LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

શું તમને ખબર છે LTE અને VoLTE માં શું તફાવત હોય છે? અહીં જાણો તેના વિષે

LTEનું ફૂલ ફોર્મ ‘Long Term Evolution’ છે. સામાન્ય રીતે LTEને 4G પણ કહેવામાં આવે છે. એરટેલે 2012 માં ભારતમાં પ્રથમ LTE નેટવર્ક સેવા શરૂ કરી હતી. VoLTE નું ફૂલ ફોર્મ ‘Voice over Long Term Evolution’ છે. તે 4G નેટવર્કને પણ સપોર્ટ કરે છે. VoLTE માં, તમે કોલ કરતી વખતે ડેટા કનેક્ટિવિટીનો પણ આનંદ માણી શકો છો. રિલાયન્સ જિઓએ ભારતમાં સૌ પ્રથમ VoLTE સેવાની શરુઆત કરી હતી.

હાલમાં સમગ્ર વિશ્વ માહિતી ટેકનોલોજી ક્રાંતિના યુગમાં જીવી રહ્યું છે. વિશ્વમાં કુલ ઇન્ટરનેટ વપરાશકારો 2020 સુધી 4.57 અબજ છે. ચીનમાં સૌથી વધુ ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 85 કરોડ છે, જ્યારે ભારતમાં 56 કરોડ ઇન્ટરનેટ વપરાશકારો છે અને ત્યાર પછી યુએસએનો નંબર આવે છે જ્યાં 31 કરોડ ઇન્ટરનેટ વપરાશકારો છે.

જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વના મોટાભાગના દેશોમાં 4Gની ગતિએ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે, જેને તેમના દેશમાં LTE તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ એક બીજો શબ્દ છે VoLTE જે ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે. તેથી આ લેખમાં અમે આ બંને શબ્દો વચ્ચેના તફાવતને પ્રકાશિત કર્યા છે.

પરંતુ LTE અને VoLTE વચ્ચેનો તફાવત સમજાવતા પહેલા, આપણે બંને શબ્દોના અર્થને અલગ અલગ સમજવાની જરૂર છે.

LTEનું ફૂલ ફોર્મ ‘લોંગ ટર્મ ઇવોલ્યુશન’ છે. સામાન્ય રીતે LTEને 4G પણ કહેવામાં આવે છે. આ સેવા દરમિયાન, તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ 4G સ્પીડ ઉપર ચાલે છે. આ નેટવર્કમાં તમે હાઇ સ્પીડ બેન્ડવિડ્થ સાથે ઇન્ટરનેટનો આનંદ માણી શકો છો.

જો કે, આ નેટવર્કની ખામી એ છે કે જો તમે તેનો ઉપયોગ તમારા સ્માર્ટફોનમાં કરી રહ્યાં છો અને કોઈ તમારા નંબર ઉપર કોલ કરે છે, તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઇ જાય છે. પરંતુ આ સમસ્યાનું VoLTE જોડાણ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે. એરટેલે વર્ષ 2012 માં ભારતમાં પ્રથમ LTE નેટવર્ક સેવા શરૂ કરી હતી.

VoLTE શું છે?

VoLTE નું ફૂલ ફોર્મ ‘વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન’ છે. તે 4G નેટવર્કને પણ સપોર્ટ કરે છે. LTEની જેમ, તમે તેમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટનો આનંદ પણ લઈ શકો છો.

આ નેટવર્ક દ્વારા LTE સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે. આ નેટવર્કમાં તમે હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાનો આનંદ માણી શકો છો, પછી ભલે તમને ઇન્ટરનેટ વપરાશ દરમિયાન તમારા ફોન ઉપર કોઈનો કોલ આવી જાય તમારું ઇન્ટરનેટ કનેક્શન વિક્ષેપિત થશે નહીં. રિલાયન્સ જિઓએ વર્ષ 2016 માં ભારતમાં એક સંપૂર્ણ VoLTE સેવા શરૂ કરી હતી.

આ પ્રકાર VoLTE ખાસ કરીને 4G, LTE નેટવર્ક ઉપર હાઇ સ્પીડ, અવાજ અને ડેટા સેવાઓનું સંચાલન અને સુધારણા કરવામાં સક્ષમ છે.

LTE અને VoLTE વચ્ચેનો તફાવત :-

1) LTE – તેનું ફૂલ ફોર્મ ‘Long Term Evolution’ છે.

VoLTE – તેનું ફૂલ ફોર્મ ‘Voice over Long Term Evolution’.

2) LTE – વપરાશકર્તાઓને એલટીઈ નેટવર્ક ઉપર વિડિઓ કોલ કરવા માટે બાહ્ય સોફ્ટવેર જેવા કે વોટ્સએપ, ફેસબુક મેસેંજર અને સ્કાઈપ વગેરે રાખવું પડતું હતું.

VoLTE – તેના વપરાશકર્તાઓને વિડિઓ કોલ કરવા માટે એક અલગથી બાહ્ય સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી પડતી, બસ એક ફોન નંબરની જરૂર રહે છે.

3) LTE – તે એક સાથે વોઇસ કોલ અને ડેટા સેવાઓને સપોર્ટ કરી શકે છે અને નથી પણ કરી શકતું.

VoLTE – તે વોઇસ કોલ અને ડેટા સેવાઓને એક સાથે સપોર્ટ કરે છે.

4. LTE – તે ફક્ત 4G બેંડવિડ્થ ઉપર ડેટાની સ્પીડ વધારવાનું કામ કરે છે.

VoLTE – તે એક બીજાને અસર કર્યા વિના ઇન્ટરનેટ ડેટા અને વોઇસ કોલિંગ બંને એક સાથે ચલાવવાનું કાર્ય કરે છે.

5. LTE – 3G જી નેટવર્ક ઉપર કોલ કનેક્ટ કરવામાં લગભગ 7 સેકંડ લાગે છે.

VoLTE – તે વપરાશકર્તાઓને ફક્ત એક કે બે સેકંડમાં જોડે છે, એટલે કે બંને વપરાશકર્તાઓ VoLTE નેટવર્ક ઉપર છે.

6. LTE –ભારતમાં તેને એરટેલે શરૂ કર્યું હતું.

VoLTE – તેની ભારતમાં રિલાયન્સ જિયોએ શરુઆત કરી હતી.

7. LTE – તે 2012 માં શરૂ કરવામાં આવી હતી.

VoLTE – તે 2016 માં શરૂ કરવામાં આવી હતી.

LTE એ મોબાઇલ ટેકનીકની આગલી પેઢી છે, જે હાઇ સ્પીડ ડેટા ટ્રાન્સફર પ્રદાન કરે છે. 4G શબ્દ એ LTE નો સમાનાર્થી છે. જે 100 એમબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ અને 50 એમબીપીએસ સુધીની અપલોડ સ્પીડ આપવામાં સક્ષમ છે.

આ રીતે ઉપરોક્ત અર્થઘટન ઉપરથી જાણી શકાય છે કે VoLTE ઇન્ટરનેટ સ્પીડ, કનેક્ટિવિટી, બેટરી લાઇફ અને કોલ સેટ-અપ વગેરેની બાબતમાં LTE કરતા ઘણું સારું છે.

હું આશા રાખું છું કે આ લેખ વાંચ્યા પછી તમને LTE અને VoLTE વચ્ચેનો તફાવત સમજાઈ ગયો હશે. યુપીએસસી અને યુપીપીએસસીની મુખ્ય પરીક્ષા માટે આ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.