લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

આમિર ખાન તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળવા પહોંચ્યા, આ જોઈને ભારતમાં લોકો ભડક્યા, જાણો તેનું કારણ

ફિલ્મ અભિનેતા આમિર ખાન આજકાલ પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગના કામથી આમિર ખાન હાલ તુર્કીમાં છે. રવિવારે તેમણે તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત કરી, તો ભારતમાં ફેન્સ ભડકી ગયા. આમિર ખાનની તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગનની પત્ની અને પ્રથમ મહિલા એમીન એર્ડોગન સાથેની મુલાકાત એટલા માટે પસંદ નહિ આવી, કારણ રાષ્ટ્રપતિએ જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવા વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન હુબેર મૈંશનમાં થયેલી આ મુલાકાતના ફોટા શેયર કર્યા પછી આમિર ખાનની સોશિયલ મીડિયા પર ઘણી આલોચના કરવામાં આવી. એર્ડોગન વૈશ્વિક મંચો પર કશ્મીર સહીત અન્ય ઘણા મુદ્દા પર ભારતનો વિરોધ કરી ચુક્યા છે.

ભારતના મિત્ર આવ્યા હતા ત્યારે મળવા નહિ આવ્યા હતા આમિર ખાન :

ટ્વીટર પર લોકો આ બાબતને વર્ષ 2018 માં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂના ભારત પ્રવાસ સાથે જોડીને જોઈ રહ્યા છે. ત્યારે નેતન્યાહૂએ હિંદી સિનેમાની ઘણી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી, પણ આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાન તે સમારોહમાં આવ્યા ન હતા. જોકે, ઇઝરાયલ મિત્ર દેશ છે અને તે ઘણીવાર આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનો સાથ પણ આપી ચુક્યો છે. આ પહેલા વર્ષ 2015 માં પણ ભારતમાં અસહિષ્ણુતા પર નિવેદન આપીને આમિર ખાન વિવાદોમાં ઘેરાય ચુક્યા છે.

જણાવી દઈએ કે, કોરોના સંક્રમણની મહામારીને કારણે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ અટકાવવું પડ્યું હતું. આમિર ખાન તુર્કીમાં ફિલ્મના શૂટિંગ માટે લોકેશન જોવા ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે ફિલ્મનું બાકીનું શૂટિંગ તુર્કીના અલગ-અલગ વિસ્તારોમાં કરી શકે છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.