મહિલાએ ડિલિવરી બોય સાથે કર્યું કંઈક આવું, જેને જોઈને પાડોસી થયા દંગ જાણો સત્ય કિસ્સો

આજકાલ લોકો માર્કેટમાં જવાને બદલે ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે. તમારા ઘરના દરવાજા સુધી તમારી વસ્તુ કોઈપણ પ્રકારની તકલીફ વગર તમારી સુધી પહોચી જાય છે. આપણા સામાનને આપણા સુધી પહોચાડવાનું કામ ડીલીવરી બોય કરે છે. હાલમાં જ એક મહિલાએ ડીલીવરી બોય સાથે કાંઈક એવું કર્યું જે જોઇને બધા નવાઈ પામી ગયા.

દિલ્હીમાં રહેનાર ૩૦ વર્ષની મહિલા કમલ દીપે Flipkart ડીલીવરી બોય ના ઘણા ખરાબ હાલ કરેલ. કમલ દીપે ડીલીવરી બોયને વીસ થી વધુ વખત ચાકુ ઘુસાડીને તેને ઘાયલ કરી દીધો.

છેવટે એવું શું થઇ ગયું કે કમલ દીપને આવું કરવું પડ્યું?

જણાવી આપીએ કે આ ઘટના દિલ્હીના નિહાલ વિહાર ની છે. કમલ દીપે Flipkart સાઈટ ઉપરથી અગિયાર હજાર રૂપિયાનો એક પંખો ઓર્ડર કરેલ હતો. ઓર્ડર કરેલ વસ્તુ પહોચાડવામાં થોડી વાર લાગી ગઈ અને બસ એટલી વાતથી ગુસ્સામાં આવીને કમલ દીપે પોતાના ભાઈ સાથે મળીને તે ડીલીવરી બોય ઉપર ચાકુ થી હુમલો કરવાનો શરુ કરી દીધો. એટલેથી કમલ ડીપનું મન ન ભરાયું તો તેને ચપ્પલ ની અણી થી તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે ભાઈ બહેને તેના ખિસ્સામાંથી ચાલીસ હજાર રૂપિયા પણ કાઢી લીધા.

પીડિતનું નામ કેશવ છે અને તેનું આ વિષે કહેવું છે કે ૨૧ માર્ચ ના દિવસે ડીલીવરી જલ્દી કરવા માટે તેને સતત ફોન કરવામાં આવી રહેલ હતા. તે વિસ્તાર તેના માટે નવો હતો અને તેને કારણે જ તેને ઘર શોધવામાં ઘણી તકલીફ પડી રહી હતી. ઘરે પહોચતા જ મહિલા તેની ઉપર જોર જોરથી બુમો પાડવા લાગી. અવાજ સાંભળીને કમલ દીપના ભાઈએ આવીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માની. મહિલાએ પોતાના ભાઈને કહ્યું કે જો તેને સીધો કરવામાં તું મારી મદદ નથી કરી શકતો તો અહિયાથી દુર થઇ જા.

પરીસ્થિત ની ગંભીરતા સમજીને સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની જાણ પોલીસને કરી દીધી અને ઘાયલ કેશવને સંજય ગાંધી હોસ્પિટલના દાખલ કરાવ્યો. પોલીસે ભાઈ બહેન બન્નેની ધરપકડ કરી. તેની ઉપર કેસ દાખલ કર્યો.