લગ્ન પછી એક્સ ગર્લફ્રેન્ડ પર નેહા ધુપિયાના પતિએ તોડ્યું મૌન, જણાવ્યું : ‘નોરા ફતેહી ખુબ જ…’

બોલીવુડ અભિનેતા અંગદ બેદીએ ગયા વર્ષે જ પોતાની ગર્લફ્રેન્ડ નેહા ધૂપિયા સાથે છાનામાના લગ્ન કરી લીધા હતા, ત્યાર પછી તેમણે સોશિયલ મીડિયા ઉપર વેડિંગના થોડા ફોટા શેર કર્યા હતા, જેને તેના ફેંસ દ્વારા ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા મહિના પછી જ નેહા ધૂપિયાએ એક બેબીને જન્મ આપ્યો, ત્યાર પછી જ બંને વિષે ઘણી વાતો પણ થવા લાગી હતી. એટલું જ નહિ, અંગદ બેદીની એક્સ ગર્લફ્રેન્ડ નોરા ફ્તેહીએ પણ તેની ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેની ઉપર હવે જતા તેમણે જવાબ દેવા સાથે જ પોતાના મનની વાત કરી છે.

અભિનેતા અંગદ બેદીએ નેહા ધૂપિયા સાથે લગ્ન કરતા પહેલા નોરા ફ્તેહીને ડેટ કરી ચુક્યા હતા, જેને કારણે જ બંને ઘણા સમાચારોમાં રહ્યા હતા. અંગદ બેદી સાથે બ્રેકઅપ થયા પછી નોરા ફ્તેહીએ મીડિયા ઉપર જોરદાર ધમાલ પણ મચાવી હતી અને તેની ઉપર દગો દેવાનો આરોપ પણ લગાવ્યો હતો. એટલું જ નહિ, નોરા ફ્તેહીએ અંગદના લગ્નને એક મજબુરી ગણાવી હતી, કેમ કે નેહા ધૂપિયા લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. આ તમામ આરોપો ઉપર હવે જઈને અંગદ બેદીએ પોતાનું મૌન તોડતા મોટો ખુલાસો કર્યો.

ઘણી સરસ છોકરી છે નોરા ફ્તેહી – અંગદ બેદી

હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં અંગદ બેદીએ પોતાના પરણિત જીવન અને પોતાની એક્સ ગર્લફ્રેન્ડ વિષે ઘણી બધી વાતો કરી. તે દરમિયાન તેમણે જણાવ્યું કે નોરા ફ્તેહી ઘણી સરસ છોકરી છે અને તે હવે એક સ્ટાર બની ચુકી છે. લોકો તેને પસંદ કરે છે અને હું તેના ઉજવળ ભવિષ્યની પ્રાર્થના કરું છું અને ઈચ્છું છું કે એક દિવસ મોટી કલાકાર બને અને અત્યારે તેના સ્ટાર તરીકે આગળ વધવાના દિવસો છે. સાથે જ અંગદે જણાવ્યું કે બ્રેકઅપ પછી ઘણી વખત એવી વાતો થતી રહે છે, તેની ઉપર ધ્યાન ન આપવું જોઈએ.

એક બીજાનું સન્માન કરીએ – અંગદ બેદી

નોરા ફ્તેહીના આરોપનો જવાબ આપતા અંગદ બેદીએ જણાવ્યું કે અમે બંને જ હવે પોતાના જીવનમાં ઘણા સુખી છીએ, તેને કારણે જ એક બીજા વિશે જેમ તેમ બોલવા કરતા સારું છે કે અને એક બીજાનું સન્માન કરીએ, જેથી એક દાખલો બેસાડી શકાય. સાથે જ તેમણે જણાવ્યું કે દરેકમાં ફેરફાર આવે છે અને તમારા સંબંધને જાળવવાનો પૂરો પ્રયાસ કરો છો, પરંતુ ઘણી વખત તમે સફળ થાવ છો, તો ઘણી વખત નિષ્ફળ રહો છો, તેને કારણે જ વાત ગુંચવાયેલી રહે છે.

નેહા ધૂપિયા અને અંગદ બેદીના અફેયરથી ઘણો બધો આનંદ મેળવ્યો હતો, પરંતુ જયારે તેમણે અચાનકથી લગ્ન કરી લીધા તો બધા દંગ જ રહી ગયા. લગ્ન પછી જાણવા મળ્યું કે નેહા ધૂપિયા પ્રેગ્નેન્ટ હતી, જેને કારણે જ બંનેએ આનન ફાનનમાં લગ્ન કર્યા. જણાવી આપીએ કે નોરા ફ્તેહીએ પણ જણાવ્યું હતું કે અંગદ બેદી નેહા ધૂપિયા સાથે લગ્ન ન કરત, પરંતુ તે પ્રેગ્નેન્ટ થઇ ગઈ તો તેને મજબુરીમાં કરવા પડ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.