LIC કન્યાદાન પોલિસી : દીકરીઓના લગ્ન માટે દરરોજ બચાવો 121 રૂપિયા, એક સાથે મળશે લાખો રૂપિયા

ભારતમાં દીકરીઓના જન્મ સમયે ઘર વાળાને ઘણી ચિંતા થઇ જાય છે, તેના માટે તે છોકરીઓ પેદા કરવાથી ગભરાય છે. તેનું સૌથી મોટું કારણ હોય છે દહેજ, જેને એકઠું કરવામાં મધ્યમ વર્ગના કુટુંબને ઘણી તકલીફ થાય છે. પરંતુ જે થોડા ગરીબ હોય છે તેને દીકરીના લગ્નમાં થોડી વધુ સમસ્યા આવે છે. પરંતુ હવે દીકરીઓના સારા ભવિષ્ય માટે તેના માતા પિતા માટે સારા સમાચાર છે, જે તેના લીધે જ એલઆઈસી દ્વારા રોકાણ પોલીસી કરવામાં આવશે. આજે અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં LIC નું આ સારું રીટર્ન મળશે. LIC ના આ પ્લાનનું નામ છે કન્યાદાન પોલીસી.

દીકરીઓના લગ્ન માટે દરેક મહીને જોડો ૧૨૧ રૂપિયા :

LIC કન્યાદાન પોલીસીની આ યોજનામાં ૧૨૧ રૂપિયા રોજના હિસાબે લગભગ ૩૬૦૦ રૂપિયા મહિનાનો પ્લાન મળી શકે છે. પરંતુ જો કોઈ તેનાથી ઓછું પ્રીમીયમ કે તેનાથી વધુ પ્રીમીયમ આપવા માંગે છે, તો તમને એવા પ્લાન પણ મળી શકે છે. એલઆઈસીની આ ખાસ પોલીસી મુજબ તમારે દરરોજ ૧૨૧ રૂપિયાના હિસાબે નાણા જમા કરવાના રહેશે, અને તમને તેના બદલે ૨૫ વર્ષમાં ૨૭ લાખ રૂપિયા મળશે.

તે ઉપરાંત જો પોલીસી લીધા પછી પોલીસી ધારકનું મૃત્યુ થઇ જાય છે તો તેમના પરિવારે તે પોલીસીના પ્રીમીયમ નહિ આપવા પડે, અને દર વર્ષે તેને ૧ લાખ રૂપિયા મળશે. તે ઉપરાંત ૨૫ વર્ષ પુરા થાય એટલે પોલીસીના નોમીનીને ૨૭ લાખ રૂપિયા પણ મળશે. તેનો લાભ તમારે દીકરીના જન્મ થતા જ તુરંત જ મળી શકે છે, તો તમારે હવે દીકરીના જન્મ ઉપર દુ:ખી થવાની જરૂર નથી. કેમ કે LIC તમારી દરેક તકલીફને સમજીને તમારા માટે આ પોલીસી લાવી છે, અને એ જણાવવા માંગે છે કે દીકરીઓ કોઈ મુશ્કેલી નથી હોતી.

જાણો પોલીસી વિશે થોડી ખાસ વાતો :

LIC કન્યાદાન પોલીસી લેવા માટે ઉંમર એક વર્ષથી લઇને ૩૦ વર્ષ સુધી હોવી જોઈએ, અને આ પ્લાન ૨૫ વર્ષ સુધીનો હશે. પરંતુ પ્રીમીયમ ૨૨ વર્ષ માટે જ આપવાનું રહેશે. પરંતુ તમારી બીજી દીકરીની અલગ અલગ ઉંમરના હિસાબે પણ પોલીસી મળે છે, જેમાં દીકરીની ઉંમરના હિસાબે આ પોલીસીની સમય મર્યાદા ઘટી જશે.

તો એક નજર કરો આ પોલીસી ઉપર :

૧. ૨૨ વર્ષ સુધી પ્રીમીયમ આપવાનું રહેશે.

૨. દરરોજ ૧૨૧ રૂપિયા કે મહીને ૩૬૦૦ રૂપિયા આપવાના રહેશે.

૩. વચ્ચે જો વીમાધારકનું મૃત્યુ થઇ જાય છે તો પરિવારે કોઈ પ્રીમીયમ આપવાનું નહિ રહે.

૪. વીમાધારકનું મૃત્યુ થઇ જાય છે તો દીકરીને પોલીસીની વચ્ચે વર્ષ દરમિયાન દર વર્ષે ૧ લાખ રૂપિયા મળશે.

૫. પોલીસી પૂરી થવા ઉપર નોમીનીને ૨૭ લાખ રૂપિયા મળશે.

૬. આ પોલીસી ઓછા કે વધુ પ્રીમીયમની પણ લઇ શકાય છે.

એકવાર નજીકની એલઆઈસીની ઓફિસની મુલકાત લઈ એની જાણકારી અવશ્ય લેજો અને એને લગતા અન્ય પ્રશ્નોના જવાબ તમને ત્યાંથી મળી રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.