માઁ વેચતી હતી વાસણ અને કપડા, 33 વર્ષ સુધી ચાલીમાં વિતાવ્યુ જીવન, યાદ કરી ભાવુક થયા જેકી શ્રોફ.

90 ની દશકમાં હિન્દી સિનેમાના દમદાર કલાકારોની યાદીમાં જેકી શ્રોફ એ પ્રવેશ કર્યો હતો. તેઓએ પોતાના સંઘર્ષની વાત સુપર ડાન્સર-3ના સેટ પર કરી હતી.

ફિલ્મી કલાકારોને જોઈને આપણને લાગે છે કે આમના જેવુ જીવન આપણને મળે તો જીવન સ્વર્ગ બની જાય. તમે શાહરુખ ખાન , અક્ષયકુમાર , અમિતાભ બચ્ચનનો દાખલો લો, તો આજે આ અભિનેતાઓ ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો છે, પણ આ નામના મેળવવા તેઓએ પોતાના બાળપણથી જ ઘણી મહેનત અને ઘણું બલિદાન આપેલુ છે

ત્યારે તેઓના નામ ભારતના સમ્માનિય લોકોની યાદીમાં સામેલ છે. આ લોકો કરતા જેકી શ્રોફએ વધુ ગરીબી જોઈ છે. તેમની માતા કપડાંને વાસણ વેચવાનું કામ કરતા હતા. તેઓએ 33 વર્ષ સુધી ચૉલમાં જીવન વ્યતીત કરેલું છે. ભૂતકાળની ક્ષણોને યાદ કરીને એક રિયાલિટી શોમાં ભાવુક થઈ ગયા હતા.

માઁ વેચતી હતી વાસણ અને કપડા, 33 વર્ષ સુધી ચૉલમાં વિતાવ્યુ જીવન, યાદ કરી ભાવુક થયા જેકી શ્રોફ.

90 કી દશકમાં હિન્દી સિનેમાના દમદાર કલાકારોની યાદીમાં જેકી શ્રોફએ પ્રવેશ કર્યો હતો. તેઓએ પોતાના સંઘર્ષની વાત સુપર ડાન્સર-3ના સેટ પર કરી હતી. સુપર ડાન્સર-3ના સેટ પર મહેમાન તરીકે આવેલા જેકી શ્રોફ એ જણાવ્યું કે આજે તે કોઈ પણ વાતને કારણે ચિંતિત નથી, પણ એક એવો સમય હતો જ્યારે એ ખુબ જ ચિંતિત રહેતા હતા. શો માં ભાગ લઈ રહેલા 11 વર્ષના દક્ષીત ભંડારી એ જ્યારે પોતાની માતાના મુશ્કિલ દિવસોની વાત કરી ત્યારે જેકી શ્રોફ ભાવુક થઈ ગયા અને તેમની આંખમાં પાણી આવા ગયા.

જેકી શ્રોફ એ જણાવ્યું કે દક્ષિતની માતા સાથે તેઓ સહાનુભૂતિ રાખે છે અને તેઓ દક્ષિતની માતાનું દુઃખ સમજી શકે છે. પોતાના આસું લુછતાં આગળ જણાવ્યું કે મુંબઈમાં શરૂઆતના દિવસોમાં તેમને પણ એક ચૉલમાં જીવન વિતાવ્યું છે અને તેમાં તે 33 વર્ષ સુધી રહ્યા છે.

તે સમય ગાળામાં જેકી શ્રોફની માતા વાસણ સફાઈનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે સમયમાં 30 લોકોના પરિવાર માટે માત્ર 7 ઓરડીની ચૉલ હતી, તેમાં પણ 3 જ શૌચાલય હતા. તે સમયનો સંઘર્ષ આજે પણ તેઓની યાદમાં છે અને ત્યારની પીડાની તાજા કરી નાખે છે.

પોતાની પહેલી જ ફિલ્મથી પ્રખ્યાત થઈ ગયા :-

એક વખત મુંબઈમાં એક ફિલ્મની શુટિંગ જોવા ગયેલા, ત્યારે દેવ આનંદ સાહેબે જેકી શ્રોફને જોતા અને પૂછ્યું કે ફિલ્મમાં કામ કરશે. દેવ આનંદ સાહેબે જેકી શ્રોફને જે ફિલ્મ માટે સાઈન કરેલા તે પિક્ચર રિલીઝ ના થયું. ત્યાર બાદ સુભાસ ધાઈ સાહેબે પોતાની ‘હીરો’ પિક્ચર માટે જેકી શ્રોફને સાઈન કર્યા. તેમાં જેકી શ્રોફની જોડી મીનાક્ષી શિષાદ્રી સાથે ખૂબ જ સારી રહેલી. પિક્ચર બહાર રિલીઝ થતા જ ખૂબ જ પ્રખ્યાત થઈ.

‘હીરો’ પિક્ચર ખુબ જ વખણાયુ અને તેના ગીતો પણ ખુબજ પ્રખ્યાત થયા. ત્યાર બાદ જેકી શ્રોફએ દૂધ કા કર્ઝ, તેરી મહેરબાનીયા, રામ લખન, ખલનાયક, આઇના, કર્મા, શપથ, ત્રિદેવ, બૉર્ડર, કુદરત કા કાનુન, રંગીલા, બાપ નંબરી પુત્ર દસ નંબરી, પરીંદા અને હેપ્પી ન્યુ યર જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે