મોમોઝ ખાવાથી થાય છે આ 4 મોટા નુકશાન… એક વખત જાણી લેશો તો ક્યારેય મોમોઝને હાથ લગાડશો નહિ

બજારમાં મળતા મોમોઝમાં ઘણી વેરાયટી જેવા કે વેજ, નોન વેજ, સ્ટીમડ, તંદુરી અને ફ્રાઈડ મોમોઝ મળી રહ્યા છે. જો તમે પણ જીભનો સ્વાદ વધારવા અને ભૂખ મટાડવા માટે ગલી કે શેરીમાં મળતા મોમોઝને ઘણા હોંશથી ખાવ છો, તો સમય પહેલા સાવચેત થઇ જાવ. ક્યાંક જીભનો એ સ્વાદ તમારા આરોગ્ય માટે મોટું જોખમ ન બની જાય.

મોમોઝને પોતાના સ્વાદ માટે ખાવામાં આવે છે. તે સ્વાદમાં ચટપટો હોય છે. તે ખાવાથી વ્યક્તિને ઘણા પ્રકારની બીમારીઓ થવાનું જોખમ રહે છે. શાલીમાર બાગના ફોટો હોસ્પિટલની ડાઈટીશિયન સીમરન સૈનીના જણાવ્યા મુજબ સ્ટ્રીટ ફૂડ મોમોઝ ખાવાથી લોકોએ દુર રહેવું જોઈએ. સીમરન સૈનીના કહેવા અનુસાર મોમોઝ ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ તમને તેનો ભોગ બનાવી શકે છે. મોમોજ એવી રીતે બને છે જે પાચન તંત્રને ખરાબ કરે છે.

મોમોઝ ખાવાથી બીજું મોટું નુકશાન એ થાય છે કે તેમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ પોષક તત્વ જરાપણ નથી હોતા. ઘણા લોકો તો મોમોઝનું સેવન માત્ર ટેસ્ટ માટે કરે છે, જો કે તેમને ખબર હોય છે કે તેમાં કોઈ પોષક તત્વ નથી.

મોમોઝ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મેંદાને સોફ્ટ કરવા માટે તેમાં બ્લીચીંગનો પ્રયોગ કરવામાં આવે છે. જેનાથી શરીરને નુકશાન પહોચવા સાથે શરીરનું ઇન્સ્યુલીન લેવલ પણ ખરાબ થાય છે. મેંદામાં ફાઈબર નથી હોતું, તેને સફેદ અને ચમકદાર બનાવવા માટે બેજોયલ પેરોકસાઈડથી બ્લીચ કરવામાં આવે છે જે શરીરને ઘણું નુકશાન કરે છે.

મેંદાનું સેવન કરવાથી વ્યક્તિને ડાયજેશનની તકલીફ થઇ શકે છે. મેંદો ખાવાથી ઘણીવખત મહિલાઓ અને બાળકોને ફૂડ પોઇઝનિંગ સુધી થઇ જાય છે. મેંદામાં રહેલા મોનોસોડીયમ ગ્લુટામેટ હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે.

બજારમાં મળતા આવા નાસ્તા આપણા સ્વાસ્થ્યને ઘણું નુકશાન પહોંચાડે છે. ઘણા લોકો એના વિષે જાણતા હોવા છતાં પણ વારંવાર એનું સેવન કરે છે. આમ કરવાથી તમે ફક્ત બીમારીઓને જ આમંત્રણ આપો છો. સ્વાસ્થ રહેવા માટે આપણે ઘરમાં બનેલા ભોજન જ ખાવા જોઈએ. અને હવે તો તમે દરેક વાનગીઓ ઘરે જાતે બનાવી શકો છો. નવી નવી વાનગીઓ બનાવવા માટે ટીવી પર કુકિંગ શો આવે છે. અને યુ ટ્યુબ પર પણ તમે નવી નવી વાનગી બનાવતા સીખી શકો છો. માટે ઘરનું બનેલું ખાવ અને સ્વસ્થ રહો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.