધુ ને વરરાજાનો નાગિન ડાન્સ પસંદ ન આવ્યો અને તેણે લગ્ન તોડી નાખ્યા લાખ સમજાવવા છતાં પણ વરવધુ પોતાના નિર્ણય માં એક ની બે ન થઇ છેવટે જાનને પાછું જવું પડ્યું. ત્યાં આ કિસ્સાની વાતો ઘણા જિલ્લામાં થઇ રહી હતી. પેપર માં છપાયેલ ખબર મુજબ જાન નું ભવ્ય સ્વાગત પછી વરરાજાના મિત્રો એ જોરદાર ડાન્સ કર્યો.

એટલામાં કોઈએ વરરાજાને પણ ડાન્સ કરવા માટે બોલાવેલ અને તેણે નાગિન ડાન્સ શરૂ કર્યો તેનું આવું રૂપ જોઈને કન્યા પક્ષના તો આશ્ચર્યચકિત થઇ ગયા,વરરાજાના હાવભાવ જોઈને એવું લાગતું હતું કે તેણે દારૂ પીધેલ હોય.

આ વાતની કન્યા ને ખબર પડી એટલે તરત જ વરવધુએ લગ્ન કરવા માટે ના પડી દીધી. તેનું કહેવાનું હતું કે દારૂ પીવા વાળા વ્યક્તિ સાથે તે લગ્ન નથી કરવા માંગતી.

વરવધૂના આ નિર્ણયથી હડકંપ મચી ગયો કેમ કે બંને પરિવાર એક બીજાને પહેલાથી જાણતા હતા અને લગ્ન પહેલા ઘણી લેતી દેતી પણ થઇ ગઈ હતી. આ પછી પરિવારના લોકોએ વરવધૂને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેણે ચોખ્ખુ કહી દીધું કે તે કોઈ દારૂડિયાની સાથે પોતાની જિંદગી નથી વિતાવવા માંગતી. કોઈ રસ્તો ન નીકળ્યો જાન પાછી ફરી ગઈ.

કન્યાએ ખુબ સારું કર્યું કે એક દારૂડિયા સાથે લગ્ન નાં કર્યા નહિ તો લગ્ન પછી આખી જીંદગી પસ્તાવા નો વારો આવત એના કરતા ઘણું સારું થયું કે વરરાજા ની અસલિયત નગીન ડાંસ થી બહાર આવી ગઈ.

વિડીયો