માહી વિજે ઇન્સ્ટાગ્રામના પુરા થયા એક મિલિયન ફોલોવર્સ, દીકરી તારાનો ફોટો શેયર કરી આપ્યા અભિનંદન

ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન ફોલોવર્સ પુરા થવાથી એક્ટ્રેસ માહી વિજે દીકરી તારા ભાનુશાલીએ તેમને કંઈક આ અંદાજમાં આપ્યું અભિનંદન

ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી અને હોસ્ટ જય ભાનુશાળીની પત્ની માહી વીજ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને હંમેશા પોતાના પ્રશંસકો માટે વિડીયો અને ફોટા શેયર કરતી રહે છે. તેનું ફેન ફોલોઈંગ પણ ઘણું સારું છે. હાલમાં જ તેના ઈંસ્ટાગ્રામ ઉપર 1 મીલીયન ફોલોઅર થયા છે. આ ખુશીના પ્રસંગે માહીની દીકરી તારા જય ભાનુશાળીએ તેને અભીનંદન આપ્યા છે.

હકીકતમાં માહી વીજના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોલોઅર્સની સંખ્યા વધીને ‘એક મીલીયન’ થઇ ગઈ છે. આ સમાચાર સામે આવતા જ માહીને અભીનંદન આપવાવાળાની લાઈન લાગી ગઈ, જેમાં તેમની નાની દીકરી તારા જય ભાનુશાળી પણ શામેલ છે. તારાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી ઉપર તેનો એક ફોટો સામે આવ્યો, જેમાં તે ફુગ્ગા પકડેલી જોવા મળી રહી છે.

mahhi vij with tara bhanushali
mahhi vij with tara bhanushali

આ ફોટા ઉપર માહીને અભીનંદન આપતા લખ્યું છે, ‘માં ને 1 મીલીયન થવા ઉપર અભીનંદન @mahhivij” તારાના આ ક્યુટ ફોટાને તેની માતા માહીએ પોતાની ઈંસ્ટા સ્ટોરી ઉપર પણ શેયર કર્યો. તે ઉપરાંત એક બીજા ફોટામાં તારાને તેની માસી કીર્તિ વીજના ખોળામાં બેસેલી જોઈ શકાય છે.

માહીએ પોતાના ઈંસ્ટા ફોલોઅર્સની સંખ્યા 1 મીલીયન થવા ઉપર એક વિડીયો પણ શેયર કર્યો છે, જેમાં તે ‘એક નંબર’ નો ફુગ્ગો પકડેલી જોવા મળી રહી છે, અને તેની ઉપર લખ્યું છે ‘થેક્યુ તમારા પ્રેમ માટે.’ આ વિડીયોના કેપ્શનમાં માહીએ તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરતા લખ્યું, ‘1 મીલીયન ફેમીલી. તમને બધાને ખુબ ખુબ પ્રેમ.’ માહીના આ વિડીયોને પ્રશંસકો ખુબ પસંદ કરી રહ્યા છે, અને કમેંટ કરીને તેમને અભીનંદન પણ આપી રહ્યા છે. સમાચાર લખાય ત્યાં સુધી વિડીયોને 1 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

mahhi vij with tara bhanushali
mahhi vij with tara bhanushali

તારાના એક વર્ષ પુરા થવા ઉપર શેયર કર્યો હતો ‘જર્ની વિડીયો’ :

પોતાની દીકરી તારાના 1 વર્ષ પુરા થવા ઉપર 4 ઓગસ્ટ 2020 ના રોજ માહીએ સોશિયલ મીડિયા ઉપર તારાનો જર્નીનો એક વિડીયો શેયર કર્યો હતો. વિડીયોમાં તે પોતાની દીકરી તારાનું સ્વાગત કરતા જોવા મળી રહી છે. હોસ્પિટલથી લઈને ઘર સુધીના તમામ દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળે છે. દીકરીના ઘરમાં પહેલા સ્વાગતથી લઈને પહેલા જન્મ દિવસ સુધી સંપૂર્ણ ક્ષણો આ વિડીયોમાં જોઈ શકાય છે. તે ઉપરાંત તેના સાસુમાં, માતા-પિતા અને ઘણા સંબંધીઓ તારાના ઘરમાં આવવાથી ખુશ છે, તે બધું આ જર્ની વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે.

માહીએ આ વિડીયો સાથે પોતાની દીકરી માટે એક ઈમોશનલ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું, મારી યોદ્ધા તારા, એક વર્ષની થઇ ગઈ. જયારે હું ડીલીવરી પહેલા અને પછીના સમયને જોઉં છું, તો જાણી શકું છું કે કેટલા ઉતાર-ચડાવવાળા દિવસો હતા. જયારે મને લેબર પેઈન શરુ થયો, મને યાદ છે કે હું તે દિવસે લૂડો રમી રહી હતી. વરસાદની ઋતુ હતી. અમે જેમ તેમ કરીને રાત્રે નવ વાગ્યે હોસ્પિટલ ગયા હતા.

આ બધી દોડધામ વચ્ચે મારા મગજમાં માત્ર એક જ વાત ચાલી રહી હતી કે છોકરો છે કે છોકરી. હું ખુબ જ ખુશ થઇ જયારે મને ખબર પડી કે મેં એક દીકરીને જન્મ આપ્યો છે. તેની આ નોટમાં તેણે હોસ્પિટલના ડોક્ટર્સનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ એ વાત પણ જણાવી હતી કે, તેની દીકરી તારા જ તેની સૌથી મોટી મજબુતી અને નબળાઈ છે.

mahhi vij with tara bhanushali
mahhi vij with tara bhanushali

દંપત્તિને છે 3 બાળકો :

જય અને માહીને કુલ 3 બાળકો છે. જણાવી દઈએ કે, તેમણે દીકરી ખુશી અને દીકરા રાજવીરને દત્તક લીધા છે. અને તારા તેમની પોતાની દીકરી છે. ખુશી અને રાજવીર પોતાના સગા માં-બાપ પાસે જ રહે છે, પરંતુ બંને બાળકોની સંપૂર્ણ જવાબદારી જય અને માહી જ ઉપાડે છે. જય અને માહીએ આ બાળકોને તેમના સારા ભવિષ્ય માટે દત્તક લીધા છે.

તારાના જન્મ થયા પહેલા માહીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ‘ભલે અમને પોતાનું બાળક થઇ જાય પરંતુ અમે તે બંને બાળકોને કોઈ વસ્તુની અછત નહિ થવા દઈએ, અને તેમને તે બધું જ મળશે જે અમે પોતાના બાળકો માટે કરીશું.’ માહી અને જય હાલના દિવસોમાં બાળકો સાથે નાના-મોટા બધા તહેવાર ઉજવે છે.

હાલ, આ દંપત્તિ પોતાની દીકરી તારા સાથે ઘણા ખુશ છે અને કોરોના સમયગાળામાં જય ભાનુશાળી અને તેમની પત્ની માહી વીજ પોતાના ઘરમાં જ પોતાની દીકરી સાથે ટાઈમ સ્પેંડ કરી રહ્યા છે. અમે પણ માહીને તેમના 1 મીલીયન ફોલોઅર્સ થવા ઉપર અભીનંદન આપીએ છીએ. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવજો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.