મહિનાઓ પછી શાળા શરૂ થયાના, એક જ અઠવાડિયામાં 250 બાળ-શિક્ષકો કોરોના પોઝિટિવ.

આ જગ્યા મહિનાઓ પછી ખુલી શાળા તો એક જ અઠવાડિયામાં બાળકો અને શિક્ષકો સહીત 250 કોરોના પોઝિટિવ

કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુ.એસનો પણ સમાવેશ થાય છે. હવે આ જીવલેણ રોગચાળાની અસર સ્કૂલનાં બાળકો ઉપર પણ જોવા મળી રહી છે. યુ.એસ.ના જ્યોર્જિયા જિલ્લામાં શાળા શરૂ થયાના એક અઠવાડિયામાં જ 250 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

એટલાન્ટાની શેરોકી કાઉન્ટી સ્કૂલે તેની વેબસાઇટ પર કોરોના વાયરસના આ કેસની જાણ કરી છે. શુક્રવાર સુધીમાં,એક થી 12 ધોરણ સુધીના 11 વિદ્યાર્થીઓને કોરોના ચેપ લાગ્યો હતો. શાળામાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 250 થઈ ગઈ છે. આ પછી, આવા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને 14 દિવસ માટે આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન સૂચના આપવામાં આવશે.

એલેક્સ ડીબર્ડ નામના વ્યક્તિએ યુએસએ ટુડેને જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ મળ્યા બાદ તેનો પુત્ર બે અઠવાડિયાથી તેનાથી અલગ થઈ ગયો. તેમણે કહ્યું કે બાળપણમાં શિક્ષણની શરૂઆત દરમિયાન તેને દૂર દેવું તેમના માટે નિરાશાજનક છે. બાળકે સોમવારે શાળાએ જવાની શરૂઆત કરી હતી અને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતાં તેને બુધવારે ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

જિલ્લામાં આશરે 40 જેટલી શાળાઓ અને અભ્યાસ કેન્દ્રો છે, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ચેપ લાગ્યાં છે. આ શાળાઓમાં 42 હજાર 200 વિદ્યાર્થીઓ અને લગભગ 4800 કર્મચારી કામ કરે છે.

સ્કૂલના અધિક્ષક બ્રાયન હોઈટવરે શુક્રવારે પરિવારોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફના દરરોજ કોરોના પરીક્ષણ કરવામાં આવશે કારણ કે આપણે રોગચાળા દરમિયાન શાળાઓ ચલાવી રહ્યા છીએ. “તેમણે વાયરસના ફેલાવાને રોકવા માટે વધારાના પગલાં લેવાની આવશ્યકતા પર પણ ભાર મુક્યો છે.”

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.