લંડનની યુનિવર્સીટીમાં ક્લાસ ચાલી રહ્યો હતો, પ્રોફેસર : ચાલો જણાવો આ દુનિયામાં સૌથી નીચ, બેવડો, લંપટ દેશ કયો છે.

એક તંદુરસ્ત જીવન જીવવા માટે જરૂરી છે માણસ પોતાને ખુશ રાખે. અને તે ખુશ ત્યારે રહી શકે, જયારે તેમનું મન ખુશ રહે. હવે પ્રશ્ન એ છે કે, તે પોતાને કેવી રીતે ખુશ રાખી શકે? આમ તો પોતાને ખુશ રાખવાની હજારો રીતો છે. પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમારા માટે સૌથી સરળ રીત લઈને આવ્યા છીએ. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા મજાના જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા ટ્રેડીંગ છે. અમને વિશ્વાસ છે કે આ જોક્સ વાંચીને તમારું હસવાનું રોકી નહિ શકો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

1. પપ્પુ પહેલી વખત વિમાનમાં ગયો.

જેવું જ વિમાન ઉડવાનો સમય થયો એક સુંદર એવી એયરહોસ્ટેસ આવી.

એયરહોસ્ટેસ – મહેરબાની કરીને બધા લોકો પોત પોતાનો પટ્ટો બાંધી લો.

પપ્પુ : પણ બહેન હું તો લેંઘો પહેરીને આવ્યો છું. હું શું કરું?

2. ખેતારામ : ‘ચલતી હે ક્યા ૯ સે ૧૨?

પતાસી દેવી : ચાલ.

ખેતારામ : ક્યાં?

પતાસી દેવી : પ્રિન્સીપાલ પાસે.

ખેતારામ : લ્યો, હવે પોતાની બહેન સાથે મજાક પણ નથી કરી શકતો?

પતાસી દેવી : અરે નહિ મુર્ખ, રજા માગવા માટે.

3. આપણો પપ્પુ ઈન્ટરવ્યું આપવા ગયો.

ઈન્ટરવ્યું લેવા વાળી એક છોકરી હતી.

છોકરી : તમારી અંદર શું વિશેષ ખૂબી છે?

પપ્પુ : હું ખુબ જલ્દી પ્રેમમાં પડી જાઉં છું.

છોકરી : સરસ, તમારી સૌથી મોટી નબળાઈ શું છે?

પપ્પુ : તમારી નશાવાળી આંખો.

છોકરી : બહાર ચાલ્યા જાવ, અમને કોઈ રોમિયોની જરૂર નથી.

4. ખેતાકાકા હોસ્પિટલ ગયા.

ડોક્ટર બહેન : એક લાંબો શ્વાસ લો.

ખેતાકાકાએ લાંબો શ્વાસ લઇ લીધો.

ડોક્ટર બહેન : કેવો અનુભવ થયો.

ખેતાકાકા : કયુ અત્તર લગાવીને આવી છે, મજા આવી ગઈ.

5. પત્ની : જયારે જુવો ઝગડતા જ રહો છો, તમને બીજું કંઈ આવડતું નથી?

પતિ : તું વર્તન જ એવું કરે છે.

પત્ની : સારું તમને કેવી પત્ની પસંદ છે?

પતિ : એક એવી પત્ની જે મને પ્રેમ આપે,

એક એવી પત્ની જે સ્વાદિષ્ટ ભોજન ખવરાવે,

એક એવી પત્ની જે મારી દરેક વખતે કાળજી રાખે.

પત્ની : મને પહેલેથી જ ખબર હતી કે તમારી દાનત ખરાબ છે.

તમે ત્રણ ત્રણ પત્નીઓ એક સાથે રાખવા માંગો છો.

6. કર્મચારી : સર, શર્ટ સારું લાગી રહી છે તમારી ઉપર.

મેનેજર : રજા નહિ મળે.

કર્મચારી : સર, માત્ર શર્ટ સારું લાગી રહ્યું છે.

મોઢું એવું જ છે, કુતરા જેવું.

7. દાદી પોતાના લગ્નનો વિડીયો જોઈ રહ્યા હતા.

પૌત્ર : દાદી આ માણસ કોણ છે?

દાદી : અરે એ તો તારા દાદા છે.

પૌત્ર : દાદા તો એટલા સ્માર્ટ લાગી રહ્યા છે, તો તમે

આ ઘરડા સાથે કેમ રહો છો?

8. પપ્પા અને અનો ૧૨ વર્ષનો દીકરો હોટલમાં ગયા.

પપ્પા : વેઈટર એક બીયર અને એક આઈસ્ક્રીમ લાવો.

દીકરો : આઈસ્ક્રીમ કેમ પપ્પા, તમે પણ બીયર લો ને.

થપ્પડ ઉપર થપ્પડ સટાસટ.

9. છોકરો છોકરીને પોતાની કારમાં બેસાડીને લઇ જઈ રહ્યો હતો.

છોકરી : આપણે ક્યાં જઈ રહ્યા છીએ?

છોકરો : લોંગ ડ્રાઈવ ઉપર.

છોકરી : વાઉ, પહેલા કેમ ન બતાવ્યું?

છોકરો : મને પોતાને હમણાં જ ખબર પડી.

છોકરી : કેવી રીતે?

છોકરો : બ્રેક નથી લાગી રહી.

10. પતિ ફરવા માટે પત્નીને સ્મશાન ગૃહ ઉપર લઇ આવ્યો.

પત્ની : આ ક્યાં લઈને આવી ગયા?

પતિ : અરે ગાંડી, લોકો મરે છે અહિયાં આવવા માટે.

11. ઘરમાં એક રોબોટ આવ્યો, જે જુઠ્ઠું બોલે એને પકડી શકતો હતો.

દીકરો : આજે હું નિશાળે નહિ જાઉં મારા પેટમાં દુ:ખાવો થાય છે.

એટલું સાંભળતા જ રોબોટે દીકરાને એક થપ્પડ લગાવી દીધી.

પપ્પા : જોયું તને ખોટું બોલવાની સજા મળી ગઈ.

જયારે હું તારી ઉંમરનો હતો, તો હું ક્યારેય ખોટું બોલતો ન હતો.

એટલું સાંભળતા જ રોબોટે પપ્પાના કાન પણ સોજાડી દીધા.

પત્ની હસતા હસતા બોલી : તમારો જ દીકરો છે.

એટલું સાંભળતા જ રોબોટે તેની પત્નીને પણ એક થપ્પડ લગાવી દીધી.

પછી શું, ચારે તરફ શાંતિ.

12. એક મહિલા પોતાના પતિની કબરને હવા નાખી રહી હતી.

એક મુસાફર તેની એ પતિ ભક્તિ જોઇને ઉભો રહી ગયો અને એની પાસે જઈને કહ્યું,

મુસાફર : બહેનજી, હવે તો તે મરી ગયો છે, તેને હવા નાખવાનો શું ફાયદો?

મહિલાએ ઊંડા શ્વાસ લઈને કહ્યું.

હું આ કબરને જલ્દી સૂકવવાનો પ્રયત્ન કરી રહી છું.

મુસાફર : કેમ?

અહિયાં કાયદો છે કે, જ્યાં સુધી પતિની કબર સુકાઈ ન જાય મહિલા બીજા લગ્ન નથી કરી શકતી.

13. દુકાનવાળા : શું જોઈએ સાહેબ?

ગ્રાહક : પત્ની સામે લડવાની હિંમત જોઈએ, શક્તિ જોઈએ, બુદ્ધી જોઈએ.

દુકાનવાળા : અરે રાજુ ફ્રીઝ માંથી એક દારૂની બોટલ અને એક મગની દાળનું પેકેટ આપ જલ્દી.

14. એક મહિલાએ પંડિતજી પાસે ઘરના આનંદનો ઉપાય પૂછ્યો.

પંડિતજી : દીકરી પહેલી રોટલી ગાયને ખવરાવો અને છેલ્લી રોટલી કુતરાને.

મહિલા : પંડિતજી હું એવું જ કરું છું.

પહેલી રોટલી પોતે ખાઉં છું અને.

છેલ્લી રોટલી મારા પતિને ખવરાઉં છું.

15. જલ્લાદ : તારી ફાંસીનો સમય થઇ ગયો છે.

કેદી : પણ મને તો ફાંસી ૨૦ દિવસ પછી થવાની હતી.

જલ્લાદ : જેલર સાહેબ કહીને ગયા છે કે, તું તેમના ગામનો છે એટલા માટે તારું કામ પહેલા.

16. હોળીના દિવસે પપ્પુ પોતાની પાડોશણને રંગ લગાવી રહ્યો હતો.

પપ્પુ : બતાવો ભાભી કયો રંગ લગાવું?

લાલ પીળો, લીલો, ગુલાબી કે વાદળી?

ભાભી : જો પપ્પુ, કોઈપણ લગાવી દે,

પણ મોઢું કાળું ન થવું જોઈએ.

17. પતિ ક્રિકેટ મેચ જોવામાં વ્યસ્ત હતો, ત્યારે તેની પત્ની નવો ડ્રેસ પહેરીને આવી અને પૂછ્યું.

પત્ની : કેવી લાગી રહી છું?

પતિ : જોરથી તાલી વગાડવા લાગ્યો અને કહ્યું છક્કો-છક્કો.

પતિ હાલમાં હોસ્પીટલમાં દાખલ છે.

18. લંડનની યુનીવર્સીટીમાં ક્લાસ ચાલી રહ્યો હતો.

પ્રોફેસર : સારું જણાવો દુનિયામાં સૌથી નીચ, હરામી, બે બાજુ બોલવા વાળો, નાલાયક દેશ કયો છે?

એટલામાં એક પાકિસ્તાની ઉભો થયો અને કહ્યું,

સાલાઓ ફૂંકી મારીશ જો કોઈએ પાકિસ્તાનનું નામ લીધું તો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.