એક મહિલા એક માટલા માંથી 10 પ્રકારના પાપ વેચતી હતી અને લોકો પૈસા આપીને લઇ પણ જતા હતા એવું તે શું હતું માટલામાં

મિત્રો આજે અમે એક લોક કથા લઈને આવ્યા છીએ. એને તમે જરા ધ્યાન આપી વાંચજો. ખરેખર એ તમને સારી અને જીવનમાં ઉપયોગી વાત શીખવાડી શકે છે.

જૂની લોક કથા અનુસાર એક ગામમાં એક મહિલા રસ્તાના કિનારે માટલું લઈને બેઠી હતી, અને એની પાસે થોડી પ્યાલીઓ પડી હતી. ત્યારે એક સંત એમની પાસે આવ્યા અને એમને પૂછ્યું કે તમે શું વેચી રહ્યા છો?

તો એ મહિલાએ સંતને જવાબ આપ્યો છે મહારાજ હું પાપ વેચું છું. આ સાંભળીને જેવો અત્યારે તમને આશ્ચર્ય થઇ રહ્યો છે, એવો જ એ સંતને પણ થયો. એમણે એ મહિલાને પૂછ્યું કે પાપ અને એ પણ આ માટલામાં?

ત્યારે મહિલા બોલી હા મહારાજ, આ માટલાંમાં જ પાપ છે.

સંતે પૂછ્યું કે કયા પાપ છે આ માટલામાં?

તો મહિલાએ જવાબ આપ્યો કે, આ માટલામાં 10 પ્રકારના પાપ છે. હું બૂમો પાડીને કહું છું કે, હું પાપ વેચું છું અને લોકો પૈસા આપીને લઇ જાય છે.

આ સાંભળી સંત વધારે પરેશાન થઇ ગયા. એમણે પૂછ્યું કે લોકો પૈસા આપીને પાપ લઇ જાય છે, એ કેવી રીતે સંભવ છે? માટલામાં કયા કયા પાપ છે?

મહિલાએ સંતને કહ્યું કે, આ માટલામાં ક્રોધ, બુદ્ધિનાશ, અપમાન, પરિવાર પર અત્યાચાર, ચોરી, અન્યાય, હિંસા, અસત્ય, પુણ્યનો નાશ, સ્વાસ્થ્યનો નાશ આ 10 પ્રકારના પાપ છે.

હવે તો સંતની ઉત્સુકતા ઘણી વધી ગઈ હતી કે, છેવટે આ માટલામાં એવું શું છે? કારણ કે એમણે કોઈ પણ શાસ્ત્રમાં એવું વાંચ્યું ન હતું કે, માટલામાં 10 પ્રકારના પાપ પણ હોય છે. એટલે એ સંતે એ મહિલાને એકવાર ફરી પૂછ્યું કે, આ માટલામાં એવું શું છે?

ત્યારે મહિલાએ કહ્યું કે મહારાજ આમાં મદ્ય એટલે કે દારૂ છે.

આ સાંભળી સંત એ મહિલાની બુદ્ધિ અને જ્ઞાનને જાણીને ઘણો પ્રસન્ન થયો. એમણે કહ્યું કે તમે લોકોને જણાવો છો કે, તમે પાપ વેચી રહ્યા છો. છતાંપણ લોકો દારૂ ખરીદે છે. ધિક્કાર છે એવા લોકો પર.

મિત્રો આજકાલ લોકોમાં દારૂનું વ્યસન ઘણું વધારે જોવા મળી રહ્યું છે. જે એકદમ ખોટી વાત છે. દારૂની આદતથી લોકોના ક્રોધમાં વધારો થાય છે. એનું સેવન કરવાં વાળા લોકોની બુદ્ધિ પણ નાશ પામે છે. તેમજ દારૂના નશામાં લોકો જે ધતિંગ કરે છે એના લીધે એમનું અને એમના પરિવારનું પણ અપમાન થાય છે.

તેમજ વધારે નશો કરનાર વ્યક્તિ પોતાના પરિવારના લોકો પર અત્યાચાર અને મારઝૂડ પણ કરે છે. દારૂના વ્યસનને કારણે લોકો આર્થિક રીતે પણ બરબાદ થાય છે અને પછી ચોરી અને હિંસા જેવા ખોટા કામ કરે છે. તેઓ અસત્ય બોલતા થઈ જાય છે, અને બીજા સાથે અન્યાય પણ કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ તેઓ પાપ કરીને પુણ્યનો નાશ કરે છે, અને મોટા પાપી બને છે. અને દારૂ સ્વાસ્થ્યને નુકશાન જ કરે છે. એને લીધે કેન્સર જેવી ગંભીર બીમારી લોકોને થાય છે.

એટલે જે પણ લોકો દારૂ પીતા હોય તે ચેતી જાય. તેઓ આ 10 પ્રકારે પોતાને અને પરિવારને નુકશાન પહોંચાડી રહ્યા છે. એની એક વાર કોઈને આદત પડી જાય તો તે છોડવી મુશ્કેલ થઈ જાય છે. દારૂ એ દારૂ પીનાર વ્યક્તિ અને એના પરિવારનો સર્વનાશ કરે છે, એટલે એનાથી દુર જ રહેવું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.