લોકસભા ચૂંટણી 2019 ની સૌથી સુંદર ઉમેદવાર, જાણો કઈ પાર્ટીથી એમણે લડી છે ચૂંટણી.

દેશમાં વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી પૂરી થઇ ગઈ છે, અને સરકાર પણ બની ગઈ છે. પરંતુ બધાનું દિલ ચોરી ગઈ છે આ મહિલા ઉમેદવાર.

તમે બધા જાણો જ છો કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯ પૂરી થઇ ગઈ અને બીજેપીની પૂર્ણ બહુમત સાથે સરકાર બની ગઈ. આ વર્ષની ચૂંટણી ઘણી રસપ્રદ રહી અને બીજેપી સરકારને ફરી એકવાર સત્તા ઉપર આવવામાં આખા દેશે સાથ આપ્યો, અને લગભગ ૩૪૫ સીટ NDA ના ફાળે આવી જયારે બીજેપીએ ૩૦૦ ઉપરનો આંકડો પાર કરી લીધો.

આખા દેશમાં મોટાભાગે બીજેપી ઉમેદવારની જીત થઇ છે, અને ત્યાં સુધી કે અમેઠી માંથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવી દીધા. ઘણી બધી ચૂંટણીની વાતો વચ્ચે એક બીજી રસપ્રદ વાત સામે એ આવી કે, આ વખતે લોકસભા ચૂંટણી માટે એક સૌથી સુંદર ઉમેદવાર પણ ઉભી હતી, અને તેની સુંદરતા આગળ હિરોઈનો ઝાંખી પડે છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ની સૌથી સુંદર ઉમેદવાર :

મતદાન દરમિયાન બે મહિલાઓના ફોટા ઘણા વાયરલ થયા હતા, એક તો જેણે પીળી સાડી અને લીલો ડ્રેસ પહેરેલો હતો. તેની ડ્યુટી પોલીંગ બુથ ઉપર અપાયેલી હતી, અને એવું જણાવવામાં આવ્યું કે, તે દરમિયાન ઘણા બધા લોકો મતદાન કરવા માટે આવ્યા અને તેને જોતા જ રહી ગયા.

પરંતુ હવે પરિણામ આવી ગયું અને બધું પૂરું થઇ ગયું. તે બધા વચ્ચે એક સુંદર ઉમેદવારની ચર્ચા થઇ. તૃણમૂલ કોંગ્રેસે (TMC) લોકસભા ચૂંટણી ૨૦૧૯ માં કુલ ૪૨ ઉમેદવારમાં ૧૭ મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. અને તેમાંથી મોટાભાગની મહિલાઓની જીત થઇ હતી.

તેમણે ઘણા સામાજિક કાર્યો કરવા વાળી અને આ વિસ્તારમાં ઘણું કામ કરવા વાળી મહિલાઓને ટીકીટ આપી. આ ઉમેદવારોમાં એક ઉમેદવાર એવા પણ છે જેને સોશિયલ મીડિયામાં આ લોકસભા ચૂંટણી દરમિયાન ઘણી વાયરલ કરવામાં આવી. અને એમના વિષે એવું માનવામાં આવી રહ્યું છે કે તે સૌથી સુંદર ઉમેદવાર છે, અને તેમના જેવી સુંદરતા કદાચ કોઈ ઉમેદવાર પાસે નહિ હોય. તે છે જાદવપુરની ટીએમસી ઉમેદવાર મીમી ચક્રવર્તી.

મીમી ચક્રવર્તીની ઉંમર હજુ ૩૦ વર્ષ છે, અને તે એક અભિનેત્રી પણ છે. પણ હવે તેમણે રાજકારણમાં પ્રવેશ મેળવી લીધો છે. હાલમાં તેની મૂળ ઓળખાણ એક અભિનેત્રી તરીકે છે. તેમણે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૧ માં કરી હતી, અને ત્યાર પછી ઘણી બાંગ્લા ફિલ્મોમાં તે જોવા મળી. પરંતુ હવે તેનું મિશન રાજકારણમાં જ છે. એવું તેમણે ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું.

મીમી ચક્રવર્તીએ ટીવી ધારાવાહિક ‘ગનેર ઓપારે’ થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી, અને અહિયાથી તેને સૌથી વધુ ખ્યાતી મળી હતી. લગભગ સાત વર્ષો સુધી ટીવી અને બંગાળી સિનેમામાં ઘણી જુદી જુદી જોરદાર ભૂમિકાઓ ભજવ્યા પછી તેને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. હજુ સુધી મીમી ચક્રવર્તીએ વર્ષ ૨૦૧૨ પછી ૨૧ ફિલ્મો કરી છે, અને તેમાંથી મોટાભાગની સફળ રહી છે.

આ વર્ષે પણ તેમની ખેલા જોખેન અને સિંદુર ખેલા રીલીઝ થવાની છે. પરંતુ તે દરમિયાન જ તે રાજકારણમાં જતી રહી. જયારે તેમને ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું કે, જો તે રાજકારણમાં નિષ્ફળ થઇ તો શું કરશે? તો તેના જવાબમાં મીમીએ કહ્યું કે, તેમની અભિનય કારકિર્દી હજુ પૂરી નથી થઇ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.