માધુરી દીક્ષિતે ઉજવી લગ્નની 20 મી એનીવર્સરી, સામે આવ્યા પતિ સાથેના રોમાન્ટિક વેકેશનના ફોટા

માધુરી દીક્ષિત બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે પોતાની સ્માઈલથી જ લાખો લોકોના દિલ ઘાયલ કરી દે છે. દુનિયાભરમાં લાખો એવા ફેન્સ છે જે માધુરી દીક્ષિતની સ્માઈલ પર ફિદા છે. આખા દેશમાં લોકો એમને ઘણા નામથી ઓળખે છે. કોઈ એમને ઘક ઘક ગર્લના નામથી ઓળખે છે, તો કોઈ એમને મોહિની કહીને બોલાવે છે. માધુરી દીક્ષિતની સ્માઈલ તો કાતિલ છે જ, પણ એના સિવાય લોકો એમના ડાન્સના પણ દીવાના છે.

માધુરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે, અને થોડા થોડા સમયે પોતાના પરિવારના ફોટા શેયર કરતી રહે છે. ભલે તે હાલમાં ફિલ્મોમાં દેખાતી ન હોય પણ નાના પર્દા પર તે એક્ટીવ રહે છે. અને આજકાલ તે ડાન્સ રીયાલીટી શો ‘ડાંસ દીવાને’ ને જજ કરી રહી છે. માધુરીએ 17 ઓક્ટોબર 1999 ના રોજ અમેરિકાના ફેમસ સર્જન ડોક્ટર શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા હતા.

જણાવી દઈએ કે, એમના લગ્ન થયા હતા ત્યારે શ્રીરામ નેનેને અંદાજો પણ ન હતો કે માધુરી ભારતની આટલી મોટી સ્ટાર છે. તે એમને કોઈ નાની-મોટી હિરોઈન સમજતા હતા. પોતાના કરિયરના પીક પર માધુરી લગ્ન કરીને સેટલ થઈ ગઈ હતી. અને હાલમાં જ માધુરી અને શ્રીરામ નેનેના લગ્નને 20 વર્ષ પુરા થયા છે. આ અવસર પર માધુરી પોતાના પતિ સાથે સિસેલ્સમાં વેકેશનની મજા માણી રહી છે. અને એના ફોટા એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યા છે.

પતિ સાથે 20 મી એનીવર્સરી ઉજવી રહી છે માધુરી :

સિસેલ્સ વેકેશનના ફોટા શેયર કરતા માધુરીએ લખ્યું કે, ’20 વર્ષ પહેલા આજના દિવસે આપણે લગ્નના બંધનમાં બંધાયા હતા. હું તમને મારા જીવનમાં મેળવીને ઘણી ખુશ છું. તમે ન ફક્ત મારા પતિ છો, પણ મારા બેસ્ટ ફ્રેન્ડ અને સોલમેટ પણ છો. હેપ્પી એનીવર્સરી ડો. શ્રીરામ નેને. આપણે ઘણા વર્ષો સુધી પ્રેમમાં રહેશું અને જીવનનો આનંદ લઈશું.’

શેયર કર્યા વેકેશનના ફોટા :

જણાવી દઈએ કે, પોતાની 20 મી એનીવર્સરી પર માધુરી અને શ્રીરામ એકલા જ સિસેલ્સમાં મજા માણી રહ્યા છે. આ દરમ્યાન એમના બંને દીકરા આરિન અને રેયાન દેખાયા નથી. માધુરીએ પોતાના રોમાન્ટિક હોલીડેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે, જેમાં તે સ્વીમીગ પૂલમાં પતિદેવ સાથે હોલીડે એન્જોય કરતી જોવા મળી છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે બંનેના વેકેશનના થોડા સુંદર ફોટા લઈને આવ્યા છીએ.

હાલમાં જ માધુરી પોતાના પરિવાર સાથે લંચ કરવાં પહોંચી હતી, જેના કારણે તેમણે ટ્રોલીંગનો શિકાર થવું પડ્યું. જણાવી દઈએ કે, તે આખા પરિવાર સાથે એક જ કારમાં લંચ કરવાં ગઈ હતી. અને એ દરમ્યાન એમની સાસુ પણ એમની સાથે હાજર હતી. અને માધુરી જેવી કારમાંથી ઉતરી તો પોતાની સાસુને સહારો આપવાની જગ્યાએ પોતાના પતિ સાથે મીડિયાને પોઝ આપવા લાગી. માધુરીનું આવું વર્તન જોઇને લોકો એને ટ્રોલ કરી હતી અને જાત જાતની કોમેન્ટ કરી હતી. એક વ્યક્તિએ માધુરીને કહ્યું હતું કે, ‘માધુરી તમને શરમ આવવી જોઈએ.’

માધુરીએ બોલીવુડમાં ફિલ્મ અબોધથી ડેબ્યુ કર્યું હતું. પણ શું તમને ખબર છે માધુરીને ફિલ્મ અબોધ કેવી રીતે મળી હતી? હકીકતમાં જયારે ફિલ્મ અબોધના ડાયરેક્ટર હિરેન નાગે પહેલી વાર માધુરીને જોઈ હતી તો તેઓ તેને જોતા જ રહી ગયા હતા. માધુરીની સ્માઈલ એમને એટલી ગમી ગઈ કે, એમણે માધુરીને પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી દીધી.

જો કે એ ફિલ્મ વધારે ચાલી નહિ પણ બધાએ માધુરીના હુસ્નની પ્રશંસા કરી. પછી ફિલ્મ તેજાબમાં માધુરીને એમના જબરજસ્ત અભિનય માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અને એ ફિલ્મ પછી એમણે ક્યારેય પાછા વળીને જોયું નથી, અને એમણે હીટ ફિલ્મોની લાઈન લગાવી દીધી. આજે તે પોતાના પરિવાર સાથે એક ખુશહાલ જીવન જીવી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.