જાણો આનંદ મહિન્દ્રા વિષે, કઈ રીતે કરે છે તે અગત્યનું કામ કરવાવાળાની મદદ.

આનંદ મહિન્દ્રા એક એવા વ્યક્તિ જે હટકે કામ કરવાવાળાની મદદ કરવા હંમેશા તૈયાર રહે છે, જાણો તેમની રોચક વાતો

ટ્વિટર ઉપર ખૂબ જ સક્રિય રહેવા વાળા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા સામાન્ય લોકો સાથે જોડાયેલી પોતાની ટ્વિટને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ તેમણે એક ઇ-રિક્ષામાં વાળાને પોતાની કંપનીમાં નોકરીની ઓફર કરી હતી. આ રિક્ષાવાળાએ સામાજિક અંતર માટે તેની રિક્ષાને અલગ અલગ ખાનામાં વહેંચી દીધી છે.

આ પહેલીવાર નથી, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમ એન્ડ એમ) ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ મહિન્દ્રાએ કોઈ સામાન્ય માણસ સાથે સીધા જોડાવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા પણ તેઓ સતત ટ્વીટ કરતા રહે છે, જેમાં તે રસ્તા ઉપર ફરતા કોઈ વ્યક્તિની તસવીર સાથે તેમના કોઈ પ્રશંસનીય વલણની ચર્ચા કરે છે. સાથે જ સહાયની રજૂઆત પણ કરે છે.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત 10 ટોચના ઔદ્યોગિક કુટુંબો માંથી એકના પ્રમુખ આનંદ મહિન્દ્રા અને માતાનું નામ ઇન્દિરા મહિન્દ્રા હતું, જે એક સમૃદ્ધ બિઝનેસ પરિવાર હતું. ભણવા ગણવામાં તેજ આનંદે વર્ષ 1977 માં અમેરિકાના હાર્વર્ડ કોલેજ (કેમ્બ્રિજ, મેસાચુસેટ્સ) ના ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ એંડ એન્વાયરોનમેન્ટલ સ્ટડીઝ માંથી સ્નાતક કર્યું. ત્યાર પછી બોસ્ટન માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ થયા પછી તે દેશ પરત ફર્યો.

પાછા આવતા સાથે જ તેમણે મહિન્દ્રા યુજાઈન સ્ટીલ કંપની (મુસ્કો) માં એક નાના પાયે કામ શરૂ કર્યું. ધીરે ધીરે, કામમાં તેમની આવડત સામે આવવા લાગી અને 10 જ વર્ષ પછી તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા. થોડા જ વર્ષોમાં તે તેની ટોચની સ્થિતિ ઉપર પહોંચી ગયા.

ઓટો ક્ષેત્ર સિવાય, તેમનું કાર્ય ઘણાં ક્ષેત્રોમાં ફેલાયેલું છે, જેમાં ખાનગી બેન્કો અને હોલીડે રિજોર્ટ સાથે વિકલ્પો આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઉપરાંત, સ્થાવર મિલકત, રીટેલ અને લોજિસ્ટિક જેવા તમામ કાર્યો પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમ એન્ડ એમ) કંપની હેઠળ આવે છે. આ કંપની 100 થી વધુ દેશોમાં ફેલાયેલી છે અને દેશની ટોચની 10 કંપનીઓમાં શામેલ છે.

દેશ-વિદેશમાં તેમના કામ માટે અનેક પ્રકારના સન્માન પ્રાપ્ત કરનાર આનંદ મહિન્દ્રાના લગ્ન પ્રખ્યાત પત્રકાર અનુરાધા મહિન્દ્ર સાથે થયા છે. જે ‘મેન્સ વર્લ્ડ’ ની સંપાદક અને ‘રોલિંગ સ્ટોન ઇન્ડિયા’ ની એડિટર-ઇન ચીફ છે. તેમને બે પુત્રી પણ છે.

આનંદ મહિન્દ્રા માત્ર વ્યવસાયમાં તેમની કુશળતાને કારણે જ નથી ઓળખવામાં આવતા પરંતુ સામાન્ય લોકોમાં તેમની લોકપ્રિયતાનું કારણ કંઈક બીજું છે. હકીકતમાં, સામાજિક કાર્યમાં સક્રિય રહેતા મહિન્દ્રા ઘણીવાર એવા લોકો સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરે છે, જેના સુધી લોકોની નજર નથી જઇ શકતી.

કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબલિટી (સીએસઆર) હેઠળ તેમણે રાઇઝ ફોર ગુડ પ્રોગ્રામની શરૂઆત કરી. જેમાં ઘણા મુદ્દા ઉપર કામગીરી થઇ રહી છે. જેમાં સ્વાસ્થ્યથી લઈને માટે પીવાના શુધ્ધ પાણીની ઉપલબ્ધતા પણ સામેલ છે. નબળા આર્થિક પરિસ્થિતિવાળા લોકોને આ કાર્યક્રમો સાથે સીધા જોડવામાં આવે છે અને તેમને એવી રીતે તૈયાર કરવાનો પ્રયાસ કરે છે કે પોતે પણ તેમનું જીવનધોરણમાં સુધારો શકે.

મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવા વાળા જે લોકો સામાજિક કાર્યમાં રસ ધરાવે છે, તેમની પાસે પણ ઘણા વિકલ્પો છે. તેમાં ESOPS (કર્મચારી સામાજિક વિકલ્પો) કહેવામાં આવે છે. આ અંતર્ગત, સમાજ સાથે જોડાવાની ઈચ્છા ધરાવતા કર્મચારી સામાજિક કાર્યોમાં પોતાનો ફાળો આપી શકે છે. સીએસઆર હેઠળ, કરવામાં આવતા તમામ કામો ઔપચારિક રીતે કરવામાં આવતા નથી, પરંતુ દર મહિને તેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જે પોતે આનંદ મહિન્દ્રા જુએ છે.

હાલમાં, 20.7 બિલીયન ડોલર કંપનીના અધ્યક્ષ તેમના એ ટ્વિટને લઈને ચર્ચામાં છે, જેમાં તેમણે એક રિક્ષા ડ્રાઇવરને પોતાને ત્યાં કામ કરવાની ઓફર કરી છે. ખાસ કરીને બંગાલના એક ઈ-રીક્ષા ડ્રાઈવરરે સામાજિક અંતરને અનુસરવા માટે પોતાની રીક્ષાને જાડા પ્લાસ્ટિકની મદદથી 4 ખાનામાં વહેંચી દીધી. ત્યાં સુધી કે ડ્રાઇવરની સીટ પણ અન્યથી અલગ પડે છે.

મહિન્દ્રાએ તેને ટ્વિટર ઉપર શેર કરતા એમ M&M માં ઓટો એંડ ફાર્મ સેક્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રાકેશ જેજુરીકરને એક ટ્વિટમાં ટેગ કર્યા છે અને કહ્યું હતું કે તેઓ આ રિક્ષાચાલકને તેમના સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) વિભાગમાં સલાહકાર તરીકે નિમણૂક કરી શકે છે. ત્યારથી, આ ટ્વિટને 22,000 થી વધુ લાઈક આવી ચુકી છે અને બધા લોકો તેને ક્વોરેન્ટાઇન ટક-ટક (કોલકાતામાં રિક્ષાને કહે છે) કહી રહ્યા છે.

કોરોના સંક્રમણની વચ્ચે, મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ મદદ કરવા આગળ આવ્યા છે. તેણે પોતાનો એક મહિનાનો પગાર દાન કર્યો છે, સાથે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંભાળ માટે તેના રિજોર્ટ્સ કામચલાઉ ધોરણે આપવાની જાહેરાત કરી છે. આ સિવાય વેન્ટિલેટર તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે સિવાય પણ ઘણા વ્યવસાયિક ગૃહો મદદ માટે આગળ આવ્યા છે. તેમાંથી ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટા ઘણા આગળ છે. રતન ટાટા ગ્રુપ દ્વારા કુલ 1500 કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવી રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કોરોના પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 5 કરોડ આપ્યા. તેમજ મુંબઈમાં કોરોના દર્દીઓની સારવાર માટે 100 પથારીનું કેન્દ્ર સ્થાપિત કરાયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ માટે દરરોજ 1 લાખ ફેસ માસ્ક તૈયાર કરવાની જાહેરાત કરી છે.

આરોગ્ય માળખાગત સુવિધા સારી બનાવવા, ભોજન અને રહેવાની વ્યવસ્થામાં માટે, બજાજ ગ્રૂપે 100 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી છે. ફાર્મસીનું મોટું નામ સન ફાર્મા 25 કરોડ રૂપિયાની દવાઓ અને સેનિટાઈઝર્સની મદદ માટે આગળ આવ્યું છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.