અંદર વાંચો સાબિતી અમેરિકામાં લીંબડાના દાતણ ની કિંમત જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો

 

આપણે એવી સદી માંથી પસાર થઇ રહ્યા છીએ જ્યાં લગભગ ૮૦ ટકા બાળકો લીંબડાના ઝાડને પણ ઓળખી શકતા નથી, મેડીકલ પ્રોપર્ટીઝ તો દૂરની વાત છે. આપણા વડવાઓ જે ફક્ત લીંબડાનું જ દાતણ કરતા હતા અને વર્ષો સુધી તેમના દાંત મજબુત અને બીમારીઓથી મુક્ત રહેતા હતા. આજે આપણે કચરાપટ્ટી નો ઉપયોગ કરીને જાત જાતની દાંતની તકલીફો સહન કરવા મજબુર છીએ. એક વખત ફરી વખત વિચારવાની જરૂર છે કે આપણા વડવાઓ વધુ સાયન્ટીફીક હતા કે આપણે.

ભણેલા ગણેલા લોકો કંપની નામ ની બીમારીની ભાંજગડમાં મુર્ખ બનતા દરેક જગ્યાઓએ નજરે ચડે છે. આપણે ભારતીય લીંબડાના દાતણને ન જાણે ક્યારે ભૂલી ગયા છીએ અને અમેરિકામાં ઓનલાઈન વેચાઈ રહ્યા છે. છે ને ચોકાવનારી વાત, આપણે તેમની કચરો પેસ્ટ ઉપયોગ કરી રહ્યા છીએ અને તે લીંબડાના દાતણને.
અમેરિકાના લીંબડાના દાતણની કિંમત ૧૩૫ રૂપિયા

એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ તત્વોનો સામનો કરવા માટે યુરોપીય દેશોમાં ઝડપથી વધી રહી છે માંગ
લીંબડાને વિદેશોમાં ભગવાનનું વરદાનના રૂપમાં જોવામાં આવે છે એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ તત્વોની હાજરી તેનું ખાસ કારણ છે તે કારણ છે કે યુરોપીય દેશોમાં લોકો ટુથ પેસ્ટ ને બદલે લીંબડાનું દાતણનો કરી રહ્યા છે તેની માંગ સતત વધી રહી છે અમેરિકા જેવા દેશો માં બે ડોલર એટલે કે લગભગ ૧૩૫ રૂપિયાનું એક દાતણ વેચાય છે.

યુરોપીય દેશોમાં વધી રહી છે માંગ

સીબીઆરઆઈ ના પ્રો વરિષ્ઠ વેજ્ઞાનિક પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે યુરોપીય દેશના લોકો સ્વાસ્થ્ય માટે ખુબ જ જાગૃત છે. લીંબડા ઉપર ત્યાં ઘણી શોધ થઇ ચુકી છે. ત્યાના ઘણા નગરિકો સવારે દાતણ કરતા જોવા મળશે. અમેરિકાના શહેરમાં તો બે ડોલરમાં એક દાતણ વેચતા તેમણે જાતે જોયું છે. યુરોપીય દેશોમાં ધીમે ધીમે તેની માંગ વધતી જઈ રહી છે. ત્યાના મોલોમાં પણ તેનું વેચાણ શરુ થઇ ચુક્યું છે તેને એક પેકેટમાં પેક કરીને તેને શો કેસમાં ખાસ સ્થાન આપવામાં આવી રહ્યું છે.

શરીરમાં નેનો રૂપે પહોચે છે તત્વ

ડોક્ટર શ્રીવાસ્તવે જણાવ્યું કે સવારના સમયે જીભ સૌથી વધુ સવેદનશીલ અવસ્થામાં રહે છે ખાલી પેટ જયારે દાતણ થી દાંતો ને ઘસીએ છીએ ત્યારે મોઢામાં રહેલા બેક્ટેરિયા તો મરે જ છે સાથે જ તે જીભ દ્વારા સૂક્ષ્મ રૂપમાં શરીરના બધા ભાગમાં પહોચે છે અને બેક્ટેરિયા નો નાશ કરે છે.

એશિયા રીજનના લીંબડામાં જ મળે છે તત્વ

ડોક્ટર પ્રદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે એશિયાનું હવામાન લીંબડા માટે ખુબજ અનુકુળ છે એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ તેની ડાળી માં મેળવી શકાય છે.

ઠંડી વધુ હોવાને કારણે યુરોપીય દેશોમાં લીંબડો ઉગાડી શકાતો નથી. ત્યાના લોકોએ કોઈ પણ રીતે ઉગાડી પણ લીધો તો તેમાં તે તત્વો નહી મળી શકે.