અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

જાણો શું છે નવધા ભક્તિ, અધિક માસમાં જરૂર જાણવું જોઈએ તેના વિષે. શ્રીમદ્દ ભાગવત મહાપુરાણમાં નવ પ્રકારની ભક્તિ બતાવવમાં આવી છે. ભક્તિના નવ પ્રકારોને જ નવધા ભક્તિના નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ પૃથ્વી ઉપર આવેલા તમામ માણસોનો મુખ્ય ઉદેશ્ય ભગવત પ્રાપ્તિ છે.

શ્રીમદ્દ ભાગવત મહાપુરાણમાં નવ પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે. ભક્તિના નવ પ્રકારોને જ નવધા ભક્તિના નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ધરતી ઉપર આવેલા તમામ માણસનો મુખ્ય ઉદેશ્ય ભગવત પ્રાપ્તિ છે. પરંતુ પૃથ્વી ઉપર જન્મ લીધા પછી માણસ ભોગ અને લાલચમાં એટલા વધુ ડૂબી જાય છે કે તેને પોતાનો મુખ્ય ઉદ્દેશ ભુલાઈ જાય છે અને તે ભૌતિક સુખોની પાછળ દોડવા લાગે છે.

કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ભગવત દર્શન કરવા માંગે છે, તેને નવધા ભક્તિ માંથી કોઈ એક માર્ગને પસંદ કરવો જોઈએ. શ્રીમદ્ભાગવતમાં લખ્યું છે કે તેમાંથી કોઈ એકને પસંદ કરવાથી અને તેનો નિયમિત અભ્યાસ કરવાથી ભગવત દર્શન થાય છે.

vishnudev

श्रवणं कीर्तनं विष्णो: स्मरणं पादसेवनम्।

अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्।।

કહેવામાં આવે છે કે અધિક માસમાં નવધા ભક્તિ માંથી કોઈ એકને પસંદ કરીને સાધના કરવાથી ભગવત પ્રાપ્તિની મનોકામના તરત જ પૂરી થાય છે. નવધા ભક્તિમાં સૂતી પહેલી ભક્તિ સાંભળવાનું માનવામાં આવે છે. તેમાં કહેવામાં આવે છે કે ભગવાનના ચરીત્ય, લીલા, મહિમા, નામ અને પ્રેમીઓની વાત ને શ્રદ્ધાથી સાંભળવાથી ભગવાન પ્રસન્ન થાય છે.

ભક્તિનું બીજું રૂપ કીર્તન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે કીર્તન કરતી વખતે ભક્ત પોતાના પ્રભુની ઘણો નજીક પહોચી જાય છે. એટલા માટે તે ભક્તિનું એક સારું રૂપ માનવામાં આવે છે દેવઋષિ નારદ, વ્યાસ, વાલ્મીકી, શુકદેવ અને ચેતન્ય મહાપ્રભુ કીર્તનની યાદીમાં આવે છે.

ભક્તિના ત્રીજા રૂપનું વર્ણન કરતા જણાવવામાં આવે છે કે સ્મરણ કરવું પણ ભક્તિનું જ એક સ્વરૂપ છે. તેમાં ભગવાનના ગુણ, રૂપ, સ્વભાવ અને લીલાને યાદ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે પ્રહલાદ, ધ્રુવ, ભરત, ભીષ્મ અને ગોપીઓ આ યાદીમાં ભક્તોમાં સામેલ છે. તેમણે ઈશ્વરને યાદ કરી તેની પ્રાપ્તિ કરી હતી.

ભક્તિનું ચોથું રૂપ પાદસેવન એટલે ચરણોની સેવા છે. તેમાં ભક્ત પોતાના ભગવાનના ચરણોની માનસિક સેવા કરી તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે કે સમસ્ત જગતના ભગવાનનું રૂપ માનીને તેના ચરણોની સેવા કરે છે. દેવી લક્ષ્મી અને જગતના ભગવાન રૂપમાં ભગવાનને મેળવ્યા હતા.

ભગવાનની પૂજા કરવું ભક્તિનું પાંચનું રૂપ માનવામાં આવે છે, તેમાં ભક્ત નિત્ય ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ધૂપ અને દીવો પ્રગટાવીને તેમના રૂપની પૂજા કરે છે. માનવામાં આવે છે કે રાજા પૃથુ અને અમ્બરીષે ભગવાન વિષ્ણુની પ્રાપ્તિની પૂજા સ્વરૂપમાં જ કરી હતી.

વંદનને ભક્તિનું જ એક રૂપ માનવામાં આવે છે. તેમાં ભક્તિ તેમના ભગવાનને પ્રણામ કરી તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. ભક્તિના આ રૂપમાં ભક્તિ આખી દુનિયાને ભગવાનનું સ્વરૂપ સમજીને પણ પ્રણામ કરે છે. અક્રૂરજી ભગવાનના વંદન ભક્ત જ માનવામાં આવે છે.

ભક્તિનું સાતમું રૂપ દાસ બને છે. તેમાં ઈશ્વરને તેમના સ્વામી માનવામાં આવે છે અને ભક્ત સ્વયં સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે તેમને તેમના દાસ મને છે. હનુમાનજી અને લક્ષમણજીને ભક્તિના દાસ સ્વરૂપના ભક્ત માનવામાં આવે છે.

આઠમાં રૂપમમા ભક્ત ભગવાનને પોતાના સખા એટલે મિત્ર માને છે. તેમાં ભગવાનને મિત્રની જેમ દરેક વાત બતાવવી અને સુખ-દુઃખમાં હસવું-રડવું વગેરે રહેલુ છે. અર્જુન, ઉદ્ધવ, સુદાપા અને સુદામા ભક્તિના સખાના રૂપના સાધક હતા. તે ભગવાનને તેમના પરમ મિત્ર માને છે.

ભક્તિનો પાયો અને અંતિમ રૂપ સમર્પણ છે. આ રૂપમાં ભક્ત ભગવાનને પોતાનું સંપૂર્ણ અર્પણ કરી દે છે. તેને આત્મનિવેદન ભક્તિ પણ કહેવામાં આવે છે. કહે છે કે મહારાજા બલી અને ગોપીઓએ ભગવાનને પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી ભક્તિનું આત્મનિવેદન રૂપ પસંદ કર્યું હતું.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.