મહાભારતની આ 10 ભવિષ્યવાણીઓ, કાલિયુગમાં થઇ રહી છે સાચી, લીવ ઇનમાં રહેશે લોકો અને …

सतना। दाम्पत्येभिरुचिहेतमायैव व्यावहारके।

स्त्रीत्वे पुंस्तवे च हि रितर्विप्रत्वे सूत्रमेव हि।।

અર્થાત્ :- કાલિયુગમાં પુરુષ અને સ્ત્રી લગ્ન કર્યા વગર જ માત્ર એક-બીજામાં રસ મુજબ સાથે સાથે રહેશે. એટલે કે લીવ ઇનમાં રહેશે. મરજી મુજબ સ્ત્રીની સંપર્કમાં રહેશે જ્યારે મનભરાઈ જાય તો બીજાને અપનાવી લેશે. અને ઘણી એવી વિસંગતતાઓ કલયુગમાં જોવા મળી શકે છે.

શ્રીમદ્દાગવત મહાપુરાણ હિંદુ ધર્મના સૌથી મહત્વના ગ્રંથ માંથી એક છે. આ ગ્રંથની રચના આજથી લગભગ 5,000 વર્ષ થી 10,000 વર્ષ પહેલા મળવામાં આવી છે. કલયુગમાં શું શું થશે? તેની ભવિષ્યવાણી આ પુરાણમાં પહેલા કરી દેવામાં આવી હતી.

આ છે શ્રીમદ્દાગવત મહાપુરાણમાં ૧૦ ભવિષ્યવાણીઓ :-

1. दाम्पत्येभिरुचिहेतमायैव व्यावहारके।

स्त्रीत्वे पुंस्तवे च हि रितर्विप्रत्वे सूत्रमेव हि।।

અર્થ :- કલિયુગમાં પુરુષ અને સ્ત્રી વગર લગ્ન કર્યે જ માત્ર એક બીજાની મરજી મુજબ સાથે સાથે રહેશે. વેપારની સફળતા છળ ઉપર આધાર રાખશે. પહેલાંના સમયમાં જે બ્રાહ્મણ રહેતા હતા. તેઓ તેમના શરીર ઉપર ઘણું બધું ધારણ કરતા હતા, પરંતુ કળીયુગમાં તે લોકો માત્ર એક દોરો પહેરીને બ્રાહ્મણ હોવાનો દાવો કરશે.

2. दाक्ष्यम कुटुम्बभरणं यशाड्थे धर्मसेवनम्।

एवं प्रजाभिर्दुभिराकीर्णो क्षितिमंडले।।

અર્થ :- ધર્મ-કર્મના કાર્યો માત્ર લોકોની સામે સારા દેખાવા અને શો કરવા માટે કરવામાં આવશે. પૃથ્વી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને લોકો સત્તા મેળવવા માટે એક બીજાને મારશે.

3. क्षित्तृड्भ्या व्याधिभिश्चैव संतप्स्यन्ते च चिन्चया।

त्रिंशद्विंशतिवर्षाणि परमायु: कलौ नृणाम।।

અર્થ :- લોકો ભૂખ-પ્રેમ અને ઘણાં પ્રકારની ચિંતાઓથી દુઃખી રહેશે. ઘણા પ્રકારના રોગો તેમને દરેક વખતે ઘેરાયેલા રહેશે. કાલિયુગમાં માણસોની ઉંમર ફક્ત વીસ કે ત્રીસ વર્ષની હશે. (જે હવે કેન્સર, ડાયાબીટીસ, કિડનીના રોગોથી જોઈ શકાય છે.)

4. ततश्चनुदिनं धर्म: सत्यं शौचं क्षमा दया।

कालेन बलिना राजन् नड्क्षय्ययुर्बलं स्मृति:।।

અર્થ :- ધર્મ, સત્યવાદીતા, સ્વચ્છતા, સહિષ્ણુતા, દયા, જીવનની અવધિ, શારીરિક શક્તિ અને સ્મૃતિ બધા દિવસેને દિવસે ઘટતા જશે.

5. वित्तमेव कलौ नृणां जन्माचारगुणोदय:।

धर्मन्यायव्यवस्थायां कारणं बलमेव हि।।

અર્થ :- કલિયુગમાં જે વ્યક્તિ પાસે જેટલા પૈસા હશે તેટલા જ ગુણી માનવામાં આવશે અને કાયદો, ન્યાય ફક્ત એક શક્તિના આધાર ઉપર લાગુ કરી શકાશે.

6. लिड्गमेवाक्षमख्यातावनेयोन्यापत्तिकारणम।

अवृत्ताया न्यायदौर्बल्यं पाडिण्त्ये चापलं वच:।।

અર્થ :- જે માણસ લાંચ આપવા અથવા પૈસા ખર્ચવામાં અસમર્થ હશે, તેને કોર્ટ માંથી સારી રીતે ન્યાય નહિ મળી શકે. જે વ્યક્તિ ખૂબ ચાલાક અને સ્વાર્થી હશે તે આ યુગમાં ખૂબ જ વિદ્વાન માનવામાં આવશે. (આ બાબત આપણા સૌની નજર સમક્ષ છે જ)

7. अनाढयतैवासाधुत्वे साधुत्वे दम्भ एव तु।

स्वीकार एव चोद्वाहे स्नामेव प्रसाधन्म।।

અર્થ :- આ યુગમાં જે વ્યક્તિ પાસે પૈસા નહિ હોય તે અધર્મી, અપવિત્ર અને બેકાર માનવામાં આવે છે. લગ્ન બે લોકો વચ્ચે બસ એક સમજૂતી બનીને રહી જશે અને લોકો બસ સ્નાન કરીને સમજશે કે તે અંતરઆત્મા સાથે સ્વચ્છ અને ચોખ્ખા થઇ ગયા છે.

8. दरे वार्ययनं तीर्थ लावण्यं केशधारणम।

उदरंभरता स्वार्थ सत्य्त्वे धाष्टर्यमेव हि।।

અર્થ :- લોકો દૂર દૂરના નદી-તળાવોને તો તીર્થ માનશે, પરંતુ પોતાની પાસે રહેતા માતા-પિતાની નિંદા કરશે. માથા પર મોટા-મોટા વાળ રાખવા જ સુંદરતા માનવામાં આવશે અને માત્ર પેટ ભરવું જ લોકોનું લક્ષ્ય બની જશે. (મનથી કહેશો ખરેખર સાચી વાત છે)

9. अनावृष्टया व्याधिभिश्चैव संतप्स्यन्ते च चिन्या।

शीतवीतीवपप्रावृड्हिमैरन्योन्यत: प्रजा:।।

અર્થ :- ક્યારેક વરસાદ નહિ પડે દુષ્કાળ પડી જશે. ક્યારેક કડકડતી ઠંડી પડશે તો ક્યારેક ભીષણ ગરમી થઇ જશે. ક્યારેક તોફાન આવશે તો ક્યારેક પૂર આવી જશે. આ પરિસ્થિતિઓથી લોકો દુ:ખી થશે અને નાશ પામશે.

10. आत्छित्रदारद्रविणा याय्स्त्र्ति गिरिकाननम।

छााकमूलामिषाक्षौद्रफलपुष्पाष्टिभोजना:।।

અર્થ :- દુષ્કાળ અને અત્યાધુનિકતાને કારણે દુ:ખી લોકો ઘર છોડીને રોડ અને પહાડો ઉપર રહેવા મજબુર થઇ જશે. સાથે જ પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળ, ફૂલ અને બીજ ખાવા માટે મજબુર થઇ જશે.