આ 8 રાશિના ભાગ્યશાળી દિવસોની થઈ ગઈ શરુઆત, વિષ્ણુજીની કૃપાથી સુખ-સમૃદ્ધીની થશે પ્રાપ્તિ.

વિષ્ણુજીની કૃપાથી આ 8 રાશિના ભાગ્યશાળી દિવસો થશે શરુ, ભાગ્ય આપશે તેમનો સાથ અને થશે ધનની મબલક પ્રાપ્તિ. ગ્રહ-નક્ષત્રોની ચાલ સમય અનુસાર સતત બદલાતી રહે છે, જેના કારણે દરેક માણસની રાશિઓ ઉપર થોડી ઘણી અસર જરૂર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલની કોઈ વ્યક્તિની રાશિ ઉપર સારી પડે છે, તેના કારણે તેમને શુભ પરિણામ મળે છે. પરંતુ જો ગ્રહોની ચાલ સારી ન હોય તો તેને કારણે તેમણે વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.

આ દુનિયામાં એવો કોઈ પણ વ્યક્તિ નથી જેનું જીવન એક સરખું પસાર થાય. દરેક લોકોના જીવનની પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. દરેક માણસ પોતાના જીવનમાં સુખ-દુઃખનો સામનો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ-નક્ષત્રોની શુભ અસરથી અમુક રાશિઓના લોકો એવા છે જેની ઉપર વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. તે રાશિઓના લોકોના ભાગ્યમાં સુધારો આવશે અને કામ-ધંધામાં સફળતા મળવાના શુભ સંકેત જોવા મળી રહ્યા છે.

જ્યોતિષ ગણતરી મુજબ આજે ગ્રહ-નક્ષત્રની શુભ અસરથી અમુક રાશિઓના લોકો એવા છે જેની ઉપર ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. આ રાશિઓના લોકોના સારા દિવસો શરુ થવા જઈ રહ્યા છે. જીવનમાં સુખ અને સુવિધા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

આવો જાણીએ વિષ્ણુજીની કૃપા કઈ રાશિઓના સારા દિવસો શરુ થશે :

વૃષભ રાશિવાળા લોકો ઉપર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. તમે તમારી તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવવામાં સફળ રહેશો. તમે તમારા જીવનને સારી રીતે માણી શકવાના છો. મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લઇ શકો છો.

પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનો સમય ઘણો સારો રહેવાનો છે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. રચનાત્મક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વેપાર સાથે સંકળાયેલા લોકોને ઘણો ફાયદો થઇ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત સફળ થશે. કુટુંબના લોકો તમને પૂરતો સહકાર આપશે. કુટુંબના સુખ-સાધન વધશે. આવકના સ્ત્રોત મળી શકે છે.

મિથુન રાશિવાળા લોકોને પોતાની મહેનતથી કામમાં સફળતા મળવાની સંભાવના છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનની તકલીફો ઓછી થશે. તમે પોતાને હળવા અનુભવશો. આરોગ્યની ગણતરીએ સમય સારો રહેવાનો છે. તમે તમારુ મનપસંદ ભોજન લેશો. કુટુંબના લોકોનો પુરતો સહકાર મળશે. લગ્નજીવન આનંદમય રહેશે. પ્રેમ સંબંધીત બાબતો સાથે જોડાયેલા લોકો ઘણા ખુશ રહેશે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે પ્રેમની વાતો કરી શકો છો. કામની બાબતમાં સમય સારો રહેવાનો છે. નસીબના જોરે તમે દરેક ક્ષેત્રમાં સફળ થશો.

કર્ક રાશિવાળા લોકો આર્થિક રીતે સધ્ધર રહેશે. ધન કમાવાની ઘણી તકો હાથ લાગશે. કુટુંબના તમામ લોકો તમારા સારા સ્વભાવથી ઘણા ખુશ રહેશે. મિત્રો સાથે મળવાનું થઇ શકે છે. જુના રોકાણનું તમને સારું પરિણામ મળશે. કુંવારા લોકોને સારો પ્રસ્તાવ મળી શકે છે. સારા જીવનસાથીની શોધ પૂરી થવા જઈ રહી છે. બાળકો તરફથી પ્રગતીના શુભ સમાચાર મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે, જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમારી પકડ મજબુત બનશે. થોડા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની તક મળી શકે છે.

સિંહ રાશિવાળા લોકોનો સમય ઘણો મહત્વનો રહેશે. તમે કોઈ મોટા મુદ્દાને તમારી બુદ્ધીથી ઉકેલી શકો છો. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. આવક વધશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. લગ્નજીવનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે. પ્રેમ જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. તમે તમારા પ્રિય સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરશો. માતાના આરોગ્યમાં સુધારો થશે. વેપારમાં વિકાસ થઇ શકે છે. અચાનક તમને તમારા વેપારમાં કોઈ લાભદાયક યોજના મળી શકે છે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે.

કન્યા રાશિવાળા લોકોના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ દૂર થવાની છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમે ઘણા ભાગ્યશાળી સાબિત થશો. કોઈ જુની શારીરિક સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થશે. કૌટુંબિક તકલીફોમાંથી છુટકારો મળશે. કુટુંબના લોકો સાથે તમે કોઈ પૂજા-પાઠમાં સામેલ થઇ શકો છો.

તમારી આવક સારી રહેશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. મોટા અધિકારી તમારા કામને પુરતો સહકાર આપશે. તમે તમારા સારા પ્રદર્શનથી મોટા અધિકારીઓને પ્રભાવિત કરી શકો છો. પ્રેમીઓ માટે સમય ઉત્તમ રહેશે. તમારા સંબંધોમાં રોમાન્સ વધશે. તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો.

વૃશ્ચિક રાશિવાળા લોકો પોતાના જરૂરી કામ ઉપર પુરતું ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કામ ઉપર તમારી પકડ મજબુત બનશે. ભગવાન વિષ્ણુની કૃપાથી કૌટુંબિક જીવન આનંદમય રહેશે. તમે તમારા કુટુંબની આર્થિક સ્થિતિ મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશો. તમારી કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. પ્રેમ જીવન ઉત્તમ રહેશે. સંબંધોમાં રોમાન્સ જળવાઈ રહેશે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવા જશો. તમે તમારી મધુર વાણીથી લોકોના દિલ જીતી શકો છો.

કુંભ રાશિવાળા લોકો પોતાના સારા સ્વભાવથી આસપાસના લોકોના દિલ જીતી શકે છે. તમારું ભાગ્ય પ્રબળ રહેશે. ભગવાન વિષ્ણુની કૃપાથી આર્થિક તકલીફોમાંથી છુટકારો મળશે. તમે જે કામમાં લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો, તેનું પરિણામ મળી રહ્યું છે. તમે સતત પ્રગતી તરફ આગળ વધશો. સાસરિયા પક્ષ સાથે સંબંધ સારા રહેશે. પ્રેમ જીવનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે. તમે તમારા લવ પાર્ટનર સાથે તરત જ લગ્ન કરી શકો છો. તમારા સારા સ્વભાવની લોકો પ્રસંશા કરશે. આરોગ્ય સંબંધીત તકલીફો દુર થશે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે.

મીન રાશિવાળા લોકોનો સમય સારો રહેવાનો છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનના પડકારોમાંથી છુટકારો પ્રાપ્ત થશે. તમારી આવકમાં જોરદાર વધારો થવાના સંકેત મળી રહ્યા છે. કુટુંબના કોઈ મોટા વડીલની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે સમય રોમાન્ટિક રહેવાનો છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો મળશે. પ્રાઈવેટ નોકરી કરી રહેલા લોકોને પ્રગતી મળવાની સંભાવના છે. તમે તમારા અટકેલા કામ પૂરા કરશો. આ રાશિના લોકો પોતાના કાર્યથી ઘણે અંશે સંતુષ્ટ રહેવાના છે.

આવો જાણીએ બીજી રાશિઓની કેવી રહેશે સ્થિતિ :

મેષ રાશિવાળાનો સમય મધ્યમ રીતે પસાર થવાનો છે. આ રાશિના લોકોએ પોતાનો આત્મવિશ્વાસ મજબુત રાખવો પડશે. કોઈ જૂની વાતને લઈને ચિંતા વધી શકે છે. વિરોધીઓ હેરાન કરવાનો પ્રયાસ કરશે. ખર્ચામાં વધારો થવાને કારણે તમે ઘણા દુઃખી રહેશો.

આરોગ્યમાં પણ ઉતાર-ચડાવ જળવાઈ રહેશે. કામની બાબતમાં તમે કોઈ પ્રવાસ ઉપર જઈ શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી અને સાથી કર્મચારીઓ તમને પુરતો સહકાર આપશે. લગ્નજીવન ઉત્તમ પસાર થશે. તમે તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણ પસાર કરવાના છો.

તુલા રાશિવાળા લોકોનો સમય મધ્યમ ફળદાયક રહેવાનો છે. આ રાશિવાળા લોકોને બાળકો તરફથી દુઃખ મળી શકે છે. તમે તમારા બાળકોની નકારાત્મક કામગીરી ઉપર નજર રાખો. માતાના આરોગ્યને લઈને તમે થોડા ચિંતિત રહેશો. કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકો છો. સાથી કર્મચારી તમને પુરતી મદદ કરશે. કોઈ નજીકના સંબંધી તરફથી ભેંટ મળી શકે છે, જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ રાશિના લોકો ધન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખે નહિ તો આર્થિક નુકશાન થઇ શકે છે.

ધનુ રાશિવાળા લોકોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે. અચાનક કોઈ કામ બગડી શકે છે, જેને લઈને તમે ઘણા દુઃખી રહેશો. તમે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરશો. નોકરી કરવાવાળા લોકોએ મોટા અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડશે. સાથે કામ કરવાવાળા લોકો સાથે મતભેદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે.

જો તમે કોઈ પગલા ભરો તો પહેલા ચર્ચા-વિચારણા જરૂર કરવી. લગ્નજીવન સારું રહેશે. પ્રેમ જીવનમાં તમને મિશ્ર ફળ મળશે પરંતુ તમારે એ વાત ઉપર ધ્યાન રાખવું પડશે કે તમે એવી કોઈ પણ વાત ન કહો જેનાથી તમારા સંબંધો ઉપર ખોટી અસર પડે.

મકર રાશિવાળા લોકોનો સમય મધ્યમ ફળદાયક રહેશે. તમે તમાર કુટુંબના લોકો સાથે ઉત્તમ સમય પસાર કરશો. કોઈ જૂની વાતને લઈને તમારા મનમાં ચિતા જળવાઈ રહેશે. ખાવાપીવાની ટેવમાં સુધારો લાવવાની જરૂર છે નહિ તો આરોગ્યને અસર થઇ શકે છે. અમુક કામમાં મિત્રોનો સહકાર મળી શકે છે. શેર બજાર સાથે જોડાયેલા લોકોએ નાણાનું રોકાણ સમજી વિચારીને કરવું પડશે, નહિ તો તમને નુકશાન થવાના સંકેત મળી રહ્યા છે. વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં નહિ લાગે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.